SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Vol.I1995 સાહિત્ય અને શિલ્પમાં... ૧૦૭ गुरु गुरुवलि वंदिय ओ जिणदत्तसूरि गणहार संभव अजिय जुहारिय ओ वासपूज्य फलसार ઉતરવસહી મનદર માનતું અવતાર ...૨૦ - श्री तीर्थ चैत्त परिपाटी અને खरतरभुवणि सिरि आदि जिणेसरं, कल्याणत्रयी जाईय ; बावन्न देहरा पवर बिंबावली, अष्टापदि मन मोहीय ओ. ३ - श्री तीर्थ चैत्त परिवाडी તદતિરિકત જેસલમેરની ખરતરવસહી, જે સં. ૧૪૯૯ / ઈ. સ. ૧૪૧૩ આસપાસ બનેલી, તેમાં સં. ૧૪૯૫ | ૧૪૩૯ સુધીના સિલસિલાબંધ લેખો મળે છે, ત્યાં “કલ્યાણત્રય'ની રચનાની નોંધ લીધી છે જે મહત્ત્વની હોઈ અહીં તેની ચર્ચા કરીશું : ૫. અંબાલાલ શાહ અનુસાર “અહીં એક પીળા પાષાણનું સ્તૂપાકૃતિનું સુંદર સમવસરણ સં. ૧૫૧૮ના લેખવાનું છે. મધ્યમાં ઉપરાઉપરી ત્રણ ચૌમુખજી અને એક મોટી પાદુકા વિરાજમાન છે.” પણ મૂળ લેખમાં આ રચનાને ‘કલ્યાણત્રય' કહી છે : યથા :૨૫ (१) विक्रम संवत् १५१८ वर्षे श्री जेसलमेर महादुर्गे राउल श्रीचाचिगदेव विजयि राज्ये ऊकेश वंशे चोपडा गोत्रे सा० हेमा पुत्र पूना तत्पुत्र दीता तत्पुत्र पांचा तत्पुत्र सं० सिवराज सं० महिराज सं० लोला तद बांधवेन सं० (२) सुहवदे सूत्र सं० थिरा सं० महिराज भार्या महिगलदे पुत्र सहसा साजण सं० लोला भार्या लीलादे पुत्र सं० सहजपाल रत्नपाल सं० लाखण भार्या लखमादे पुत्र सिखरा समरा माला मोढा सोढा कउंरा पौत्र ऊधा श्रीवत्स सारंग सद्धा श्रीकरणं ऊगमसी सदारंग भारमल्ल सालिग सुरजन मंडलिक पारस प्रमुख परिवार सहितेन वा० कमलराज गणिवराणां सदुपदेशेन मातृरूपी पुण्यार्थं श्रीकल्याणत्रय । (३) श्री सुमति बिंबानि कारितानि प्रतिष्ठितानि श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरि पट्टालंकार श्री जिनचन्द्रसूरिभिः वा० कमलराज गणिवराणां शिष्य वा० उतमलाभ गणि प्रणमति । પ્રસ્તુત રચના અહીં ચિત્ર ૪ માં રજૂ કરી છે. તે સં. ૧૫૧૮ | ઈસ. ૧૪૬રની હોવાની લેખથી નિશ્ચિત છે. ‘કલ્યાણત્રય'ની રચના અર્થપૂર્ણ હોવા ઉપરાંત તેની વિભાવના અને અભિવ્યકિત મનોહારી અને પ્રભાવક હોઈ શકે છે, તે તથ્ય આબુના દષ્ટાંત પરથી અને કુંભારિયાના ફલકાકાર ખંડ પરથી કળી શકાય છે. આ વિષયની પ્રતીક-રચના કરવાનો પ્રારંભ કયારે થયો હશે ? વસ્તુપાલ-તેજપાલના સમય પૂર્વે તે થતી હોવાનો કોઈ ગ્રન્થ કે અભિલેખનો આધાર મને હજી સુધી મળ્યો નથી. જિન નેમિનાથના ગિરનાર પર થયેલા ત્રણ કલ્યાણકોની વાત તો આગમભાષિત હોઈ, પુરાતનકાળથી જાણીતી હતી. વિતગિરીશ્વર યાદવ નેમિનાથનું ત્યાં તીર્થસ્થાન પણ ઠીક ઠીક પ્રાચીન કાળથી અસ્તિત્વમાં હોવાના અલ્પ પણ નકારી ન શકાય તેવા નિર્દેશો છે* : પણ જિનના ‘કલ્યાણત્રય' જેવી કેવળ વૈભાવિક. અમૂર્ત પરિકલ્પનાને સંપૂર્ત કરવાનો પ્રથમ જ વાર, અને એથી મૌલિક વિચાર તો કદાચ મંત્રી તેજપાળને અને એમની શિલ્પી-થેણીને આવ્યો હોય તેવો તર્ક કરી શકાય. અન્ય વિશેષ પ્રાચીન પ્રમાણો લભ્ય ન બને ત્યાં સુધી તો એ યશ મંત્રીવર્ય તેજપાળને આપીએ તો ખોટું નથી! Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy