SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II - 1996 જૈન આગમોમાં કૃષ્ણ અને દ્વારકા એક વૃદ્ધ માણસને ઈટો ઉપાડવામાં મદદ કરી હતી. પાંડવોની મદદે જઈને, તેમણે પદ્મનાભને નસાડી, દ્રૌપદીને અમરકંકામાંથી પાછી આપી હતી. આ જ રીતે પોતાને મારનાર જરાકુમારને અંતકાળે પણ કૃષ્ણ કહ્યું કે બલદેવ આવે તે પહેલાં તમે જતા રહો, નહીં તો બલદેવ તમને મારી નાખશે. આ પ્રસંગે તેમની અપાર કરુણાપ્રધાન પ્રકૃતિનો ખ્યાલ આપે છે. વળી જરાકુમાર જોડે કૃષ્ણ પાંડવોને કૃષ્ણ સંદેશો આપે છે કે મેં તમને દેશનિકાલ કર્યાના મારા અપરાધને માફ કરજો ૭. પ્રકીર્ણકદશક (પ્રાદ) અને ઉત્તરાધ્યયનચુર્ણિ(ઉચૂ)(પ્રાયઃ ઈસ્વી ૬૭૫-૭૦૦)માં દર્શાવ્યું છે કે કૃષ્ણ ક્રોધને પણ જીત્યો હતો. જૈન આગમોમાં પ્રસિદ્ધ ચંદનકંથાની કથામાં એવો ઉલ્લેખ છે કે ઇન્દ્રદેવે પણ કૃષ્ણનાં વખાણ કર્યા કે તે કોઈના અવગુણ ગ્રહણ કરતા નથી અને નીચ કર્મ કરતા નથી. કૃષ્ણના ગુણોની કસોટી કરવા એક દેવે તેમના રસ્તામાં એક શ્વાનનો વિકૃત અને દુર્ગધ મારતો મૃતદેહ મૂક્યો, તો કૃષ્ણ તેના મોતી જેવા દાંતની પ્રશંસા કરી. ઉપર્યુક્ત પ્રસંગો તેમના ઉદાત્ત ગુણોની ખાતરી કરાવે છે. પૌરાણિક પરંપરામાં કૃષ્ણના આવા સગુણો અને તે સદ્ગુણોને દર્શાવતા પ્રસંગો અનેક ગ્રંથોમાં નિરૂપાયા છે, પણ ખાસ કરીને, મહાભારતના “સભાપર્વ”માં, જ્યાં કૃષ્ણનું આખું વ્યક્તિત્વ કસોટીએ ચડ્યું છે, ત્યાં શિશુપાલને પડકારતાં, ભીખે વર્ણવેલા સદ્દગુણો ખાસ નોંધપાત્ર છે. કૃષ્ણનાં પરાક્રમો : મહાભારત, હરિવંશ, અને પુરાણોમાં, શ્રીકૃષ્ણનાં વ્રજમાં કરેલાં અદ્ભુત પરાક્રમો, મથુરામાં કરેલાં ચાણૂરમર્દન, કંસવધ વગેરે અનેક પરાક્રમો અને દ્વારકામાં વસ્યા બાદ કરેલાં રુક્મિણીહરણ, નરકાસુરવધ, બાણાસુરપરાભવ, શિશુપાલવધ વગેરે પરાક્રમોનો વિગતે ઉલ્લેખ મળે છે : પરંતુ આ પરાક્રમોમાંથી ઘણાં ઓછાંનો નિર્દેશ જૈન આગમોમાં મળે છે. પ્રવ્યામાં કૃષ્ણનાં નીચેનાં પરાક્રમોનો ઉલ્લેખ મળે છે. ચાણૂર અને અરિષ્ટનું મર્દન, કેશિવધ, નાગદમન, યમલાર્જુનભંજન, શકુનિ અને પૂતનાનું મર્દન, કંસનો મુકુટભંગ, અને જરાસંધના માનનું મથન. અહીં કંસનો મુકુટ ખેંચીને, નીચે પાડી, તેનો વધ કર્યો, તે પ્રસંગનું સૂચન ગણી શકાય. બાકી પ્રાચીન જૈન ગ્રંથોમાં કણે કરેલા કંસવધનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. કંસના પરાભવ પછી મથુરાક્ષેત્રને ભયજનક સમજી દશાર્ણવર્ગ મથુરા છોડીને તારવતી ગયો, એટલો જ દશવૈકાલિકસૂત્ર પરની હારિભદ્રીયા વૃત્તિ(પ્રાયઃ ઈસ્વી ૭૫૦)માં ઉલ્લેખ છે. આમ કૃષ્ણના પૂર્વચરિતમાંનાં કેટલાંક પરાક્રમોનો ઉલ્લેખ અને ઉત્તરચરિતમાંના માત્ર રુક્મિણીહરણનો ઉલ્લેખ જૈન આગમોમાં મળે છે. કૃષ્ણ કરેલા રુક્મિણીહરણના પરાક્રમનો નિર્દેશ પ્રવ્યામાં મૈથુનમૂલસંગ્રામોની યાદીના સંદર્ભમાં થયો છે. પ્રવ્યાના વૃત્તિકાર જ્ઞાનવિમલે કૃષ્ણ રુક્મિણીહરણ કેવી રીતે કર્યું, તેની તથા તેમને તેના ભાઈ તથા શિશુપાલ જોડે થયેલા સંગ્રામની મુખ્ય વિગતો આપી છે. પૌરાણિક પરંપરામાં રુક્મિણીહરણનું વિગતવાર નિરૂપણ હરિવંશના ૮૭ અને ૮૮ અધ્યાયમાં વિગતે થયું છે. જ્ઞાધ અને અન્ય આગમોમાં કૃષ્ણ દ્રૌપદીના અપહરણ પ્રસંગે જે પરાક્રમો કરીને તેને પાછી લાવ્યા તે વૃત્તાંત વિગતે નિરૂપાયો છે. પાંડવપત્ની દ્રૌપદીએ નારદને મિથ્યાષ્ટિ માની તેમનો સત્કાર ન કર્યો તેથી તેમણે અમરકંકાના રાજા પદ્મનાભને તેનું અપહરણ કરવા પ્રેર્યો. પાંડવોએ આ પ્રસંગે કૃષ્ણની સહાય માગતાં તેમણે સુસ્થિત દેવની આરાધના કરીને બે લાખ યોજન પ્રમાણ લવણ સમુદ્રને ઓળંગ્યો, અને નરસિંહનું રૂપ વિકર્વીને અમરકંકા નગરીને ભાંગી પદ્મનાભને નસાડ્યો અને દ્રૌપદીને પાછી લઈ આવ્યા. સ્થાનાંગસુત્રના ટીકાકાર અભયદેવે (ઈસ્વી ૧૦૬૨) અને કલ્પસૂત્રના ટીકાકાર ધર્મસાગરે (૧૬મી-૧૭મી સદી) “પદ્મનાભ'ને Jain Education Intemational Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy