SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી Nirgrantha અરસામાં રચાયેલી ગિરનાર ચૈત્તપ્રવાડિ. તેમાં ‘કલ્યાણત્રયવિહાર’ સોની સમરસિંહ અને માલદે વ્યવહારિએ ઉદ્ધાર્યાની વાત કરતાંની સાથે પ્રસ્તુત રચનામાં ચારે દિશામાં ‘ત્રણ ભૂમિ'માં બાર મૂલનાયકની મૂર્તિઓ હોવાનું, અને તેમાં પ્રથમ એટલે કે કેવળ નીચેની ભૂમિએ કાયોત્સર્ગે (ખડ્ગાસને) રહેલા ‘નેમિકુમાર'નો ઉલ્લેખ કર્યો છે. આગળ ચાલતાં ‘દીક્ષા, જ્ઞાન, નિર્વાણ' એ ત્રણ કલ્યાણકોનો ઉલ્લેખ કરી, મંદિરમાં રહેલી એક જીર્ણ પ્રતિમાની વાત કરી, મંદિરના વિશાળ ‘મેઘમંડપ’નો ઉલ્લેખ કરીને કહ્યું કે ઓસવાલ વંશી સમરસી-માલદેવે એનો સં૰ ૧૪૯૪ / ઈ. સ. ૧૪૯૮માં ઉદ્ધાર કરાવ્યો : યથા : ૧૦૨ હિવ કલ્યાણય-તણઈ નિરમાલડિએ જાઈ જઈ પ્રાસાદિ. ૨૪ ધનધન સોની સમ(ર)સિંહ માલદે વ્યવહારિઅ જેહિં કલ્યાણત્રય-વિહાર-ઉદ્ધાર કરાવિઅ ચિહું દિસિ ત્રિહું ભૂમીહિં મૂલનાયક તિહાં બાર કોસિંગ રહિઆ પ્રથમ ભૂમિ સિરિ નેમિકુમાર ઘડતાં જસુ પાતલિ અંજલિઈ સવે ટલંતા રોગ સેવિઉ સ્વામી પૂરવઇએ નિરમાલડિએ અનુદિન ભોગ-સંયોગ. ૨૫ દિક્ષ-નાણ-નિવ્વાણ તિહાં સિરિ સોહઈ છત્ર જીરણ પ્રતિમા વામ પાસિ ધુરિ તાસુ સનાત્ર મંડપ સયલ વિસાલ મેઘમંડપ રુલિઆલઉ ઓસયંસિ થ્રી સમરસી માલદેવ મનરંગિ સંવત ચઉદ ચઉરાણવઈ નિરમાલડિએ ઉદ્યરિઉ ઉત્તુંગ. ૨૬ આ માહિતી વિશદ અને વિસ્તૃત હોઈ મહત્ત્વની છે. મોટે ભાગે તો ઈસ્વીસનના પંદરમા શતકના અંતિમ ચરણમાં રચાયેલી ખરતરગચ્છીય ભાવહર્ષ ગણિના શિષ્ય રંગસારની ‘ગિરનાર ગિરિ ચૈત્યપરિપાટી'માં' હેમહંસગણિવાળી પરિપાટીમાં કહેલી મુખ્ય મુખ્ય વાતોની પુષ્ટિ જોવા મળે છે : યથા : ધનધન સોનીવંસ પ્રભાવક, સમરસંઘ માલદે સુશ્રાવક જિણ કરી ઉધ્ધાર. ૧૪ તિણ ભૂમીપતિ જિણહર બારઈ કાઉસગ રહીયા નેમકુમાર પઢમ ભૂમિ પેવિ સંવત ચઉદ ચઉરાણુ (૧૪૯૪) વચ્છર, ઊધરિયા જિણભવણ મનોહર ભૂધર જેમ ઉત્તુંગ. ૧૫ આ વિશેષ પ્રમાણોના અન્વયે ‘કલ્યાણત્રય’ વિષે અધિક નિષ્કર્ષ એ નીકળે છે કે, તે ચૈત્યની અંદર, ગર્ભગૃહમાં કોઈ ત્રણ મજલાવાળી ચૌમુખ રચના હતી, જેમાં ત્રણે માળની મળી મૂળનાયક નેમિનાથ ભગવાનની કુલ બાર મૂર્તિ હતી; અને વિશેષમાં નીચલે માળે રહેલી ચારે મૂર્તિ(ઓ) કાયોત્સર્ગ રૂપે હતી; (ઉપરના બે માળમાં સ્થિત પ્રતિમાઓ પદ્માસનમાં હોવાનું વિવક્ષિત છે); અને આ ત્રણે માળની પ્રતિમાઓ નેમિનાથના ગિરનાર સંદર્ભિત ત્રણ કલ્યાણકોના પ્રતીકરૂપે હતી. Jain Education International સમરસિંહ-માલદેવે ઉદ્ધારાવેલ ‘કલ્યાણત્રય-ચૈત્ય’ ગિરનાર પર આજે પણ ઊભું છે; પણ તેનું મૂળ નામ વીસરાઈ જઈ, તે ‘સગરામ સોની' (સંગ્રામસિંહ સોની)ના મંદિરના નામે ખોટી રીતે ચડી ગયું છે. અલબત્ત પ્રસ્તુત મંદિરના સંગઠનમાં તેજપાળે કરાવેલ મૂળ જિનભવનનો તો કોઈ જ ભાગ રહ્યો હોય તેમ દેખાતું નથી. વિશેષમાં મંદિરનું શિખર પણ પંદરમી સદીનું હોવાને બદલે ઓગણીસમા સૈકાનું (આ૰ ઈ. સ. ૧૮૦૩નું) આધુનિક અને For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy