SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ મધુસૂદન ઢાંકી Nirgrantha is also obtained in a Svetambara Shrine, in the llastisala of the Luna Vasahi MT. Abu.” પરંતુ અહીં મજલા પાંચ નહીં, ત્રણ છે. ઉપર ઉદ્ધત મુનિશ્રી જયન્તવિજયજીએ કરેલું વર્ણન આબૂની સંરચનાનું હોવા છતાં ગિરનાર પરના યાત્રિકો દ્વારા વર્ણિત કલ્યાણત્રય'નું આબેહુબ રૂપ હોવાનું પ્રતીત થાય છે. એ પંચમેરુ'ની રચના હોય તો તે માટે કંઈ આધાર તો હોવો ઘટે; પણ “મેરગિરિ'ની રચનામાં ઉપરના ચૌમુખને વાસ્તુશાસ્ત્ર મત પ્રમાણે સમવસરણ દેવામાં આવે છે; અને ‘પંચમેરુ' કહેવા માટે વચ્ચે એક અને ચાર ખૂણે ચાર અન્ય મેરુની (ભલે વચલા કરતાં નાની) અથવા, પ્રકારતરે ઉપરાઉપર પાંચ મજલાવાળી રચના હોવી ઘટે. અહીં એવી સંરચના નથી. આ તો આગળ જણાવ્યું તેમ, ગિરનાર પરના મંત્રી તેજપાળ કારિત ‘કલ્યાણત્રય' વા કલ્યાણત્રિતય'ના અગાઉ ચર્ચિત વર્ણનને હુબહુ મળતી રચના હોઈ, તેની ઓળખ હવે એ રીતે થવી ઘટે. એમ જણાય છે કે વરિષ્ઠબંધુ વસ્તુપાળને શત્રુંજયાદ્રિમંડન યુગાદિ ઋષભદેવ પર વિશેષ મોહ અને અહોભાવ હતા; ને લઘુબંધુ તેજપાળને રેવતાચલાધીશ ભગવાન નેમિનાથ પર અધિક પ્રીતિ હતી. કેમકે વસ્તુપાળે ગિરનાર ગિરિ પર અને ધવલકફક(ધોળકા)માં ‘શત્રુંજયાવતાર'નાં મંદિરો કરાવેલાં; તો તેજપાળે ગિરનાર પર નેમિનિનો ‘કલ્યાણત્રિતય વિહાર' અને અર્બુદગિરિ પર તેમ જ ધોળકામાં “ઉજજયન્તાવતાર'નાં મંદિરો કરાવેલાં. આબુવાળું મંદિર નેમીશ્વરસ્વામીનું હોઈ, તેમાં ‘કલ્યાણત્રય'- ની રચના હોઈ, અને તે પણ ગર્ભગૃહ સાથે એકસૂત્રમાં મેળવેલી હોઈ, પ્રસ્તુત જિનાલયને ‘ઉજજયન્તાવતાર' માનીએ તો સુસંગત છે. તેજપાળના પ્રસ્તુત રચના પ્રત્યેનાં ખાસ આકર્ષણ-વલણ-ઢળણ પણ તેની સ્થાપના અબ્દગિરિ પર પણ કરવા પાછળ કામ કરી ગયાં હશે. ગિરનાર પર વસ્તુપાળે ‘શત્રુંજયાવતાર' સાથે “અષ્ટાપદ' અને “સમેતશિખર’ની પ્રતીક રચનાનાં મંદિરો કરાવેલાં, તો તેજપાળે ત્યાં “કલ્યાણત્રય'ની પ્રતીક-રચનાનું ભવન કરાવ્યું. આમ બેઉ ભાઈઓને પ્રતીક-રચનાઓ નિર્માવવા પ્રતિ પણ રસ રહ્યો હશે તેમ લાગે છે. ગિરનારના સં. ૧૨૮૮/ ઈ. સ. ૧૨૩રના મહામાત્ય વસ્તુપાલ કારિત ‘વસ્તુપાલવિહાર' ના છ પ્રશસ્તિલેખોમાં લઘુબંધુ તેજપાળે ત્યાં કરાવેલ કલ્યાણત્રય' પ્રાસાદનો ઉલ્લેખ નથી. એથી એમ માની શકાય કે પ્રસ્તુત મંદિર સં. ૧૨૮૮થી થોડું મોડું બન્યું હોય. ગિરનારના કલ્યાણત્રય' પ્રાસાદના મંત્રી તેજપાળના સ્થાપનાના તેમ જ પ્રશસ્તિના લેખ, તેમ જ ભૂલ સંરચના વિનષ્ટ થયાં છે; અને આબુવાળા ‘કલ્યાણત્રય' પર આગળ કહ્યું તેમ * કોઈ લેખ નથી ! તેમ મંદિરના પ્રશસ્તિલેખમાં પણ તેનો ઉલ્લેખ નથી ! સંભવ છે કે બન્ને સ્થળોના કલ્યાણત્રય એકકાલિક હોય. હવે પ્રશ્ન એ છે કે સાહિત્યિક અતિરિકત આવશ્યક એવું અભિલેખીય પ્રમાણ કલ્યાણત્રય'ના સ્વરૂપ-નિર્ણય અંગે છે ખરું ? આની શોધ કરતાં મને બે પ્રમાણો હાથ લાગ્યાં છે. એક તો છે રાણકપુરના ધરણવિહાર' માં સં૧૪૯૭ / ઈ. સ. ૧૪૫૧નો અભિલેખ ધરાવતો “શ્રી શત્રુંજય શ્રીગિરનાર પટ્ટ'. તેમાં ગિરનારવાળા ભાગમાં મૂળનાયક નેમિનાથની બાજુમાં એક પટ્ટી શું કરી, તેમાં ત્રણ ખંડ પાડી, નીચેના ખંડમાં કાયોત્સર્ગ જિનમૂર્તિ અને ઉપલા બે ખંડોમાં બેઠેલાં જિનનાં રૂપ બતાવ્યાં છે, જે કલ્યાણત્રય' ચૈત્યનું સૂચન કરે છે (ચિત્ર ૨)*. બીજું છે કુંભારિયા (પ્રા. આરાસણ)ના નેમિનાથ ભગવાનના મંદિરમાં એક રથિકાબદ્ધ કાયોત્સર્ગ જિનમૂર્તિ અને તેને મથાળે ખંડમાં પર્યકાસને રહેલ જિનબિંબ ધરાવતું ફલક (ચિત્ર ૩), જેમાં નીચેની મૂર્તિની પાટલી પરના લેખમાં તે અરિષ્ટનેમિનાં બિંબ હોવાનું અને તેની પ્રતિષ્ઠા કલ્યાણત્રય'માં હતી તેવો નિર્દેશ મળે છે. સં. ૧૩૪૩ / ઈસ. ૧૨૮૭નું વર્ષ ધરાવતું આ પ્રતિમા-વિધાન તેજપાળની કૃતિઓ બાદ પ્રાય: ૧૫ વર્ષે તૈયાર થયેલું; અને અહીં પણ તે નેમિનાથના સંદર્ભમાં રચાયેલ હોઈ “કલ્યાણત્રય’ અંગે થોડોક પણ વિશેષ ખ્યાલ આપી રહે છે. એ સંબંધમાં વિશેષ કશું કહેતાં પહેલાં (મુનિ વિશાલવિજયજીએ પ્રગટ કરેલ) મૂળ લેખ અહીં જોઈ જવો ઉપયુકત છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy