SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II. 1996 શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ૭૯ પણ એમાં ભાવો કે ભક્તિની ઉત્કટતા કે ઊંડાણ જણાતાં નથી. એમાં જૈનધર્મ, પુરાણ કે તત્ત્વજ્ઞાનના સંદર્ભો પણ નથી. ત્રીજા તીર્થકર સંભવનાથને કવિ “શંભવ' તરીકે સંબોધે છે. આ સ્તોત્રમાં કવિએ અત્યંત પ્રાસાદિક, સરળ અને યમકમથી ભાષામાં તીર્થકરોની સ્તુતિ કરી છે. તીર્થકરોના ગુણોનું આલેખન સામાન્ય પ્રકારનું છે, અને કોઈ પણ તીર્થકરનું વૈયક્તિક મહત્ત્વ કે સંદર્ભ પ્રગટ કરતું નિરૂપણ નથી. કવિ શ્રીપાલને હેમચંદ્રાચાર્ય અને શ્વેતામ્બરવાદી દેવસૂરિ સાથે નિકટનો સંબંધ હતો એટલે એમની સાથેના સંબંધોને કારણે પોતે હિન્દુધર્મી હોવા છતાં તીર્થકરોની સર્વસાધારણ સ્તુતિ કરતું આ સ્તોત્ર રચી આપ્યું હોય એમ ન બને ? સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના જૈનધર્મ તરફના આદરને કારણે બ્રાહ્મણ અને જૈનધર્મીઓ વચ્ચેનું ઝનૂન મોટે ભાગે ઓસરી ગયું હતું તે આપણે જાણીએ છીએ એટલે જે રીતે હેમચંદ્રાચાર્યે સોમનાથની સ્તુતિ કરતું સ્તવન રચ્યું હતું તે જ રીતે શ્રીપાલે વેદધર્મી હોવા છતાં એનું ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરતું આ સ્તોત્ર રચ્યું હોવાનો સંભવ છે. બાકી વિજયપાલે બ્રાહ્મણધર્મ અંગીકાર કર્યો હોય એમ પણ માની શકાય એમ નથી, કારણ કે એને એ પ્રકારની ફરજ પડી હોય એવું લાગતું નથી. એટલે વિજયપાલનું કુળ પ્રથમથી જ હિન્દુધર્મી હોય અને શ્રીપાલ તથા સિદ્ધપાલે જૈનધર્મીઓ સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે જૈનધર્મ તરફ આદર અને અહોભાવ રાખ્યા હોય એમ માનવાને કારણ છે. સિદ્ધપાલે પાટણમાં જૈન પૌષધશાળા બંધાવી હતી તેથી તેને જૈન ગણી શકાય નહિ. એમ તો મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાઓએ પણ જૈન પ્રાસાદો બંધાવી આપ્યા હતા પરંતુ પોતે પરમ માહેશ્વર હતા.”૩૨ બ્રાહ્મણધર્મીએ જૈન તીર્થંકરની સ્તુતિ રચી હોય તેવો મારા ધ્યાનમાં એક જ દાખલો છે : મહાકવિ બિલ્પણ (ઈસ્વી. ૧૧મી શતીનું અંતિમ ચરણ). એમણે પાર્શ્વનાથ-અષ્ટક૭ કદાચ પોતાના પ્રશ્રયદાતા શાન્નુમન્ત્રીના પરિતોષ માટે રચ્યું હોય. તેની શૈલી તેમ જ પદ્યગુમ્હનના રીત-રંગ જૈન રચયિતાઓની મૌલિક રચનાઓથી જુદાં પડી જતાં હોવાનું મને લાગ્યું છે. પણ શ્રીપાલના વિષયમાં તેવું નથી. ત્યાં કવિએ ઇનની સ્તુતિ કર્યા બાદના પદ્યમાં સર્વ જિનનીઝ, ત્યાર બાદ જિનાગમની, અને પછી વાગીશ્વરીની સ્તુતિ ધરાવતું પદ્ય દઈ, આખરી પદ્યમાં કર્તારૂપે પોતાનું નામ પ્રગટ કર્યું છે. આ પ્રકારની ચતુર્વિધ સ્તુતિની પ્રથા બપ્પભટ્ટસૂરિની ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રાય: ઈસ્વી ૮મી શતી આખરી ચરણ)થી લઈ પછીથી અનેક શ્વેતામ્બર જૈન સ્તોત્રોમાં મળે છે. ઉપર્યુક્ત સ્તુતિના રચયિતા શ્રીપાલ બ્રાહ્મણમાર્ગી હોત તો પ્રસ્તુત પ્રણાલીની સૂક્ષ્મ વિગતો તેમના ખ્યાલમાં હોત કે કેમ તે વસ્તુ પ્રશ્નાર્થ બની રહે છે. જૈન સ્તોત્રો સાધારણતયા તીર્થકરોના ગુણાનુવાદ-લક્ષી જ હોય છે અને તેમાં જૈન પૌરાણિક આખ્યાયિકાઓ-ચરિતોના સંદર્ભો-અરિષ્ટનેમિ સમ્બદ્ધ કોઈ કોઈ વિરલ સ્તોત્રના અપવાદ બાદ કરતાં–મળતા નથી : અને જે સ્તતિકારો સૈદ્ધાત્તિક વા દાર્શનિક ઢંગની સ્તુતિ રચે છે–શ્વેતામ્બર પક્ષે સિદ્ધસેન દિવાકર (પંચમ શતી પૂર્વાર્ધ), હેમચન્દ્ર (૧૨મું શતક) ઇત્યાદિ સ્તુતિકારો અને દિગમ્બર પક્ષે સમન્તભદ્ર આઠ ઈ. સ. ૧૭૫૬૨૫), પાત્રકેસરિ (૭મી શતાબ્દી), ભટ્ટ અકલંકદેવ (૮મી સદી), વિદ્યાનંદ (૧૦મી સદી પૂર્વાર્ધ), અમિતગતિ (૧૦મી ૧૧મી સદી) ઇત્યાદિ–તેમાં જ તત્ત્વજ્ઞાનની ઝલક મળે છે, અન્ય મુનિઓ રચિત સ્તોત્રોમાં નહીં. વીતરાગરૂપ તીર્થંકરો આત્મિક ગુણો, સર્વથા સાત્ત્વિક સ્વભાવ, અને કર્મમુક્ત સ્થિતિને કારણે અનુગ્રહ કે અભિશાપ દેવા અસમર્થ છે : આથી તેમની પાસે ઐહિક વાસનાઓ-આકાંક્ષાઓ તૃપ્ત કરવાની, કે ભૌતિક કલ્યાણની કૃપા યાચનાઓ-પ્રાર્થનાઓ કરવી અર્થહીન બની જાય છે. વળી પૌરાણિક દેવતાઓની જેમ તેમના બહિરંગની સ્તુતિ ૫–આભૂષણો, આયુધો, વાહન, સંગિની, ઇત્યાદિની સ્તુતિપૂર્વક વર્ણના કરવાની પ્રથા સ્વાભાવિક રીતે જ જૈન સ્તવનોમાં જોવા મળતી નથી, કેમકે તેને ત્યાં અવકાશ નથી. ત્યાં તેમના આત્મિક ગુણોને સ્પર્શતી ઉક્તિઓ જ જોવા મળે છે. આથી શ્રીપાલ કારિત સ્તુતિ સંપૂર્ણપણે જૈન રીતિનું અનુસરણ અને જૈન સ્તુતિના વણલખ્યા નિયમોનું પાલન વા અનુસરણ કરે છે. જૈન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy