SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ કુમુદચન્દ્રાચાર્ય પ્રણીત “ચિકુર દ્વાર્વિશિકા” મધુસૂદન ઢાંકી જિતેન્દ્ર શાહ નિર્ચન્થ-દર્શનના કર્ણાટક-સ્થિત દિગમ્બર સમ્પ્રદાયના, મધ્યકાળે થઈ ગયેલા, આચાર્ય કુમુદચન્દ્રની એક કૃતિથી ઉત્તરની પરમ્પરામાં પ્રભવેલ શ્વેતામ્બર સમ્પ્રદાય પ્રાય: ૮૫૦ વર્ષોથી સુપરિચિત છે : એ છે જિન પાર્શ્વને ઉદ્દેશીને રચાયેલું સુપ્રસિદ્ધ કલ્યાણ મંદિર સ્તોત્રઉપર્યુકત બન્ને પ્રધાન નિર્ચન્થ સમ્પ્રદાયો અને તેના ઉપાસ્નાયોમાં સમાન રૂપે પ્રતિષ્ઠિત આ સ્તોત્રનું સ્થાન માનતુંગાચાર્યના જગતુખ્યાત ભક્તામર સ્તોત્ર પછી તરતનું છે; પરન્તુ તેનાં કૃતિત્વ એવં કાળ સંબંધમાં બન્ને સંપ્રદાયોમાં ભિન્ન મત પ્રવર્તે છે. રાજગચ્છીય પ્રભાચન્દ્રાચાર્યના પ્રભાવકચરિત (ઈ. સ. ૧૨૮)ના કથનના આધારે શ્વેતામ્બર એને સિદ્ધસેન દિવાકરની રચના માને છે, અને એ કારણસર ત્યાં તે ગુપ્તકાલીન હોવાની ધારણા આપોઆપ બની જાય છે. સ્તોત્રના અન્તિમ પદ્યમાં કર્તાએ શ્લિષ્ટરૂપે કમુદચંદ્ર નામ સૂચિત કર્યું છે એ વાતને લક્ષમાં રાખી પ્રભાચન્દ્ર કલ્પી લીધેલું કે સિદ્ધસેનાચાર્યનું દીક્ષા સમયે અપાયેલ અભિધાન કુમુદચન્દ્ર હતું. શ્વેતામ્બર વિદ્વાનોમાં સ્વ. હીરાલાલ રસિકદાસ કાપડિયા” તેમ જ (સ્વ) મુનિવર ન્યાયવિજયાદિ પ્રાય: સમસ્ત મુનિગણને પ્રભાચન્દ્ર-કથિત માન્યતા અભિમત છે. કિન્તુ દિગમ્બર વિદ્વાનો (અને સમસ્ત દિગમ્બર સમાજ) કર્તાને સ્વસંપ્રદાય અંતર્ગત મધ્યયુગમાં થઈ ગયેલા કુમુદચન્દ્રની કૃતિ માને છે . એ જ રીતે શ્વેતામ્બર વિદ્વાનોમાં (સ્વ) પં. સુખલાલજી તથા (સ્વ) પં. બેચરદાસ દોશી", (સ્વ) શ્રેષ્ટિવર અગરચંદ નહાટા એવં જૈનેતર વિદ્વાનોમાં પિનાકિન ત્રિવેદી તેને સિદ્ધસેન દિવાકરની કૃતિ માનતા નથી. અમારો પણ એવો જ અભિપ્રાય છે, જે નીચેનાં કારણો એવં પ્રમાણો પર આધારિત છે : ૧. શ્વેતામ્બર સંપ્રદાયમાં કમદચન્દ્ર અભિધાન ધરાવતા કોઈ જ આચાર્ય વા મનિ થઈ ગયા હોય તેવું અભિલેખો, ગ્રન્થ-પ્રશસ્તિઓ, કે પછી પટ્ટાવલીઓ-ગુર્નાવલીઓમાં પણ કયાંયે સૂચિત નથી : પ્રસ્તુત નામ ત્યાં બિલકુલેય, પરોક્ષ રીતે પણ, જ્ઞાત નથી. બીજી બાજુ દિગમ્બર સપ્રદાયમાં કર્ણાટકના મધ્યકાલીન શિલાલેખોમાં કમદચન્દ્ર નામ ધરાવતા પ્રાય: પાંચેક આચાર્યો યા મુનિઓ વિષે ઉલ્લેખો પ્રાપ્ત છે", ત્યાં પ્રસ્તુત અભિધાન આમ ઠીક પ્રમાણમાં પ્રચલિત હતું. ૨, સ્તોત્રની શૈલી સિદ્ધસેન દિવાકરની સ્તુતિઓથી તદ્દન ભિન્ન પ્રકારની છે. સંરચનાની દષ્ટિએ, અને કયાંક કયાંક ભાવ-વિભાવાદિના અનુલક્ષમાં, એ વિશેષ વિકસિત પણ છે; તેમજ તેમાં અન્યથા અનેક મધ્યકાલીન લક્ષણો સ્પષ્ટ રૂપે વરતાય છે. વિશેષમાં શબ્દોની પસંદગી અને લગાવ, એ જ રીતે ઉપમાઓ, અલંકારાદિના ત્યાં પ્રયોગમાં લેવાયેલ અનેકવિધ પ્રકારો પણ પ્રસ્તુત કૃતિ મધ્યકાલીન હોવાના તર્ક પ્રતિ દોરી જાય છે. ૩. એ અમુકાશે ભક્તામર સ્તોત્ર(પ્રાય ઈસ્વી પ૭પ-૬ર૫)ની અનુકૃતિ જેવું, અને એ જ પ્રમાણે વસન્તતિલકા છન્દમાં નિબદ્ધ છે; પદ્યોની સંખ્યા પણ પ્રકૃત સ્તોત્રની જેટલી–૪૪–જ છે; પણ તેનાં કાવ્યકલા-કક્ષા, સંગ્રથન, અને છન્દોલય સરસ" હોવાં છતાં ભકતામરની તુલનામાં તો નીચલા દરજજાનાં હોવાનું વરતાય છે. તે ભકત્તામર પછી પાંચસોએક વર્ષ બાદ રચાયું હોય તેવું તેની પ્રકૃતિ અને રચના-પદ્ધતિ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. ૪. તેમાં જો કે કેટલાંક પદ્યો સુરમ્ય અને મનોહર જરૂર છે, પરંતુ કેટલાંયે પધોનાં ચરણોનું બંધારણ કિલષ્ટ, અસુષ, આયાસી ભાસે છે; એ તો કાવ્યના પ્રવાહમાં રુકાવટ ઊભી કરે છે''. Jain Education Intemational For Private & Personal Use Only International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy