SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ મધુસૂદન ઢાંકી Nirgrantha ઈસ્વીસનના ચૌદમા શતકમાં આગળ વધતાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો સાંપ્રત વિષય અનુષંગે, વિશેષ કરીને ‘કલ્યાણત્રય’ની રચના કેવી હતી તે પાસાં પર પ્રકાશ વેરનાર, પ્રાપ્ત થાય છે. મોટે ભાગે તો રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિના આમ્નાયમાં થયા હશે તે જ્ઞાનચંદ્રના નવપ્રાપ્ત સંસ્કૃત ભાષા નિબદ્ધ ગિરનાર ચૈત્યપરિપાટી સ્તવન’(પ્રાયઃ ઈ. સ. ૧૭૨૦-૧૩૨૫)માં પ્રસ્તુત જિનાલયમાં ત્રણભૂમિયુકત (રચનામાં) ચતુરાનન (ચતુર્મુખ) અને અંજનાભ (શ્યામલ) એવા નેમિનાથને નમ્યાનો ઉલ્લેખ છે : कल्याणकत्रय - जिनालय भूत्रयेपि नेमिं नमामि चतुराननमंजनाभं ॥। ११' ॥ આ ઉલ્લેખથી ‘કલ્યાણત્રયચૈત્ય'માં ત્રણ ભૂમિવાળી રચના હતી અને તેમાં ચારે દિશાએ નેમિનાથની શ્યામલ પ્રતિમાઓ હતી તે વાતની પ્રથમ જ વાર સ્પષ્ટતા મળે છે. આ પછી ચૌદમા શતકના ત્રીજા ચરણમાં, ખરતરગચ્છાચાર્ય જિનકુશલસૂરિના શિષ્ય વિનયપ્રભોપાધ્યાય, સ્વરચિત અપભ્રંશ ‘તીર્થમાલાસ્તવન’“માં ગિરનાર પર વાંદેલ જિનાલયોમાં વસ્તિગ(વસ્તુપાલ)ના ‘આદિ પહો’ (શત્રુંજયાવતાર ચૈત્યના આદિપ્રભુ)નો, ‘કલ્યાણત્રયે' નેમિજિનનો, અને (વસ્તુપાલ કારિત) અષ્ટાપદ તથા સમ્મેતગિરિ તથા ગિરનારના સાંબ, પ્રદ્યુમ્ન, અને અવલોકન શિખર પરનાં જિનબિંબોનો સમાવેશ કરે છે : वस्ति (ग) वसही हिं आदि पहो । कल्याण नमवि जिणनेमि अष्टापद सम्मेतगिरे । वंद से तित्थ जिणबिंब सांब - पूजन अवलोय गिरे || २१|| આ ઉલ્લેખમાં પણ ‘કલ્યાણત્રય'માં નેમિજિન મૂળનાયક રૂપે હતા તે વાતને વિશેષ ટેકો મળે છે. વિનયપ્રભોપાધ્યાયની એક અન્ય (પણ સંસ્કૃત) રચના, ચૈત્યપરિપાટીસ્તવન'માં પણ પ્રસ્તુત ચૈત્યનો ઉલ્લેખ છે, અને ત્યાં તેને ‘કલ્યાણત્રિતય’ સંજ્ઞા આપી છે, જોકે ત્યાં બીજો કોઈ વિસ્તાર કર્યો નથી : યથા : Jain Education International प्रासादान्तर-जैन-देवगृहिकामध्यस्थितांस्तीर्थपान् नाभेयं वर वस्तुपालभवने सम्मेतकाष्टापदे ત્યાળતિયેડવનો શિવરે શ્રીતીર્થપાનાં જુ(T) Î श्रीरैवगिरौ नमामि च तथा प्रद्युम्नंसाम्बौ भजे ||२४|| આ પછી સોએક વર્ષની અંદર રચાયેલ, તપાગચ્છીય જિનહર્ષ ગણિના સુપ્રસિદ્ધ ચરિત્ર ગ્રન્થ વસ્તુપાલચરિત્ર' (સં. ૧૪૯૭ / ઈ સ૰ ૧૪૪૧) અંતર્ગત ગિરિવર પર મંત્રીદ્વયે કરાવેલ સુકૃતોની અપાયેલ વિસ્તૃત સૂચીમાં ‘કલ્યાણત્રિતય’નું નેમિનાથનું ઊંચું પથ્થરનું ભવન તેજપાળે કરાવ્યાની નોંધ લેવાયા ઉપરાંત, પ્રસ્તુત જિનાલયમાં નેમીશ્વરસ્વામી ‘ત્રણરૂપે’ બિરાજતા હોવાની વાત કહી છે. યથા : श्रीनेमिनाथभवनं कल्याणत्रितयसंज्ञया विहितम् । तेजपाल : सचिवो विदधे विमलाश्मभिस्तुङ्गम् ॥७३०|| सप्तशत्या चतुःषष्ट्या, हेमगद्याणकैर्नवम् । तन्मौलौ कलशं प्रौढं न्यधादेष विशेषवित् ॥७३१॥ तत्र नेमीश्वरः स्वामी त्रिरूपेण स्वयं स्थितः । प्रणतो दुर्गतिं हन्ति स्तुतो दत्ते च निर्वृतिम् ||७३२|| આ બધા ઉલ્લેખોથી એટલું તો સ્પષ્ટ છે કે, (ઈ સ૰૧૨૩૨ પશ્ચાત્) મંત્રી તેજપાળે ‘કલ્યાણત્રય’, ‘કલ્યાણકત્રય', For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy