SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II - 1996 ‘‘સિદ્ધમેરુ’’ અપરનામ... ૫ સંપ્રતિ વિષયસંબદ્ધ ઉપર ૨જૂ કરેલ જૈન સ્રોતો અતિરિક્ત બ્રાહ્મણીય ગ્રંથ સરસ્વતીપુરાણમાં પણ પ્રસ્તુત શિવાલયનો ઉલ્લેખ થયો છે અને ત્યાં તેનું નામ સંદર્ભ અને નિર્દેશ પરથી ‘સિદ્ધમેરુ” હોવાનું સાફ અનુમાન થઈ શકે છે ઃ યથા : कारितः सिद्धराजेन स्वपुरस्य तु मध्यतः । प्रासादो मेरुरित्यस्ति तस्य नाम्नोपलक्षितः ॥ -સરસ્વતીપુરાળ-સń શ્ય-૨૦૨ એ તો સ્પષ્ટ જ છે કે ‘‘જયસિંહમેરુ” અને ‘‘સિદ્ધરાજમેરુ” એ બન્ને પર્યાયવાચી અભિધાનો છે. આ સ્વતન્ત્ર અને સમર્થક પૌરાણિક ગ્રન્થ ઉપર ટાંક્યો છે તે પ્રભાવકચરિત ગ્રન્થથી પણ વિશેષ પ્રાચીન, મોટે ભાગે તો સિદ્ધરાજકાલીન જ, હોઈ એથી પણ અધિક વિશ્વસનીય છે. સિદ્ધરાજના નામ પરથી નિર્માણ થયેલા, અને કુમારપાળના રાજ્યારોહણ પૂર્વે રચાઈ ગયેલ, મેરુવર્ગના મહાન્ પ્રાસાદનો કર્તા સ્વયં સિદ્ધરાજ જ હોઈ શકે. પ્રાસાદ નગરના મધ્યભાગમાં રચાયો હતો તેવી વિશેષ હકીકત પણ અહીં જાણવા મળે છે. પ્રસ્તુત ‘સિદ્ધમેરુપ્રાસાદ'ના નિર્માણકાળ વિષે કેટલોક પ્રાથમિક અંદાજ થઈ શકે તેમ છે. સિદ્ધપુરના ‘‘રુદ્રમહાલય”ની રચના સિદ્ધરાજના માલવવિજય પછી જ, અને એથી ઈ. સ. ૧૧૩૫-૩૬ બાદ જ, મોટે ભાગે ઈ સ૰ ૧૧૪૨ના અરસામાં, થઈ હોવાનો સંભવ છે : સિદ્ધપુર-સ્થિત ‘‘સિદ્ધવિહાર” પણ એ જ અરસામાં બન્યો હશે. ‘‘સહસ્રલિંગતટાક' જ્યારે સિદ્ધરાજ અવંતિના યુદ્ધમાં રોકાયેલો (ઈ૦ સ૰ ૧૧૩૫-૩૬) ત્યારે પૂર્ણ થઈ ગયેલું એવું પ્રબન્ધચિન્તામણિ પરથી સૂચિત છે : જ્યારે પાટણના ‘‘રાજવિહાર”ની પ્રતિષ્ઠામિતિ પ્રભાવકચરિત અનુસાર સં ૧૧૮૩/ઈ સ ૧૧૨૭ના અરસાની છે". ‘‘સિદ્ધમેરુ” પ્રસ્તુત ‘‘રાજવિહાર’'થી કેટલાંક વર્ષો પૂર્વે બંધાઈ ચૂક્યો હશે, જેનાં બે કારણો છે : એક તો એ કે રાજધાનીમાં સિદ્ધરાજ મોટું એવું જૈન મંદિર બંધાવે તેવી ઘટના પૂર્વે તેણે પોતાના કુલક્રમાગત ઇષ્ટદેવ શંભુનું એક મહાન્ મંદિર બંધાવી લીધું હોય તે વિશેષ યુક્ત અને સ્વાભાવિક છે. બીજું આ પ્રમાણે છે : શ્વેતામ્બરાચાર્ય વાદિ દેવસૂરિ અને દિગંબર ભટ્ટા૨ક કુમુદચંદ્રના સિદ્ધરાજની સભામાં થયેલા વાદ સમયે ‘કેશવ” નામધારી ત્રણ વ્યક્તિઓ ઉપસ્થિત હોવાનું પ્રભાવક-ચરિતમાં જણાવ્યું છે તે ઃ આમાંની એક તે સરસ્વતીપુરાણ અન્તર્ગત (અન્યત્રે ઉલ્લિખિત) સિદ્ધમેરુ (ના પરિસર)માં રહેનાર, કેશવ પંડિત હોવાનું (સ્વ૰) કનૈયાલાલ ભાઈશંકર દવેનું અનુમાન સતર્ક લાગે છે; આ અંદાજના આધારે એમ કહી શકાય કે ‘સિદ્ધમેરુ’ કિંવા ‘જયસિંહમેરુ' પ્રાસાદ શ્વેતામ્બર-દિગંબર વાદના સમયથી પૂર્વે, એટલે કે ઈ સ ૧૧૨૫ પહેલાં, બંધાઈ ગયો હશે. ચોલુચકાલીન ઇતિહાસના પીઢ વેત્તાઓ સિદ્ધરાજનો સોરઠ-વિજય ‘‘સિંહસંવત”ના પ્રારંભના વર્ષમાં, એટલે કે ઈ સ ૧૧૧૪ના અરસામાં, મૂકે છે. પ્રસ્તુત વિજય બાદ, અને ઈ સ ૧૧૨૫ પહેલાં, શિવના આ મહાન્ પ્રાસાદનું નિર્માણ થયું હોવાનું સંભવે છે॰. Jain Education International મહમૂદ ગઝનીના આક્રમણ પછી બંધાયેલા સોલંકીકાલીન અણહિલ્લપાટણનાં દેવમંદિરોનો પહેલી વાર વિધ્વંસ તો ભીમદેવ દ્વિતીયના સમયમાં ઈ સ ૧૧૯૭ તેમ જ ૧૨૧૯ના અરસાનાં ખતરનાક મુસ્લિમ આક્રમણોમાં થઈ ચૂકેલો. તેમાંથી બચ્યું હશે તે, અને વાઘેલા યુગમાં સર્જાયું હશે તે, સૌનો ઘોર વિનાશ ખીલજી સમયના મુસ્લિમ આક્રમણથી (ઈ. સ. ૧૨૯૮-૧૩૦૫) અને પછીના મુસ્લિમ શાસનને કારણે થઈ ચૂક્યો જણાય છે. ત્યાંની ભૂમિતળ ઉ૫૨ના ભાગે દેખાતી હશે તે તમામ ધાર્મિક અને નાગરિક સંરચનાઓ ૧૪મી શતાબ્દીના આરંભે પૂર્ણતયા નષ્ટ થઈ ચૂકી છે. તદન્વયે આજે પાટણમાં સોલંકીયુગનાં મંદિરોના અવશેષો-અભિલેખો અતિ અલ્પ માત્રામાં મળે છે; પણ મધ્યકાલીન સાહિત્યમાં તેમાંથી ઘણાના સગડ મળતા હોઈ તેમની એક કાળે રહેલી હસ્તીનું પ્રાથમિક અને નિઃશંક પ્રમાણ સાંપડી રહે છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy