SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ નીલાંજના એસ. Nirgrantha સામર્થ્યનું પારખું લેવા, પોતે ગંગાનદીને પાર કર્યા બાદ હોડી છુપાવી દીધી. તે વખતે રોષે ભરાઈને કૃષ્ણે કહ્યું કે મેં બે લાખ યોજન પ્રમાણ લવણસમુદ્ર ઓળંગ્યો, પદ્મનાભને નસાડ્યો, અમરકંકાને ભાંગી, દ્રૌપદીને પાછી લાવ્યો, છતાં મારું સામર્થ્ય જાણ્યું નથી, તો હવે જાણશો.' આમ કહી કૃષ્ણે તેમના રથ ભાંગી તેમને દેશનિકાલ કર્યાપપ. ઉચૂમાં પછી આ પ્રસંગની વધારે વિગત મળે છે કે અંતકાળે કૃષ્ણે જરાકુમાર સાથે પાંડવોને સંદેશો મોકલી, તેમને દેશનિકાલ કર્યા બદલ માફી માગી હતી. પ્રકીર્ણકદશકમાં આગળની વિગત મળે છે કે જરાકુમાર પાસેથી કૃષ્ણના કાળ કર્યાના સમાચાર સાંભળી, પાંડવોને સંવેગ થયો અને તેમણે પ્રવ્રજ્યા લીધી અને તે અરિષ્ટનેમિને દર્શને જતા હતા, ત્યાં રસ્તામાં સાંભળ્યું કે અરિષ્ટનેમિ નિર્વાણ પામ્યા છે, તેથી તેઓ શત્રુંજય પર્વત પર સંલેખના કરી કાળધર્મને પામ્યા. પૌરાણિક પરંપરા પ્રમાણે કૃષ્ણના પરમધામમાં ગયાની વાત સાંભળી, પાંડવો પરીક્ષિતને રાજ્ય સોંપી ઉત્તર તરફ ગયા અને હિમાલયમાં એમના દેહ પડ્યા પછી તે બધા સ્વર્ગમાં ગયાપ. કૃષ્ણ અને અરિષ્ટનેમિ : જૈન આગમોમાં કૃષ્ણ અને અરિષ્ટનેમિને સમકાલીન દર્શાવ્યા છે, એટલું જ નહીં પણ તે બંનેની કર્મભૂમિ દ્વારકા હોવાને કારણે તે બન્નેનું ઘણા પ્રસંગોએ મિલન થતું દર્શાવ્યું છે. વસુદેવહિંડીમાં દર્શાવ્યા પ્રમાણે, કૃષ્ણના પિતા વસુદેવ તથા અરિષ્ટનેમિના પિતા સમુદ્રવિજય બંને અંધકવૃષ્ણિના પુત્રો હતા, તેથી કૃષ્ણ અરિષ્ટનેમિના પિતરાઈ ભાઈ થયા. પૌરાણિક પરંપરા પ્રમાણે, અરિષ્ટનેમિના પિતા ચિત્રક તથા કૃષ્ણના પિતા વાસુદેવ બંને વૃષ્ણિના વંશમાં આઠમી પેઢીએ થયા હતા, તેથી કૃષ્ણ અને અરિષ્ટનેમિ દૂરના પિતરાઈ ભાઈ થાય. જૈન આગમો પ્રમાણે કૃષ્ણે જ અરિષ્ટનેમિ માટે રાજીમતીનું માગું તેના પિતા પાસે કર્યું હતું. કૃષ્ણ અરિષ્ટનેમિને વંદન કરવા અને તેમનો ધર્મોપદેશ સાંભળવા વારંવાર જતા હતા. દ્વારકાના નાશ તથા પોતાના અવસાન વિશેનું ભવિષ્ય કૃષ્ણે અરિષ્ટનેમિ પાસેથી જ જાણ્યું હતું. કૃષ્ણ અને અરિષ્ટનેમિને લગતો અને પ્રાચીન આગમગ્રંથોમાં ન મળતો, એક પ્રસંગ ઉત્તરાધ્યયન પરની નેમિચંદ્રસૂરિની વૃત્તિ ઉસ્નેમાં નોંધાયેલ છે. અરિષ્ટનેમિએ એક વાર કૃષ્ણની આયુધશાળામાં જઈને, તેમનો શંખ ફૂંક્યો અને તેમના ધનુષ્યની પણછ ચડાવી. આ બધું સાંભળીને કૃષ્ણ ગભરાયા કે આ મારો હરીફ જાગ્યો છે અને તે મારું રાજ્ય લઈ લેશે, ત્યારે બલદેવે તેમને કહ્યું કે અરિષ્ટનેમિ તો પ્રવ્રજ્યા લેવાના છે, માટે તમે ગભરાશો નહીં. કૃષ્ણની પટરાણીઓ અરિષ્ટનેમિને સંસારમાં પલોટવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે, તેનું, તેમજ તેમના વિવાહનું અને તેમની પ્રવ્રજ્યાનું વિગતવાર નિરૂપણ પણ આ ગ્રંથમાં મળે છે. જૈન આગમોમાં અરિષ્ટનેમિના વિવાહ પ્રસંગનો ઉત્તરાધ્યયનસૂત્રમાં મળતો ઉલ્લેખ પ્રાચીન અને વધારે શ્રદ્ધેય ગણાય. આ ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે, અરિષ્ટનેમિનું નિર્વાણ તથા કૃષ્ણનું મૃત્યુ બંને નજીકના સમયમાં થયાં લાગે છે, કારણ કે ઉત્સૂને તથા ‘પ્રકીર્ણકદશક'માં જણાવ્યા પ્રમાણે કૃષ્ણના અવસાન વિશે સાંભળી સંવેગ પામી પાંડવો અરિષ્ટનેમિને વંદન કરવા સૌરાષ્ટ્રમાં આવે છે, ત્યાં ખબર પડે છે કે તે ઉજ્જયંત પર્વત પર નિર્વાણ પામ્યા છે”. કૃષ્ણના ભાઈ ગજસુકુમારે, રુક્મિણી વગેરે તેમની રાણીઓએ, પ્રદ્યુમ્ન, સાંબ, ઢંઢ વગેરે તેમના પુત્રોએ અને સ્થાપત્યાપુત્ર જેવા કેટલાક નાગરિકોએ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી હતી. તેમના રાજ્યમાં જે કોઈ દીક્ષા લે, તેને તે માટે સંમતિ આપી, કૃષ્ણ તેનો દીક્ષામહોત્સવ ઊજવતા હતા અને તેના કુટુંબના Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy