SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ નીલાંજના એસ. Nirgrantha બદલે “પધરાજ', જ્યારે “કલ્પસૂત્ર'ના બીજા ટીકાકાર શાંતિસાગરે (૧૭-૧૮મી સદી) ‘પદ્મોત્તર' નામ આપ્યું છે. મહાભારત(૨.૨૫૨.૨૫૫)માં જયદ્રથે કરેલા દ્રૌપદીના અપહરણનો પ્રસંગ મળે છે, પણ તેમાં કૃષ્ણનો ક્યાંય ઉલ્લેખ નથી. કૃષ્ણ સમુદ્ર પાસેથી માર્ગ મેળવી ઉત્તરકર ગયા, ત્યાં સાત પર્વતો પાસેથીયે માર્ગ મેળવ્યો ને તમસનેય ભેદી બ્રાહ્મણના મૃત પુત્રો લઈ આવેલા, તેમના હરિવંશ(અ. ૧૦૧-૧૦૩)માં વર્ણવેલા તે પરાક્રમને જૈન આગમોમાં આપેલા લવણસમુદ્ર ઓળંગવાના પરાક્રમ સાથે સરખાવી શકાય. કૃષ્ણ દ્વારકાના રાજા તરીકે : જૈન અનુશ્રુતિ પ્રમાણે કૃષ્ણ દ્વારકાના રાજા હતા. કૃષ્ણ વાસુદેવ સમુદ્રવિજય પ્રમુખ દશ દશાર્ડોના, બલદેવપ્રમુખ પાંચ મહાવીરોના, ઉગ્રસેન પ્રમુખ સોળ હજાર રાજાઓના, પ્રદ્યુમ્નપ્રમુખ સાડા ત્રણ કરોડ કુમારોના, સાંબપ્રમુખ છ હજાર દુર્દાન્ત શૂરવીરોના, વીરસેનાપ્રમુખ ૨૧ હજાર વીરોના, મહાસેનપ્રમુખ ૫૬ હજાર બળવાનોના, રુક્મિણીપ્રમુખ ૧૬ હજાર દેવીઓના તથા અનંગસેનાપ્રમુખ અનેક હજાર ગણિકાઓના ઉપર તથા વૈતાઢ્યગિરિ અને સાગરથી મર્યાદિત અર્ધભરત ઉપર આધિપત્ય ભોગવતા હતા. જ્ઞા ધમાં દ્રૌપદી સ્વયંવર પ્રસંગે ભેગા થયેલા સમસ્ત રાજાઓનો નિર્દેશ “કૃષ્ણપ્રમુખ રાજાઓ” એ રીતે કરવામાં આવ્યો છે : અને કાંપિલ્યનગરના દ્રુપદ રાજાએ તથા હસ્તિનાપુરના પાંડુરાજાએ કૃષ્ણનો ખૂબ આદરસત્કાર કર્યો હતો તે દર્શાવે છે કે સમકાલીન રાજાઓમાં તે આદરણીય ગણાતા હતા. તેમનો પ્રભાવ એટલો બધો હતો કે તેમના પ્રતિશત્રુઓ તેમને મારવા ચક્ર મોકલે, તે ચક્ર કૃષ્ણને પગે લાગીને પાછાં પ્રતિશત્રુઓને જ હણતાં હતાં?". પૌરાણિક પરંપરામાં કૃષ્ણ અને નારદનો ઘનિષ્ઠ સંબંધ દર્શાવાયો છે (હરિવંશ, અ. ૯૭-૧OO). આ જ રીતે જૈન પરંપરામાં પણ કૃષ્ણ અને નારદને વારંવાર મળતા દર્શાવાયા છે. નારદ દ્વારકામાં ઘણી વાર આવતા હતા. કૃષ્ણ એક વાર નારદને શૌચ એટલે શું એમ પૂછ્યું તો તેમણે સીમંધરસ્વામીને પૂછી આવીને કહ્યું કે સત્ય એ શૌચ છે. ફરી કૃષ્ણ એમને સત્ય વિશે પૂછતાં, તે વિચારવા માંડ્યા, તેમ કરતાં તેમને જાતિસ્મરણ થયું અને તે સંબુદ્ધ થયા. મહાભારતમાં મળતા નિર્દેશ પ્રમાણે કૃષ્ણ કદી રાજા બન્યા નથી. સભાપર્વમાં, રાજસૂય યજ્ઞ પ્રસંગે, જ્યારે શ્રીકૃષ્ણનું શ્રેષ્ઠપુરુષ તરીકે પ્રથમ પૂજન કરવાનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે શિશુપાલે આ જ મુદ્દા પર વાંધો ઉઠાવ્યો હતો, કે તે રાજા નથી. પૌરાણિક પરંપરા પ્રમાણે તેમણે રાજયની લાલસા કદી રાખી ન હતી. (હરિવંશ અ૭૮) તેમ છતાં તે રાજાઓના ઉપરી બનશે તેવી અકુરની આગાહી તેમણે સાચી પાડી. (હરિવંશ અ ૬૮ શ્લોક ૩૧). જૈન આગમોમાં વસુદેવ, કૃષ્ણ આદિ બધાંને રાજા કહેવામાં આવે છે, તેથી લાગે છે કે તે વખતે દ્વારકામાં ગણતંત્ર પ્રકારનું શાસન હશે અને બધા ગણસભ્ય રાજા કહેવાતા હશે. જેમ ગૌતમના પિતા શુદ્ધોદન અને મહાવીરના પિતા સિદ્ધાર્થ માટે ગણમુખ્યના અર્થમાં “રાજા' શબ્દ વપરાયો છે, તેમ કૃષ્ણને એ જ અર્થમાં રાજા કહ્યા લાગે છે. જો આમ હોય તો જૈન અનુશ્રુતિ પૌરાણિક અનુશ્રુતિની નજીક આવે છે. કૃષ્ણની પટરાણીઓ અને પુત્રો : શ્રીકૃષ્ણને ૧૬ હજાર રાણીઓ હતી એવો ઉલ્લેખ જૈન આગમોમાં પણ મળે છે. તેમાં કૃષ્ણ આ સમૂહને શા માટે પરણ્યા, તેનો નિર્દેશ નથી. મહાભારત અને હરિવંશ વગેરે (અ. ૯૪)માં જણાવ્યા પ્રમાણે કૃષ્ણ નરકાસુરનો વધ કરી, તેના કારાગારમાંથી મુક્ત થયેલી આ કન્યાઓને પરણ્યા”. Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy