________________
Vol, I-1995
સાહિત્ય અને શિલ્પમાં...
૧૦૩
કઢંગું છે; પરંતુ અન્યથા તેમાં પંદરમી શતાબ્દીના મળતા વર્ણન પ્રમાણે અનુક્રમે “મેઘનાદ’ અને ‘મેઘમંડપ' છે. અંદર જતાં જોઈએ તો ગર્ભગૃહની કોરણીવાળી પંદરમા શતકની દ્વારશાખાને સ્તંભશાખામાં ઉચાલકો લઈ અસાધારણ ઊંચેરી બનાવી છે; ગર્ભાગારમાં વાસ્તવિક પીઠિકા નથી, પણ ભીંત સમાણી પાતળી પીઠ કરી, તેના પર નાની નાની, ૧૯મી સદીમાં પ્રતિષ્ઠાપેલ આધુનિક જિનમૂર્તિઓ છે. અંદરના ભાગમાં વચ્ચે છત વગરના માળ-મજલા કરીને, માળોના અંકન ભાગે પણ પાતળી પીઠ કરી, પ્રતિમાઓ બેસાડેલી છે : પણ દ્વારશાખાનાં ઊંચેરાં માન-પ્રમાણ જોતાં તેની અંદર કોઈ એવી રચના હોવી જોઈએ, જે એની પૂરી ઊંચાઈ સાથે દ્વારમાંથી જ પેખી શકાય. આવી સંરચના તળભાગે પણ ઠીક મોટી હશે, અને તેની અંદર પ્રદક્ષિણા દેવા જેટલો અવકાશ રહેલો હશે; અને એ કારણસર તે ગર્ભગૃહની મધ્યમાં ખડી કરેલી હોવી જોઈએ. આવી સંરચના બીજી કોઈ નહીં પણ પરિપાટીકારોએ વર્ણવેલ ત્રણ માળવાળી, મજલે મજલે નેમિનાથની ચૌમુખ મૂર્તિ ધરાવતી કૃતિ હોવી જોઈએ, જે અન્ય કોઈ નહીં પણ નેમીશ્વરદેવના ‘કલ્યાણત્રય'ની પ્રતીક રચના જ હોવી ઘટે. (પંદરમા શતકના ઉત્તરાર્ધમાં વર્ણિત પ્રસ્તુત રચના મૂળ તેજપાળના સમયની હતી, કે પુનરુદ્ધારમાં નવીન કરી હશે તેનો નિર્ણય તો આજે થઈ શકે તેમ નથી.) , સાહિત્યિક પ્રમાણોના આધારે કલ્યાણત્રયની સંરચના વિષે એટલું તો જાણી-કલ્પી શકાય છે : પણ તે રચના તાદશ કેવી દેખાતી હશે, તેના ઉદયમાં ત્રણ મજલા પાડી ચૌમુખ કેવી રીતે ગોઠવ્યાં હશે, તેનું કોઈ પ્રત્યક્ષ ઉદાહરણ મળે તો જ વિશેષ સમજણ પડે. સદ્ભાગ્યે આવી એક રચના વિદ્યમાન છે, અને તે પણ મંત્રી તેજપાળ કારિત ! એ છે અબ્દગિરિ પર મંત્રીવરે કરાવેલ યાદવ નેમિનાથના જગખ્યાત લુણવસહિકાપ્રાસાદના આરસમય બાવન જિનાલયમાં, મૂળ પ્રાસાદના પૃષ્ઠભાગે આવેલ હસ્તિશાલામાં“. અહીં હસ્તિશાલાના મધ્ય બિંદુએ કરવામાં આવેલ પ્રતિમાન્વિત, ત્રણ તબક્કા બતાવતી, નીચે કાયોત્સર્ગમાં ઊભેલા ચતુર્દિશામાં ખગાસન જિન, તે પછી સહેજ અંદર ખેંચેલો અને ઊંચાઈમાં ઓછો કરેલો બીજો મજલો અને તેમાં ચોમુખ પદ્માસન જિન, અને તે ઉપર તેનાથી સહેજ નાનો મજલો કરી, તેમાં પણ પર્યકાસને બેઠેલા જિનની ચૌમુખ પ્રતિમાઓ યુકત રચના છે (ચિત્ર ૧) ૯. પ્રતિમાઓ શ્યામ વર્ણની હોઈ, તેમ જ વિશિષ્ટ લાંછનાદિ અન્ય લક્ષણો તેમાં ઉપસ્થિત હોઈ, તે સૌ નેમિનાથની હોવાનું સૂચિત થાય છે. વસહિકાનો મુખ્ય પ્રાસાદ પણ નેમિનાથનો છે, અને આ ‘કલ્યાણત્રય'ની રચના એ મધ્યના પ્રાસાદ કિંવા મૂલપ્રાસાદના પૂર્વ-પશ્ચિમ ગર્ભસૂત્ર સાથે મેળવેલી છે.
આ સંરચના પર અલબત્ત કોઈ લેખ કોરેલ હોવાનું જાણમાં નથી. (સ્વ) મુનિવર કલ્યાણવિજયજીએ તેને ‘ત્રિખંડ ચૌમુખ' કહી સંતોષ માન્યો છે°. (સ્વ) મુનિશ્રી જયન્તવિજયજીએ તેનું વિશેષ વર્ણન કરી, તેની ‘મેરગિરિ' તરીકે ઓળખ કરી છે. એમણે કરેલ વિવરણ સન્દર્ભપ્રાપ્ત હોઈ, અહીં પૂરેપૂરું ઉદ્ધત કરીશું :
“હસ્તિશાળાની વચ્ચેના ખંડમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની પરિકરવાળી ભવ્ય અને મોટી પ્રતિમા એક બિરાજમાન છે, તેમની સન્મુખ શ્યામ વર્ણના આરસમાં અથવા કસોટીના પથ્થરમાં સુંદર નકશીથી યુકત મેરુ પર્વતની રચના તરીકે ત્રણ માળના ચોમુખજી છે. તેના ત્રણ માળમાં એ જ પાષાણની શ્યામ વર્ણની નિમૂર્તિઓ છે. પહેલા માળમાં ચાર કાઉસગીઆ છે, બીજા અને ત્રીજા માળમાં ભગવાનની પર્યકાસનવાળી ચાર ચાર મૂર્તિઓ છે. કુલ મૂર્તિઓ બાર શ્યામવર્ણી અને પરિકરવાની છે."* દા. ઉમાકાન્ત શાહે પણ તેને “પંચમેર'ની રચના માની છે : યથા:
“Representations of Panch-meru mountains of different dvipas, showing a siddhayatana suggested by a four-fold Jina image on each tier, one above the other (in five tiers) and surmounted by a finial, are more common among the Digambaras. One such Panch-meru
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org