SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ મધુસૂદન ઢાંકી Nirgrantha ત્રણે પરિમાણોમાં વિસ્તરતી રચના નથી (ચિત્ર ૭): વિશેષમાં તેમાં સૌથી ઉપરની ત્રીજી મૂર્તિ ગાયબ થઈ છે, પણ તેમ છતાં આયોજન સરસ લાગે છે. આ મંદિરના ઉપર ચર્ચિત અભિલેખોમાં કહેલ ‘કલ્યાણત્રય' તે આ જ રચના છે. ‘કલ્યાણત્રય' અંગે કેટલાક વિશેષ સંદર્ભો પ્રાપ્ત થાય છે જે અહીં હવે રજૂ કરીશું. ‘ગિરનાર' પરના એક સંવત્ નષ્ટ થયેલા ખંડિત લેખમાં ‘કલ્યાણત્રય’નો આગળના વિશેષ લુપ્ત થયેલા સંદર્ભમાં ઉલ્લેખ આવે છે :' स्वस्ति श्री धृति नमः श्रीनेमिनाथाय ज वर्षे फाल्गुन शुदि ५ गुरौ श्री (यादवकुल) तिलकमहाराज श्रीमहीपाल (देव विजयराज्ये) वरसिंह भार्या फाउसुत सा (सालिग) Jain Education International સુત સા. સા સા, મેતા મેના सुतारुडी गांगी प्रभृति (श्रीनेमि ) नाथप्रासादः कारितः प्रतिष्टि (ठतं श्रीचन्द्र ) सूरि तत्पट्टे श्रीमुनिसिंह ( सूरि ) - ત્યાાત્રય - (लि० ऑ० ऑ० रि० ई० बॉ० प्रे० पृ० ३५४) આમાં વંચાયેલ...... ‘‘તિલક મહારાજ શ્રીમહીપાલ’’...... ભાગમાં મૂળે ‘‘(ચાવવવુંત) તિલજ મહારાન શ્રી મદીપાત(લેવિનય રાખ્યું)'' હોઈ શકે છે અને તો તે ચૂડાસમા રા'મહીપાલદેવ(પ્રથમ)ના સમયનો, અને મોટે ભાગે ઈસ્વીસનની ચૌદમી શતાબ્દીના પ્રથમ ચરણનો, લેખ હોઈ શકે છે : અને જે પ્રાસાદ કરાવેલો તે....(નૈમિ)નાથનો હોવો જોઈએ અને તો ત્યાં તૂટેલ ભાગ પછીથી આવતું ‘કલ્યાણત્રય’ એ પ્રસ્તુત લેખમાં જેનાં નામ આવે છે તે શ્રાવક-શ્રાવિકાઓએ મંત્રી ‘તેજપાળ'ના ‘કલ્યાણત્રય'માંથી સ્વતંત્ર કરાવેલો હોવો જોઈએ. (હું માનું છું કે ચૈત્યપરિપાટીકારો તેમ જ સોમસૌભાગ્યકાવ્યના કર્તા પ્રતિષ્ઠાસોમ જેને લક્ષોબા કિંવા લખપતિ દ્વારા ગિરનારમાં. કરાવેલ ચતુર્મુખ પ્રાસાદની વાત કરે છે તે પંદરમા શતકના પ્રાસાદને સ્થાને અસલમાં આ મહીપાલદેવના સમયનો કલ્યાણત્રય પ્રાસાદ હશે. લક્ષોબાવાળો પ્રાસાદ હાલ મોજૂદ છે. અને તેમાં ચાર ઊંચી થાંભલીવાળી મહૂલી શી રચના છે, જેની અંતર્ગત મૂળે ‘કલ્યાણત્રય' હશે.) ગિરનાર, આબૂ, કુંભારિયા સિવાય થોડાંક અન્ય સ્થળોએ પણ ‘કલ્યાણત્રય’ હોવાનાં કેટલાંક સાહિત્યિક સાક્ષ્યો ઉપલબ્ધ છે. એક કાળે એવી એક પ્રતિષ્ઠા શત્રુંજયગિરિ પરની ‘ખરતરવસહી’ (ઈ સ ૧૩૨૫)માં હતી, અને મેવાડમાં આવેલ ‘દેલવાડા’ (દેવકુલપાટક)ની ‘ખરતરવસહી’માં પણ હતી; આ દેલવાડાના ‘કલ્યાણત્રય' વિષયક બે અપ્રકટ અજ્ઞાત કર્તૃક ૧૫મા સૈકાની ચૈત્યપરિપાટીઓમાંથી ઉદ્ધરણ અહીં ટાંકીશું : તુ (સુન્નતેવી ? મવેવી) ય પડિયા સિરિ સત્તસિડ વંશ, पंच पंडवगुरु सहिय कल्याणत्रय रंग; agar aगि सहिय अ तिहूयणि तिलय समाण, ठामिठामि वर पूतली जाणे करई वखाण .... ९ पडिमाठिय नमिविनमि नमि जंबूवृक्षविहार For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy