SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ vol. II. 1996 જૈન આગમોમાં કૃષ્ણ અને દ્વારકા અંદમાં તેમની મુખ્ય આઠ પત્નીઓનાં નામ નીચે પ્રમાણે મળે છે : પદ્માવતી, ગૌરી, ગાંધારી લક્ષ્મણા, સુસીમા, જાંબવતી, સત્યભામા, અને રુક્મિણી. આ ગ્રંથમાં પદ્માવતીને મુખ્ય રાણી તરીકે જણાવી છે અને પદ્માવતી તેમજ ગૌરીની પ્રવ્રજ્યા નિરૂપી છે જ્ઞાધ, વૃદ, અને ઉર્નેમાં રુક્મિણીને મુખ્ય કહી છે. પ્રવ્યામાં મૈથુનમૂલ સંગ્રામો જે સ્ત્રીઓને નિમિત્તે થયા, તેમની યાદીમાં રુક્મિણીનું નામ છે, પ્રાચીન જૈનગ્રંથોમાં રુક્મિણી અને જાંબવતી સિવાય બાકીની રાણીઓનો ભાગ્યે જ ઉલ્લેખ મળે છે. હેમચન્દ્રના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત(પ્રાયઃ ઈસ્વી ૧૧૬૬)માં ગાંધારી વિશેનો એવો ઉલ્લેખ મળે છે કે તે ગાંધારના નગ્નજિત રાજાની પુત્રી હતી. હરિવંશમાં (અ) ૮૭-૮૮)૫૦ કૃષ્ણની આઠ રાણીઓ આમ ગણાવી છે : રુક્મિણી, જામ્બવતી, સત્યભામા, કાલિન્દી મિત્રવિંદા, સત્યા નાગ્નજિતી, સુશીલા માદ્રી, લક્ષ્મણ અને સુદત્તા શૈલ્યા. એમાં પણ સત્યા નાગ્નજિતીને ગાંધારી કહી છે. (અ. ૯૩) અંદમાં ઉલ્લેખ મળે છે કે રુક્મિણીનો પુત્ર પ્રદ્યુમ્ન હતો. પ્રદ્યુમ્નને સાડા ત્રણ કરોડ કુમારોમાં મુખ્ય કહ્યો છે. જાંબવતીના પુત્ર સાંબની છાપ, અહીં પણ તોફાની યુવાન તરીકેની ઊઠે છે. દ્વારવતીના ધનદેવ સાથે જેની સગાઈ થઈ હતી, એવી કમલામેલા પ્રત્યે નિષધનો પુત્ર સાગરચંદ્ર આકર્ષાયો, ત્યારે તેનું કમલામેલા સાથે મિલન કરાવવામાં સાંબનો ફાળો હતો. આ ચૂટમાં સાંબ એક આભીર સુંદરી પર મોહિત થયો અને પછી એ પોતાની માતા હોવાનું માલુમ પડ્યું, ત્યારે તે ખૂબ ભોંઠો પડ્યો, તે પ્રસંગ નિરૂપાયો છે. પૌરાણિક પરંપરા પ્રમાણે પણ રુક્મિણીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન છે અને તેના પુત્રનું નામ અનિરુદ્ધ છે એમ હરિવંશના અo ૯૮માં મળે છે. તે પરંપરા પ્રમાણે જામ્બવતીનો પુત્ર સાંબ દ્વારકાના નાશ સાથે સીધો સંકળાયો છે, કારણ કે સાંબ વગેરે યાદવકુમારોએ પેટ પર મુસલ બાંધી, સગર્ભા સ્ત્રીનો દેખાવ કરીને બ્રહ્મર્ષિઓની મશ્કરી કરી, તેથી તેમણે દ્વારકાના નાશનો શાપ આપ્યો. જૈન આગમોમાં, ખાસ કરીને ઉચૂમાં કૃષ્ણને ઢંઢણા રાણીથી થયેલા ઢંઢ નામનો પુત્ર હતો એવો ઉલ્લેખ પણ મળે છે. આ ઢંઢે અરિષ્ટનેમિ પાસે પ્રવ્રજયા લીધી હતી. તેમણે વ્રત લીધું હતું કે પોતાની લબ્ધિથી મળે તે આહાર લેવો. એક વાર કૃષ્ણ તેમને રસ્તામાં વંદન કર્યો, તેથી એક શ્રેષ્ઠીએ તેમને પ્રભાવશાળી મુનિ માનીને લાડુ આપ્યા. ઢંઢ તેને પોતાની લબ્ધિથી મળેલો લાભ સમજ્યા, પણ અરિષ્ટનેમિએ તેમને સાચી સમજ પાડી યોગ્ય માર્ગે વાળ્યા.' કૃષ્ણ અને પાંડવો : પૌરાણિક પરંપરાની જેમ જૈન અનુશ્રુતિમાં પણ પાંડવો કૃષ્ણને ફોઈના પુત્રો તરીકે સગા થતા હતા, અને મિત્રો તો હતા જ. આ સગાઈને લીધે જ કુન્તી, દ્રૌપદીના અપહરણ વખતે અને પાંડવોને દેશનિકાલ કર્યા ત્યારે, કૃષ્ણની મદદ માગે છે. પૌરાણિક પરંપરાની જેમ જૈન ગ્રંથોમાં પણ કૃષ્ણ અને પાંડવોની મૈત્રી દ્રૌપદીસ્વયંવરથી શરૂ થઈ લાગે છે, કારણ કે એમની મૈત્રી દર્શાવતા બેત્રણ પ્રસંગો તે પછીના છે. જૈન પરંપરા પ્રમાણે કૃષ્ણ દ્રૌપદીના સ્વયંવરમાં ઠાઠમાઠ સાથે ગયા હતા અને લગ્ન બાદ પાંડુરાજાને ત્યાં હસ્તિનાપુર પણ ગયા હતા જ્યાં તેમનું સારું સ્વાગત થયું હતું. મહાભારત પ્રમાણે (૧.૯૦.૭૫) પાંડુરાજાના મૃત્યુ પછી દ્રૌપદીનો સ્વયંવર થયો હતો. શાકધમાં એક એવો પ્રસંગ નિરૂપાયો છે કે જેમાં પાંડવોએ કૃષ્ણનું પારખું લેવાનો પ્રયત્ન કર્યો હતો. કૃષ્ણ દ્રૌપદીના અપહરણ પ્રસંગે અમરકંકા ગયા હતા. ત્યાંથી તે પાછા ફરતા હતા, ત્યારે પાંડવોએ કૃષ્ણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy