SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. I - 1996 જૈન આગમોમાં કૃષ્ણ અને દ્વારકા નિર્વાહની જવાબદારી ઉપાડતા હતા. આમ જૈન પરંપરા પ્રમાણે કૃષ્ણ અને અરિષ્ટનેમિ વચ્ચે ઘનિષ્ઠ સંપર્ક હતો, જ્યારે પૌરાણિક પરંપરામાં એ બાબત કંઈ ઉલ્લેખ નથી. કૃષ્ણનો પસ્તાવો : અંદ, સ્થાસૂઅ, તથા ઉસ્નેમાં એવો ઉલ્લેખ મળે છે કે જ્યારે અરિષ્ટનેમિએ દ્વારકાના નાશની તથા કૃષ્ણના મૃત્યુની આગાહી કરી, ત્યારે કૃષ્ણ પસ્તાવો કરે છે કે હું અધન્ય છું કે કામોપભોગમાં જ ફસાયેલો રહ્યો છું, ત્યારે હું પણ દીક્ષા કેમ ન લઈ લઉં? તે વખતે અરિષ્ટનેમિ આશ્વાસન આપે છે કે વાસુદેવ કૃષ્ણ પોતાની હિરણ્ય આદિ સંપત્તિને છોડીને પ્રવ્રજિત થાય તે શક્ય નથી, કારણ કે વાસુદેવ પૂર્વજન્મમાં નિયાણું કરવાવાળા થયા છે. વધારામાં ઉસ્નેમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે અંતકાળે પણ કૃષ્ણ પશ્ચાત્તાપ કર્યો છે કે ‘મહું પુખ કુવલ્લમા યતવવરણો મારિ | પ્રવ્યામાં મૈથુન સેવનાર અબ્રહ્મચારી કૃષ્ણ વાસુદેવ મરણધર્મને પામે છે તે વાત દર્શાવી છે, તો પ્રકીર્ણકદશકમાં બાંધવોને છોડીને જીવને એકલા જવું પડે છે. તે બાબતના અનુસંધાનમાં, કૃષ્ણનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. કૃષ્ણનું મૃત્યુ : જૈન આગમો પ્રમાણે કૃષ્ણનું મૃત્યુ કૌસુંબારણ્યમાં જરાકુમારના બાણ વડે વીંધાવાથી થયું હતું. તેમના મૃત્યુ વિશેની આગાહી તથા તેના કૃષ્ણ પર પડેલા પ્રત્યાઘાતનો નિર્દેશ અંદર (પૃ. ૧૫) અને “સ્થા સૂઅ.' (પૃ. ૪૩૩)માં વિગતે મળે છે, પણ તેમના વિશેની વિસ્તૃત માહિતી માટે તો ઉસૂત્રને પર જ આધાર રાખવો પડે છે. તેમાં મળતી વિગત નીચે પ્રમાણે છે : કૃષ્ણ અને બલદેવ, દ્વારકાના નાશથી વ્યથિત થઈ પાંડવો પાસે દક્ષિણ મથુરા જવા નીકળ્યા. દ્વારકાથી નીકળી, તેઓ હસ્તિકલ્પ (હસ્તવપ્ર=હાથબ) નગરમાં આવ્યા. તે નગરના રાજા અચ્છદંતને હરાવી, દક્ષિણ તરફ જતાં કૌસુંબારણ્યમાં પહોંચ્યા. ત્યાં કૃષ્ણને તરસ લાગતાં બલદેવ પાણી લેવા ગયા અને કૃષ્ણ કૌશય વસ્ત્ર ઓઢી સૂતા હતા. દરમ્યાન જરાકુમારે તેમને મૃગ ધારી, ગ ઉપર બાણ માર્યું અને તેમના મૃત્યુનું નિમિત્ત બન્યા. તે પછી કૃષ્ણ પરમેષ્ઠીમંત્ર જપતો મૃત્યુ પામ્યા. આ જ વિગત ચઉપ્પનમહાપરિસચરિયમાં મળે છે.. આ વૃત્તાંત મહાભારત કરતાં સાવ જુદો છે. તેમાં કૌરવોના મૃત્યુથી દુઃખી થઈ ગાંધારીએ કૃષ્ણને શાપ આપ્યો હતો કે ૩૬ વર્ષ પછી તમે દુષ્ટ ઉપાયથી મરશો ને યાદવકુલનો નાશ થશે. કૃષ્ણ જરા નામના પારધી વડે પગમાં વીંધાયા, કારણ કે દુર્વાસાએ આપેલું પાયસ તે પાદતલમાં લગાડવાનું ભૂલી ગયા હતા. જ્યારે જરાએ એમને વીંધ્યા, ત્યારે તેમને આ યાદ આવ્યું. વળી મહાભારત પ્રમાણે બલરામનું અવસાન પહેલાં થાય છે અને પછી કૃષ્ણનું મૃત્યુ થાય છે. મહાભારતમાં તેમના મૃત્યુના સ્થળ તરીકે દ્વારકા પાસેનું અરણ્ય દર્શાવ્યું છે. કૃષ્ણ વાસુદેવની ગતિ : કૃષ્ણ વાસુદૈવે નિદાન કર્યું હોવાથી, તેમને જૈન આગમોમાં અધોગામી એટલે કે નરકગામી દર્શાવ્યા છે. આ નિમાં પણ કહ્યું છે કે કૃષ્ણ માટે પ્રવ્રજ્યાના અભાવને લીધે મુક્તિ પર્યાય નથી. આ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે નવમા કૃષ્ણ વાસુદેવ કાળ કરીને વાલુકાપ્રભા નામના ત્રીજા નરકમાં ઉત્પન્ન થશે. તે તૃતીય નરકથી નીકળીને જંબુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રના પંડ દેશના શતદ્વારનગરમાં આવતી ઉત્સર્પિણીમાં અમ ઉત્સર્પિણીમાં અમમ નામના ૧૨મા તીર્થંકર તરીકે જન્મશે, જ્યાં કેવળપર્યાયનું પાલન કરીને સિદ્ધપદને મેળવશે ૧. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy