SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ મધુસૂદન ઢાંકી Nirgrantha પરિશિષ્ટ ગિરનાર પરનું કલ્યાણત્રય” ચૈત્ય તેજપાળ મંત્રીએ કરાવ્યાનાં સમકાલિક તેમ જ સમીપકાલિક લેખકોનાં પ્રમાણો ઉપર જોઈ ગયા છીએ; પણ બે અન્ય લેખકો એવા છે કે તેઓ પ્રસ્તુત ચૈત્યના નિર્માણનો યશ સચિવેશ્વર વસ્તુપાલને અર્પે છે. તેમાં એક તો છે “કલ્પપ્રદીપ” કિંવા “વિવિધ તીર્થકલ્પ'ના રચયિતા આચાર્ય જિનપ્રભસૂરિ. એમના સંસ્કૃતમાં રચાયેલ “શ્રી ઉજજયન્તસ્તવ''માં સંબંધકર્તા પદ્ય નિમ્નાનુસારી છે : अत अवात्र कल्याणत्रय-मन्दिरमादधे श्रीवस्तुपालोमन्त्रीश - श्चमतत्कारित भव्यहृत् ॥६॥ - વિ૦ તા. ૦, પૃ. ૭ (જિનપ્રભસૂરિએ તો ત્યાં “વસ્તુપાલવિહોર''માં રહેલ “અષ્ટાપદ"ની સામેની “સમેતશિખર'ની રચનાને “નન્દીશ્વરદ્વીપ” માનવાની પણ ભૂલ કરી છે”.) બીજે ગિરનાર સંબંધી ઉલ્લેખ પીપ્પલગચ્છીય હીરાણંદસૂરિના વસ્તુપાલરાસ (સં. ૧૮૮૫ / ઈ. સ. ૧૪૨૯)માં મળે છે : ત્યાં પણ પ્રસ્તુત મતલબનું કહ્યું છે : યથા : વેચીય બાર કોડિ વિવિહ૫રિ, અસીય સહસ્ર લખ બાર; સમ્મસિહર તીરથ અઠ્ઠાવય સિડ્યુંજય અવતાર, જિણ કલ્યાણત્રય પમુહ કરાવીય, અન્ન તિર્થી બહુ ચંગિ, સંઘાહિય વસ્તુપાલ ઈમ ચલ્લઈ સેતુજ ગિરિવર શૃંગિ. ૯૨ મંત્રીશ્વર વસ્તુપાળ મંત્રી તેજપાળના “મોટાભાઈ” હતા, મહામાત્ય પદે વિભૂષિત હતા, અને વિદ્વજનોના આશ્રયદાતા, દાનેશ્વરી, ધર્મવીર તેમજ અનેક દેવાલયાદિ સુકતોના કરાવનાર તરીકે તેમની ખ્યાતિ હોઈ, ઉપરકથિત બે કર્તાઓએ મંત્રીશ્વર વસ્તુપાલને “કલ્યાણત્રય''ના કારાપક માની લીધા હોય તે બનવાજોગ છે. પરન્તુ ઉપર જોઈ ગયા તે ઢગલાબંધ સાો, જેમાં સમકાલિક લેખક નાગેન્દ્રગથ્વીય વિજયસેન સૂરિ પણ સમાવિષ્ટ છે, તે જોતાં સદરહુ રચના નિ:શંક તેજપાલ નિમપિત હતી. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy