SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ Nirgrantha તેની નકલોનો પ્રવેશ થઈ જતાં, એવં સ્તોત્ર ભાવાત્મક અને અન્યથા ઉત્તમ કોટીનું હોઈ, શ્વેતામ્બર સંપ્રદાયમાં તેને વિના વિરોધ અપનાવી લેવામાં આવ્યું હોય. કાળાંતરે એના કર્તાના સમ્પ્રદાયનું જ્ઞાન ન રહેવાથી તેને શ્વેતામ્બર કર્તાની કૃતિ માની લેવામાં આવી હોય અને તેમાં પદ્યાનમાં આવતા કુમુદચન્દ્ર અભિધાનનો ખુલાસો પ્રભાચન્દ્રાચાર્ય સિદ્ધસેન દિવાકરનું દીક્ષા સમયનું નામ હોવાની કલ્પના કરીને કરી દીધો હોય. (એ વખતે તેમણે વિચાર ન કર્યો કે પ્રસ્તુત સ્તોત્ર દ્રાવિંશિકા વર્ગનું નથી".) ઉપર ચર્ચિત ઐતિહાસિક પશ્ચાદ્ભૂમાં જોઈએ તો મૂળ સ્તોત્ર ઈસ્વીસનના ૧૨મા શતકના પ્રથમ ચરણમાં રચાયું હોવું ઘટે. પ્રભાચન્દ્રસ્તોત્રના અસલી રચનાકાળથી લગભગ દોઢસોએક વર્ષ ઉપરાન્તના કાળ બાદ તેની નોંધ લે છે; એટલે અજ્ઞાનવશ તેમણે જે લખી નાખ્યું તેને યથાતથા સત્ય માની શ્વેતામ્બરોમાં આજ દિવસ સુધી આ ભ્રાન્તિ ચાલી આવી છે, જેનાથી વર્તમાને જૂજવા જ વિદ્વાનો પર રહી શકયા છે. દેવ-સ્તુતિ કરનારા આ ‘ચિકુર’ સ્તોત્રમાં દેવ-વિષયક રતિનિર્વેદ સ્થાયિભાવને કારણે શાંતરસ સ્પષ્ટતયા પ્રસ્ફરિત થયો છે. શિખરિણી છન્દમાં નિબદ્ધ આ સ્તોત્રમાં ભગવાન ઋષભદેવના કેશની વિભિન્ન ઉપમાઓ દ્વારા સ્તુતિ કરવામાં આવી છે. કાવ્યના અપેક્ષિત લક્ષણોમાં જોઈએ તો નવીન અર્થયુક્તિ, સંસ્કારિત ભાષા, શ્લેષરહિતતા, સરળતા, સ્ફટ રસયુકિત, અને વિકટાક્ષરબંધવાળી રચના સર્વોત્તમ મનાઈ છે. કિન્તુ એક જ કાવ્યમાં આ તમામ ગુણોની પ્રાપ્તિ દુષ્કર હોય છે. કુમુદચંદ્રાચાર્ય વિરચિત પ્રકૃતિ સ્તુતિકાવ્યમાં પણ શ્લેષરહિતત્વ અને સારલ્ય સરખા ગુણો અનુપસ્થિત છે, પરંતુ બાકીના સૌ ગુણોને યથાસ્થાને યથાસંયોગમાં પ્રયોજિત કરવામાં આવ્યા છે. કવિએ સ્તુતિમાં જિનના કેશને લક્ષ્ય કરી અનેકવાર શ્લેષાલંકારનો પ્રયોગ કર્યો છે, તેમજ દીર્ઘ સમાસ બહલ તથા પર્યાયબહુલ એવં અલંકાર-પ્રધાન તથા ઓછા વપરાતા શબ્દોનો વિનિયોગ કરતું હોવાને કારણે સંરચનામાં સરસતા હોવા છતાંયે સ્વાભાવિક સરળતા વિલુપ્ત થઈ ગઈ છે. આથી કેટલીક પંક્તિઓ કિલષ્ટ બની છે, જે સામાન્ય બુદ્ધિવાળાઓને સમજવામાં ફલેશ કરે તેવું હોવાથી એમના અન્ય વિખ્યાત, કલ્યાણમંદિરસ્તોત્રની જેમ આ સ્તોત્ર જનસામાન્યમાં પ્રચલિત બની શકયું નથી. આખરી પદ્ય અનુસાર સ્તોત્ર “વિમલાચલ-શૃંગાર મુકુટ' એટલે કે શત્રુંજયગિરિના અધિનાયક ભગવાન આદીશ્વર ઋષભદેવને સંબોધીને, એમને લક્ષ્ય કરીને રચવામાં આવ્યું હોઈ, સ્તોત્રનું ઐતિહાસિક મૂલ્ય પણ રહ્યું છે. (જોકે એક દિગમ્બર મુનિ શ્વેતામ્બર તીર્થાધિપતિને ઉદ્દબોધીને સ્તોત્ર રચે તે ઘટના વિરલ ગણવી જોઈએ.) પ્રસ્તુત સ્તુતિની ૧૬મા-૧૭મા સૈકામાં લખાયેલી પ્રત શ્રી ભારતીય વિદ્યાભવન, મુંબઈથી પ્રાપ્ત થયેલી. અહીં મુદ્રિત સ્તોત્રનો પાઠ એક માત્ર ઉપલબ્ધ પ્રત પરથી તૈયાર કર્યો હોઈ કેટલીક અશુદ્ધિઓ દૂર થઈ શકી નથી. પ્રતની નકલ માટે તેમ જ સંપાદન કરવાની પરવાનગી આપવા બદલ સંપાદકો સદરહુ સંસ્થાના આભારી છે૯. ટિપ્પણો :૧. જુઓ પ્રભાવકચરિત, સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રન્થમાળા, ગ્રંથાંક ૧૩, “વૃદ્ધવાદી સૂરિચરિત', અમદાવાદ-કલક્તા ૧૪૦, પૃ૦ ૫૬. અહીં કહ્યું છે કે, સિદ્ધસેને વાદમાં હારીને વૃદ્ધવાદી પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી તે સમયે તેમનું નામ 'કુમુદચંદ્ર' રાખવામાં આવેલું. ૨. સિદ્ધસેનના સમય સંબંધમાં મતભેદ છે. અમારા મતે તેઓ (હાલ કેટલાક દિગમ્બર વિદ્વાનો અકારણ માને-મનાવે છે તેમ છ8 સૈકા ઉત્તરાર્ધના નહીં પણ) પાંચમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયા છે. આ વિષય પર વિસ્તારથી ચર્ચા અમે અમારા Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy