SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી Nirgrantha સિદ્ધરાજ-કારિત એક અન્ય બૃહકાયપ્રાસાદ વડનગર–વૃદ્ધનગર, પુરાણા આનંદપુર–માં હતો એવી ધારણા થવા માટે થોડાંક કારણો છે. ઉપલબ્ધ મધ્યકાલીન સાહિત્યમાંથી તો અલબત્ત એવું કોઈ સૂચન મળતું નથી, કે નથી તત્સંબંધ લભ્ય કોઈ અભિલેખીય પ્રમાણ; પરન્તુ આ ઘટના અનુલક્ષે પુરાતત્ત્વનો એક સ્પષ્ટ પુરાવો છે વડનગરમાં બે પ્રસિદ્ધ અને અત્યુન્નત અને અલંકાર-પ્રચુર તોરણો, જે મૂળે કોઈ (હાલ વિલપ્ત એવા) મહામંદિરના પરિસરમાં હતાં; તેની અવસ્થિતિ જોતાં અસલમાં ત્યાં પણ રુદ્રમહાલયની જેમ ત્રણ મુક્ત તોરણો મુખ્ય મંદિરના સંદર્ભમાં હતાં તેમ લાગે છે. તેમાં વચ્ચેનું હશે તે તોરણના ઉપરના ઇલ્લિકાવલણમાં મધ્યમૂર્તિરૂપે સ્કન્દ-કાર્તિકેય બિરાજમાન છે. મુખ્ય તોરણ શૈવ હોઈ પ્રાસાદ શિવનો હશે અને તેનું કદ લગભગ રુદ્રમહાલયપ્રાસાદ જેવડું જ હશે તેમ તોરણોની અવગાહનાને આધારે કલ્પી શકાય. પ્રાસાદ આથી વાસ્તુશાસ્ત્રોમાં વર્ણિત મેરુ જાતિનો હોવો જોઈએ. તોરણોની વાસ્તુ-શૈલી નિર્વિવાદ સિદ્ધરાજના કાળની છે. અને મેરુ જાતિના પ્રાસાદો રાજન્યો સિવાય અન્ય કોઈ ન કરાવી શકે તેવું મરુગૂર્જર' વાસ્તુશાસ્ત્રોમાં સ્પષ્ટ વિધાન હોઈ૩૭, તેમ જ બહુ મોટાં, ગગનગામી શિખરોવાળાં, મંદિરો ઊભાં કરવાનું સાહસ તો અતિ ધનિક શ્રેષ્ઠીવરોની કે સંપન્ન દંડનાયકો-મંત્રીઓએ પણ વ્યાવહારિક કિંવા લોકધર્મની મર્યાદાને કારણે કર્યું નથી, તેમ જ આ કાર્ય પાશુપાતાચાર્યોની પણ ગુંજાશ બહાર હોઈ વડનગરનો હાલ વિનષ્ટ એવો શિવનો મહાપ્રાસાદ એ કાળે તો જયસિંહદેવ સિદ્ધરાજ સિવાય બીજા કોણે કરાવ્યાનું કલ્પી શકાય ?૩૪ સિદ્ધરાજનાં સુકૃતોની નોંધ લેતે સમયે અદ્યાવધિ ઉપેક્ષિત રહેલ અણહિલપત્તનના “સિદ્ધમેરુ” કિંવા “જયસિંહમેરુપ્રાસાદ”નો, અને વડનગરના આ સિદ્ધરાજ વિનિર્મિત મેરુ-મંદિરનો પણ સોલંકી ઇતિહાસને સવિગત આલેખનાર ભવિષ્યના ઇતિહાસવેત્તાઓ સમાવેશ કરશે તેવી આશા વધુ પડતી નથી. - લેખની કેન્દ્રવર્તી વાત તો અહીં સમાપ્ત થાય છે; કિન્તુ સહસ્ત્રલિંગ-તડાગ સમ્બદ્ધ પ્રકાંડ પુરાવિદ્ રમણલાલ નાગરજી મહેતાના આ પૂર્વે પ્રકાશિત થયેલા અભ્યસનીય લેખ (વિગત માટે જુઓ અહીં ટિપ્પણી ૨૪)નાં બેએક અવલોકનો વિચારણીય હોઈ અહીં આડપેદાશ રૂપે તેનું કેટલુંક પરીક્ષણ આવશ્યક માન્યું છે. સહસ્ત્રલિંગ” શબ્દથી શું અભિપ્રેત છે તે સંબંધમાં અહીં એમના ઉદ્દગારો-વિચારો ઉદ્દેકી આગળ અવલોકન કરીશું : “દશાશ્વમેધતીર્થ પછી સરસ્વતીપુરાણ સહસ્ત્રલિંગની હકીકત આપે છે. તેથી કેટલીક ચર્ચા જરૂરી છે. પાટણના સહસ્ત્રલિંગ તળાવ પર નાની નાની હજાર દેરીઓ હોવાની કલ્પના આજે સ્વીકારાય છે. આ કલ્પનાનુસાર તળાવને કાંઠે અસંખ્ય શિવમંદિરોની હસ્તી હોવાની શક્યતા જણાય. સરસ્વતીપુરાણ આ કલ્પનાને ટેકો આપતું નથી. પુરાવસ્તુ પણ આ કલ્પનાની વિરુદ્ધ હોવાનાં પ્રમાણો છે. તેથી સહસ્ત્રલિંગ માટે બીજો વિકલ્પ વિચારવો પડે. પાટણમાં સહસ્ત્રલિંગની પરિપાટીમાં બે વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ હિંગલાજ માતાના મંદિરમાં નાનાં નાનાં શિવલિંગોની સ્થાપના છે. ઋષિકેશના મંદિરમાં એક લિંગ પર ઘણા આંકા પાડીને સહસ્ત્રલિંગ બનાવ્યાં છે એ બીજો વિકલ્પ છે. સરસ્વતીપુરાણ દશાશ્વમેધતીર્થ પછી સહસ્ત્રલિંગનું વર્ણન કરે છે. તે જોતાં તળાવના પૂર્વ કિનારે તે હોવાનું લાગે છે. આ સ્થળે હાલની રેલવેની દક્ષિણે રાજગઢી પાસે આરસપહાણના ઉપયોગવાળું શિવાલય હોવાનું તેના અવશેષો પરથી સમજાય છે. આ મોટું શિવાલય સહસ્ત્રલિંગનું હોવાનો સંભવ છે. આથી સહસ્ત્રલિંગનું એકમાત્ર સુંદર શિવાલય હિંગલાજ કે ઋષિકેશ દર્શાવે છે તેવા વિકલ્પ પૈકી એક વિકલ્પનું રાજગઢી પાસે બાંધવામાં આવ્યું હોવાની સપ્રમાણ કલ્પના થઈ શકે છે.”૩૫ શ્રી મહેતાનાં વિધાનો જૂનાં મૂળ સ્રોતોના સંદર્ભ જોતાં પરીક્ષણીય જણાતાં હોઈ અહીં તે પર હવે વિગતવાર જોઈએ. સરસ્વતીપુરાણમાં સિદ્ધરાજે સિદ્ધરાજસર તટે એક હજાર લિગોની એક સમયે સ્થાપના Jain Education Interational Jain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy