SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. I.1995 સાહિત અને શિલ્પમાં.. ૧૦૧ વા કલ્યાણત્રિતય' સંજ્ઞકનેમિનાથનો અશ્મરચિત ઉત્તગ પ્રાસાદ કરાવેલો, જેમાં રેવતતીર્થના અધિનાયક નેમિજિનની ‘ત્રણ રૂપે' એટલે કે ત્રણ ભૂમિમાં (એવં પ્રત્યેક ભૂમિએ) ચતુર્મુખ રૂપે પ્રતિષ્ઠા કરાવેલી. આ ઉપરથી પ્રથમ દૃષ્ટિએ એટલું તો સમજી શકાય તેમ છે કે, 'કલ્યાણત્રય'એ જિન નેમિનાથના ત્રણ કલ્યાણકોને મૂર્તભાવે રજૂ કરતી કોઈક પ્રતીક-રચના હશે, અને તેમાં કલ્યાણકની ‘ત્રણ” સંખ્યા બરોબર જિનનાં ત્રણ રૂપો બેસાડ્યાં હશે. (આ ‘ત્રણ રૂપો'થી શું વિવક્ષિત છે તેની વિશેષ સ્પષ્ટતા અહીં આગળ ઉપર થશે.) તેજપાળ મંત્રી કારિત આ ‘કલ્યાણત્રય” પ્રાસાદનો સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૮માં ઓસવાલ સોની સમરસિંહ અને વ્યવહારી માલદેવે આમૂલચૂલ ઉદ્ધાર કરાવેલો. પ્રસ્તુત પુનરુદ્ધાર બાદ, પંદરમા શતકમાં લખાયેલી ઓછામાં ઓછી આઠેક જેટલી ગિરનારતીર્થલક્ષી ચૈત્યપરિપાટીઓમાં ‘કલ્યાણત્રય'નાં જે વર્ણન-વિવરણ મળે છે, તે સાંપ્રત સંદર્ભમાં પ્રસ્તુત સંરચનાના સ્વરૂપને સ્પષ્ટાયમાન કરવામાં ઉપકારક હોઈ, અહીં હવે તે એક પછી એક જોઈશું.' તેમાં સૌ પ્રથમ લઈશું એક અનામી કર્તાની ૧૫મા શતકમાં રચાયેલી “શ્રી ગિરનાર શ્રી શત્રુંજય ચૈત્યપરિપાટી3. તેમાં આવતો ઉલ્લેખ અલબત્ત સંક્ષિપ્ત છે; પણ તે, કલ્યાણત્રય” રચના નેમિજિનના “દીક્ષા, જ્ઞાન, અને “નિર્વાણ' કલ્યાણકોના પ્રતીકરૂપે હોવાના તર્કને, સમર્થન આપે છે : યથા : કલ્યાણતય નેમિજિાણ દિફખન્નાણ નિવ્વાણ /૧૬ આ પછી સોળમા શતકના પ્રારંભની એક અનામી કત્તની અદ્યાવધિ અપ્રકટ ગિરનાર ચૈત્ય પ્રવાડી વિનતિમાં પણ ‘કલ્યાણત્રય'માં ‘ત્રણ રૂપે નેમિ' બિરાજમાન હોવાનો નિર્દેશ કર્યો છે : કલ્યાણનું નિરખીઈ હરખીય ચિત્ત અપાર ત્રિહરૂપે નેમિ પૂજઈ સફલ હૂઈ સંસારિ, ૨૫ પંદરમા શતકના ત્રીજા ચરણમાં મૂકી શકાય તેવી એક અન્ય અપ્રકટ, અજ્ઞાત કરૂંક ગિરનાર ચૈત્યપરિપાટીમાં ‘કલ્યાણત્રય'નો સમરસિંહે ઉદ્ધાર કરાવ્યાનું, અને ત્યાં નેમિકુમાર ‘ત્રણરૂપે' બિરાજતા હોવાનું, તેમ જ મંદિરને ‘સધર' (એટલે કે થાંભલાવાળો) મેઘનાદ' મંડપ હોવાનું કહ્યું છે : યથા : કલ્યાણત્રય પેખીઈ એ સમરસિંહ કીધુ ઉધાર; ત્રિહરૂપે જઈ નેમિકુમાર મેઘનાદ-મંડપ સધર. ૨૬ પંદરમા શતકના ઉત્તરાર્ધમાં થયેલ ખરતરગચ્છીય હરિકલશની ચિત્યપરિપાટીમાં પણ (ગિરનાર પર) ત્રણ ભૂમિમાં કલ્યાણકમાં રહેલા જિનને નમ્યાનો ઉલ્લેખ છે ત્રિતું ભૂમિ કલ્યાણઈ જિણ નમંતિ /1. આ પછી જોઈએ તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્ય કૃત ગિરનાર તીર્થમાલા (સં. ૧૫૯-૧૫૨૩ | ઈ. સ. ૧૪૫૩-૧૪૬૭ આસપાસ)*. તેમાં ત્રણભૂમિ'માં કાયોત્સર્ગ રૂપે બિરાજમાન નેમિની પ્રતિમાઓને નમ્યાનો ઉલ્લેખ છે : કલ્યાણત્રય ત્રિહભૂમિઠિય કવિ કાસગિ કવિ પ્રતિમા સંઠિય નેમિ નમેસિ સુરંગો I/૧ના હવે જોઈએ તપાગચ્છનાયક, યુગપ્રધાન સોમસુન્દરસૂરિના શિષ્ય હેમહંસગણિની સં. ૧૫૧૫ / ઈ. સ. ૧૪૫૯ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy