________________
Vol.I-1996
કુમુદચન્દ્રાચાર્ય પ્રણીત “ચિકર લવિંશિકા”
૫. ત્યાં પ્રયોજિત કોઈ કોઈ શબ્દો અને શબ્દસમૂહો અન્ય શ્વેતામ્બર સ્તુતિ-સ્તોત્રાદિમાં નથી મળતાં, જ્યારે દિગમ્બર કૃતિઓમાં તે જોવા મળે છે*
૬. કાપડિયા એને શ્વેતામ્બર કૃતિ માનતા હોવા છતાં તેના ૨૫મા પદ્યમાં વર્ણિત સુરદુન્દભિ-પ્રાતિહાર્યનું કલ્પન વા આકલન દિગમ્બર-માન્ય ગ્રન્થ તિલોયપણની (ત્રિલોકપ્રજ્ઞપ્તિ : પ્રાય: ઈસ્વી પ૫૦) અનુસાર હોવાનું બતાવે છે.
૭. પ્રાતિહાર્યના વિષયમાં શ્વેતામ્બર માન્યતાથી જુદા પડતા, પણ દિગમ્બર માન્યતાને પૂર્ણતયાં અનુકૂળ, એવા અન્ય પણ બે દાખલા સ્તોત્ર અંતર્ગત મોજૂદ છે, ચામર પ્રાતિહાર્ય વિષે જોઈએ તો શ્વેતામ્બરમાં તો બે યક્ષો (વા બીજી માન્યતા અનુસાર બે ઈન્દ્રો) દ્વારા ગૃહીત ચામર-યુગલનો જ ભાવ પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે વ્યકત થયેલો છે; પરન્તુ દિગમ્બર સપ્રદાયમાં તો સહસ્રો ચામર”, “ચામરાવલી', તથા “૬૪ ચામરો”૧૯ નો વિભાવ રહ્યો છે. કલ્યાણમંદિર સ્તોત્રમાં ચામર પ્રાતિહાર્યની વર્ણનામાં “ચામરીઘ” સરખા સમૂહવાચક શબ્દસમાસનો પ્રયોગ છે°, જે વાત નોંધનીય બની રહે છે.
હવે દિવ્યધ્વનિ-પ્રાતિહાર્ય વિષે જોઈએ. શ્વેતામ્બર પરમ્પરાની માન્યતા અનુસાર સમવસરણ-સ્થિત જિનેન્દ્ર નો નિત્યસ્સ કહી અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે, જે શ્રોતાઓની પોતપોતાની ભાષામાં સ્વત: પરિવર્તિત થાય છે : જ્યારે દિગમ્બર પરિપાટીમાં તો તીર્થકરના હૃદયસમુદ્રમાંથી–મુખમાં ભાષા–પગલોને લઈને નહીં – દિવ્યધ્વનિ ઊઠે છે, જે શ્રવણકર્તા સૌ નિછનિજી ભાષામાં સમજી લે છે. કલ્યાણમંદિરરસ્તોત્રમાં પ્રસ્તુત પ્રકારનું આકલ્પન સ્પષ્ટ રૂપે પરિલક્ષિત છે: યથા :
स्थाने गभीरहृदयोदधिसम्भवाया: पीयूषतां तव गिरः समुदीरयन्ति पीत्वा यत: परमसम्मदसाभाजो भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम्
- कल्याणमन्दिरस्तोत्रम् २१ ૮. કુમુદચન્દ્રકૃત એક અન્ય કૃતિ, યુગાદિ ઋષભદેવને સમર્પક સ્તુતિ, તેમાં આરંભે આવતા ચિકૂર' શબ્દથી ચિકર-ધાર્નાિશિકા અભિધાનથી જ્ઞાત છે, જે અહીં સંપાદિત કરવામાં આવી રહી છે. તેમાં પણ કલ્યામંદિર સ્તોત્રની જેમ છેલ્લા પધમાં કર્તાનું શ્લેષપૂર્વક કુમુદચન્દ્ર નામ જોવા મળે છે, અને આ સ્તુતિથી શ્વેતામ્બર સમાજ તદ્દન અજાણ છે, પણ તે દક્ષિણ તરફ અલ્પાંશે પણ જાણમાં છે. તેમાં દ્વિતીય પદ્યમાં આવતો “હેવાક શબ્દ, જે મૂળ અરબી ભાષાનો છે, તેના તરફ ડૉ. પિનાકિન દવેએ ધ્યાન દોર્યું છે. કુમુદચન્દ્ર મધ્યકાળમાં થઈ ગયા હોવાના તથ્યને આથી વિશેષ પુષ્ટિ મળે છે.
કુમુદચન્દ્ર આમ દિગમ્બર સમ્પ્રદાયમાં થઈ ગયા હોવાની સાથે પ્રાચીનને બદલે મધ્યયુગમાં થઈ ગયા છે. તેઓ કયા શતકમાં થઈ ગયા તે વિષે વિચારતાં એમ જણાય છે કે ઈ. સ. ૧૧૨૫ માં સોલંકીરાજ જયસિંહદેવ સિદ્ધરાજની અણહિલ્લ પાટકની રાજસભામાં, બૃહદ્ગીય વાદી દેવસૂરિ સાથે વાદ કરનાર દિગમ્બર મુનિ
ન્દ્ર હોવાનો ઘણો સંભવ છે. પ્રબન્ધો અનુસાર પાટણ જતાં પહેલાં તેઓ કર્ણાવતીમાં કેટલોક કાળ રોકાયેલા. સંભવ છે કે તે સમયે તેમના કલ્યાણમંદિરસ્તોત્રની પ્રતિલિપિઓ થઈ હશે. સૌ પ્રથમ તો તે ગુજરાત-સ્થિત તત્કાલીન દિગમ્બર સમાજમાં પ્રચારમાં આવ્યું હશે અને તે પછી શ્વેતામ્બર ગ્રન્થભંડારોમાં
Jain Education Intemational
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org