SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી Nirgrantha વર્ષોમાં, ને કારણ કે તેમાં ક્યાંક ક્યાંક પ્રબન્ધચિંતામણિ (ઈ. સ. ૧૩૦૫) અને ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ કૃત કલ્પપ્રદીપ (આ ઈ. સ. ૧૩૩૫)નો પરિચય વરતાય છે તેથી, ઈ. સ. ૧૩૩૫ પશ્ચાત્, પણ તુરતમાં, થઈ હશે : (આ પ્રબન્ધની પ્રતિલિપિની મિતિ સં૰ ૧૪૬૪/ઈ સ ૧૪૦૮ છે.)૧૦ ૬૪ (૨) ઉપરના સંદર્ભમાં કહેલા સોમતિલક સૂરિએ રચેલા કુમારપાલદેવચરિતમાં પણ પ્રસ્તુત હકીકત નોંધાયેલી છે અને ત્યાં પણ જયસિંહમેરુપ્રાસાદનો યથાસ્થાને નિર્દેશ મળે છે. प्रासादे श्रीजयसिंहमेरौ द्वावपि संगतौ ॥ ८३ ॥ – સોમતિલક સૂરિની કૃતિઓ — વીરકલ્પ તથા ષડ્દર્શનચરિત્ર-ટીકા (બંને સં ૧૩૮૯/ઈસન્ ૧૩૩૩)૧૨ અને લઘુસ્તવટીકા (સં. ૧૩૯૭/ઈ. સ. ૧૩૪૧) —નો રચના સમય ધ્યાનમાં લેતાં પ્રકૃત કુમારપાલદેવચરિતનો સરાસરી કાળ ૧૪મી સદીના મધ્યાહ્ન નજીકનો હોવાનું અંદાજી શકાય. (પ્રસ્તુત કૃતિની ઉપલબ્ધ જૂની હસ્તપ્રતની મિતિ સં૰ ૧૫૧૨/ઈ. સ. ૧૪૫૬ છે૧૫.) (૩) ઉપર કથિત બન્ને પ્રબન્ધોથી પ્રાચીન પણ એક અન્ય અજ્ઞાત કર્તાનું પણ એક કુમારપાલદેવચરિત છે, જેની સં૰ ૧૩૮૫/ઈ સ ૧૩૨૯માં લખાયેલી હસ્તપ્રત મળી છે". (વસ્તુતયા કુમારપાલપ્રબોધપ્રબન્ધમાં, તેમ જ સોમતિલક સૂરિ વિરચિત ચરિત્રકૃતિમાં પ્રસ્તુત ચરિતનો ખૂબ ઉપયોગ થયો હોવાનું જણાય છે॰.) સંદર્ભગત આ પ્રાચીનતર ચરિતમાં ‘જયસિંહમેરુપ્રાસાદ'ના ઉલ્લેખવાળા (તેમ જ તેની આજુબાજુના) શ્લોકો કુમારપાલપ્રબોધપ્રબન્ધમાં મળે છે તે જ છે. જયસિંહમેરુનો ઉલ્લેખ થોડાક જ ફરક સાથે અહીં આ પ્રમાણે છે : आजाहावतुः कुमारं श्रीजयसिंहमेरुके ॥२०८॥ ઉપર્યુક્ત પ્રબન્ધોથી પ્રાચીન, અને સોલંકીયુગના અંતિમ ચરણમાં રચાયેલા, રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪/ઈ સ ૧૨૭૮) અંતર્ગત ‘‘હેમચંદ્રસૂરિ-ચરિત'માં પણ તત્સમ્બન્ધ એક ઉલ્લેખ મળે છે. ત્યાં કુમારપાળની ઉત્તરાધિકારી રૂપે થયેલ વરણીનો પ્રસંગ વિસ્તારથી વર્ણવ્યો છે; અને ત્યાં પણ પ્રસ્તુત પસંદગીનું સ્થળ ‘‘સિદ્ધરાજમેરુ' હોવાનું બતાવ્યું છે ઃ યથા : श्रीसिद्धराजमेरौ च संजग्मुः शिवमन्दिरे । प्रधाना राज्यसर्वस्वं राज्ययोग्य परीक्षिण: श्रीप्रभावकचरित, "हेमचन्द्रसूरि चरित'", ४०४ પ્રકૃત ચરિતમાં આ પ્રાસાદનો એક વિશેષ ઉલ્લેખ પણ મળી આવે છે; જેમકે ભાગવત દેવબોધિએ ‘‘જયસિંહમેરુ” નામક મહેશભુવનને જોઈને ઉચ્ચારેલ પઘોદ્ગાર એક સ્થળે ટાંક્યા છે : યથા : Jain Education International - देवबोधोऽपि सत्पात्रं तत्राहूयत हर्षतः । समायातेन भूपेन धर्मे ते स्युः समायतः || श्रीजयसिंहमेर्वाख्य महेशभुवनाग्रतः । आगच्छन् शङ्करं दृष्ट्वा शार्दूलपदमातनोत् ॥ -શ્રીપ્રમાવઋષતિ, ‘‘હેમચન્દ્રસૂરિ-વ્રુતિ’’, ૨૨૪-૨૨૯ ‘“પ્રાસાદ”નો અર્થ નિવાસયોગ્ય ‘‘મહાલય' પણ થાય છે; પ્રાચીનતર સાહિત્યમાં મૌલિક અર્થ અને સંદર્ભો તો વિશેષે એ પ્રકારે જ મળે છે : પણ પ્રભાવકચરિતકારે બન્ને સ્થળે જયસિંહમેરુને સ્પષ્ટતઃ મહેશ્વરનું મંદિર કહ્યું હોઈ તે મુદ્દા પર આથી સાંપ્રત સંદર્ભમાં કોઈ સંશય-સ્થિતિ રહેતી નથી. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy