SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ “સિદ્ધમેરુ” અપરનામ “જયસિંહમેરુપ્રાસાદ” તથા “સહસ્ત્રલિંગટાક”ના અભિધાનનું અર્થઘટન મધુસૂદન ઢાંકી ચૌલુક્ય સમ્રાટ જયસિંહદેવ-સિદ્ધરાજનાં બે વાસ્તુ-નિર્માણો સુવિદ્યુત છે : એક તો અણહિલપાટકનું સહસ્રલિંગ-તટાક', અને બીજું તે સિદ્ધપુરનો “રુદ્રમહાકાલ” ના ““રુદ્રમહાલયપ્રાસાદ.” તદતિરિક્ત તેણે અણહિલપત્તનમાં જિન ઋષભનો “રાજવિહાર' અને સિદ્ધપુરમાં વર્ધમાન-મહાવીરનો ચતુર્મુખ સિદ્ધવિહાર,” એમ બે જિનપ્રાસાદો કરાવ્યા હોવાનું સમકાલિક, સમીપકાલિક, અને ઉત્તરકાલિક જૈન સ્રોતોથી સુસ્પષ્ટ છે. સિદ્ધરાજના સમયમાં ગૂર્જર મહારાજ્ય રાજકીય, આર્થિક, તેમ જ સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિઓની ચરમ સીમાએ પહોંચી ગયેલું. યશોવિસ્તાર અને સમૃદ્ધિના એ ઓજસ્વી કાળમાં થયેલી ઉપર કથિત સંરચનાઓ સુવિશાલ અને આલંકારિક હોવાનાં પ્રત્યક્ષ વા સાહિત્યિક પ્રમાણ છે; પણ સિદ્ધરાજનું શાસન દીર્ઘકાલ પર્યત રહ્યું હોઈ તેણે વિશેષ રચનાઓ કરાવી હોવાની અપેક્ષા સંભવિતતાની સીમા અંતર્ગત રહે છે. તેના બે એક બીજાં પ્રમુખ નિર્માણો–સહસ્ત્રલિંગ-તટાક પર ““દશાવતાર-વિષ્ણુ”ના પ્રાસાદનો અને “કીર્તિસ્તંભ”નો–ઉલ્લેખ સમકાલીન લેખક (પૂર્ણતલ્લગચ્છીય) આચાર્ય હેમચંદ્ર જ્યાશ્રયમહાકાવ્ય (આo ઈ. સ. ૧૧૪૦-૧૧૫૦)માં કર્યો છે; અને દ્વયાશ્રયવૃત્તિકાર ખરતરગચ્છીય અભયતિલક ગણિએ (સં. ૧૩૧૨ ઈ. સ. ૧૨૫૬) તે સૌ પર વિશેષ સ્પષ્ટતા કરી છે. પણ સિદ્ધરાજે આ ઉપરાંત પણ ઓછામાં ઓછાં બે અન્ય મહાનુ દેવકલ્પો કરાવેલાં, જેનાં ઉપલબ્ધ પ્રમાણો અહીં પ્રસ્તુત કરીશું. સિદ્ધપુરમાં રૂદ્રમાળ સરખો નવ્ય-ભવ્ય અને અપશ્ચિમ પ્રાસાદ કરાવનાર, કુલપરંપરાએ પરમ શૈવ એવા સિદ્ધરાજે ગુર્જરકર્ણિકા અણહિલ્લપત્તનમાં પણ કોઈ વિશાલકાય શિવમંદિરનું નિર્માણ કરાવ્યું હશે તેવો આકલ્પ સ્વાભાવિક જ થાય. સિદ્ધરાજ-પિત કર્ણદેવે (ઈ. સ. ૧૦૬૬-૧૦૯૫) રાજધાની અણહિલપુરમાં કર્ણમેરુપ્રાસાદ” બંધાવ્યાનું નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્ય પ્રબંધચિંતામણિ (વિ. સં. ૧૩૬૧ ઈ. સ. ૧૩૦૫)માં નોંધે છે; અને સિદ્ધરાજના અનુગામી કુમારપાળે પાટનગરમાં “કુમારપાલેશ્વર”નું દેવળ કરાવ્યાનું આચાર્ય હેમચંદ્રનું, અને તેમને અનુસરીને વૃત્તિકાર અભયતિલક ગણિનું કથન છે: એ વાત ધ્યાનમાં લેતાં જયસિંહદેવે પણ ત્યાં એકાદ તો શિવમંદિર પોતાનાં નામ, સામ્રાજય-લક્ષ્મી, અને પ્રભુત્વને અનુરૂપ બંધાવ્યું હશે તેવી ધારણા સ્વાભાવિક રીતે જ જન્મે. વસ્તુતયા એણે પાટણમાં પ્રશસ્ત એવો મેરુ જાતિનો, વિશાળ અને ઉત્તુંગ શિવપ્રાસાદ કરાવેલો, જેની યોગ્ય નોંધ લેવાનું ગુજરાતના સોલંકીયુગીન ઇતિહાસના સાંપ્રતકાલીન આલેખકો પ્રાયઃ ચૂકી ગયા છે. પ્રકૃતિ પ્રાસાદ સંબંધી વર્તમાને જે કંઈ મધ્યકાલીન સાહિત્યિક પ્રમાણો લભ્યમાન બને છે તે અહીં ક્રમશઃ રજૂ કરીશું: (૧) અજ્ઞાત-કર્તૃક કુમારપાલપ્રબોધપ્રબન્ધમાં સિદ્ધરાજના મરણ પછી તેના અનુગામી કુમારપાળની મંત્રીપરિષદ અને અન્ય રાજપુરુષો દ્વારા વરણી (અને અભિષેક-યજ્ઞ ?) “જયસિંહમેરુપ્રાસાદ”માં થયેલાં તેવી નોંધ મળે છે : યથા : __ आजूहवत् कुमारं च श्रीजयसिंहमेरुके ॥२०९॥ પ્રસ્તુત અજ્ઞાતકાલીન પ્રબન્ધનો પછીથી આધાર રુદ્રપલ્લીયગચ્છના સંઘતિલકસૂરિશિષ્ય સોમતિલક સૂરિએ લીધેલો હોઈ તેની રચના ઈસ્વીસનના ચૌદમા શતક મધ્યાહૂનના અરસામાં કે તે પછી નજીકનાં Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy