SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II-1996 શ્રીપાલ-પરિવારનો કુલધર્મ બૃહસ્વયંભૂસ્તોત્ર (પ્રાયઃ ઈસ્વી ૬૦૦) નામક “ચતુર્વિશતી જિનસ્તોત્ર'માં “શમ્ભવ” રૂપ છે, “સંભવ’ નહીં. યથા : વં શમ્ભવ: સામવ-તર્ષ–ી. सन्तप्यमानस्य जनस्य लोके । आसीरिहाऽऽकस्मिक एव वैद्यो वैद्यो यथाऽनाथरुजां प्रशान्त्यै ॥१॥ નાગેન્દ્રકુલના વિમલસૂરિના પઉમચરિય (પ્રાયઃ ઈસ્વી ૪૭૩)માં ગ્રન્થારમ્ભ કરેલી સ્તુતિમાં “સંભવ' રૂપ છે, કેમકે રચના પ્રાકૃતમાં છે; પણ તેના પલ્લવિત સ્વરૂપે રચાયેલા, દાક્ષિણાત્ય પરમ્પરાના આચાર્ય રવિષેણના સંસ્કૃત પદ્યચરિત (ઈસ્વીટ ૬૭૭)માં, પાદાન્ત-ચમક સાથે “શંભવ' રૂપ જોવા મળે છે. शंभवं शं भवत्यस्मादित्यभिख्यामुपागतम् ॥ - પપુરા -૪' રવિણના પ્રાયઃ સમકાલીન અને કર્ણાટમાં થયાનું મનાતા જટાસિંહનન્દીના વરાંગચરિતના ચતુર્વિશતિજિન સ્તુત્યાત્મક પદ્યસમૂહમાં પણ “શંભવરૂપ જ મળે છેજ. યથા : नाभेय आद्योऽजित शंभवै च ततोऽभिनन्दः सुमतिर्यतीशः । -વરાવરિત, ર૭. રૂ૭’ પુન્નાટ સંઘના આચાર્ય જિનસેનના હરિવંશપુરાણ (ઈ. સ. ૭૮૪)માં પણ ગ્રન્થાભે ““ચતુર્વિશતિજિનસ્તુતિ” અંતર્ગત યમકાંકિત ચરણમાં શંભવ રૂપ જ જોવા મળે છે. યથા : शं भवे वा विमुक्तौ वा भक्ता यत्रैव शम्भवे । भेजुर्भव्या नमस्तस्मै तृतीया च शम्भवे ॥ ___- हरिवंशपुराण १.५ શ્વેતામ્બરાચાર્ય ભદ્રકીર્તિ અપરના બપ્પભટ્ટસૂરિની પદાન્તયમયુક્ત ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રાય: ૮મી શતાબ્દી અંતિમ ચરણ)માં પણ “સંભવ’ને બદલે “શમ્ભવ' જ રૂપ છે. પાદાન્તયમક પણ તેની પુષ્ટિ કરે છે. યથા : नमो भुवनशेखरं दधति ! देवि ! ते वन्दितामितिस्तुतिपराऽगमत्रिदशपावली वन्दिता । यदीयजननीं प्रति प्रणुत तं जिनेशं भवं निहन्तु मनसः सदाऽनुपमवैभवं शम्भवम् ॥ ઉપરના ઈસ્વી આઠમી શતીની સ્તુતિના દષ્ટાન્ત પછી, દશમી/૧૧મી શતાબ્દીના સંધિકાળે થયેલા, પરમારરાજ મુંજ અને ભોજના સભાકવિ ધનપાલના લઘુબંધુ શ્વેતામ્બર જૈન મુનિ શોભનની પદાન્તયમક યુક્ત ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રાય: ઈસ્વી ૧OOO)માં પણ “શમ્ભવ’રૂપ છે. અહીં પણ પાદાન્તયમકથી શમ્ભવ’ રૂપ જ હોવાનું સિદ્ધ થાય છે : યથા : Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy