SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. 1995 સાહિત્ય અને શિલ્પમાં... ઈ. સ. ૧૩૦૯)* અંતર્ગત “વસ્તુપાલ-તેજપાલ પ્રબન્ધ'માં મંત્રીશ્વર વસ્તુપાળે સવારના પહોરમાં ઉજજયંત પર આરોહણ કરી, શૈવેય (શિવાદેવી સૂન = નેમિનાથ)ની અર્ચના કરી, પોતે નિમવેલ ‘શત્રુંજયાવતાર'ના મન્દિરમાં પ્રભાવના કરી, તે પછી ‘કલ્યાણત્રય'માં અર્ચના કરી એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે; જોકે ત્યાં પ્રસ્તુત ચૈત્ય તેજપાળે કરાવેલું હતું, કે તે નેમીશ્વરનું હતું, તે તથ્યોની નોંધ લેવામાં આવી નથી. યથા : प्रातरुज्जयन्तमारुह्य श्रीशैवेयक्रमकमलयुगलममलमभ्यर्च्य स्वयंकारित श्रीशत्रुञ्जयावतारतीर्थे प्रभूतप्रभावनां विधाय, કન્યાત્રર્વત્યે વર્યસંપર્યાવિમિતકુરિતમાનર્થ, સમસ્ત્રી....(ત્યાદ્રિ) : આ ઉલ્લેખ પછીથી એક પાછોતરો, પણ અન્યથા વસ્તુપાલ-તેજપાલના કાળને સ્પર્શતો સંદર્ભ, હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિના ચતુર્વિશતિપૂબી કિંવા પ્રબકોશ (સં. ૧૪૦૫ / ઈ. સ. ૧૩૪૯) અંતર્ગત મળે છે, જેમાં મંત્રીશ્વરે ગિરનાર પર દર્શન કરેલ દેવધામોમાં ‘કલ્યાણત્રય'નો પણ સમાવેશ કર્યો છે યથા : तत्राऽप्यष्टाहिकादिविधिः प्रागिव । नाभेयभवन-कल्याणत्रय-गजेन्द्रपद - कुण्डान्तिकप्रासाद-अम्बिका-शाम्ब-प्रद्युम्नशिखर तोरणादिकीर्तन दर्शनैर्मन्त्री सङ्घश्च नयनयोः स्वादुफलमार्पिषताम् । આ પછીના કાળ સમ્બન્ધી ઉલ્લેખ સં. ૧૩૯૩ / ઈસ. ૧૩૩૭ના અરસામાં પૂર્ણ થયેલ, ખરતરગચ્છ બહદુગર્વોવલીના ઉત્તરાર્ધમાં મળે છે : સં. ૧૩૨૬ / ઈસ. ૧૨૭૦માં ખરતરગચ્છીય આચાર્ય જિનેશ્વરસૂરિ (દ્વિતીયે) સંઘ સહ ગિરનારની યાત્રા કરેલી ત્યારે ત્યાં ગિરિવર પર થયેલી ધાર્મિક ક્રિયાઓમાં જુદાં જુદાં જૈન તીર્થાયતનોની માલા પહેરાવવાની ઉછરામણીમાં “કલ્યાણ(જીત્ર)ય"ની માલા સા રાજદેવભાતૃ ભોલાકે ૩૧૧ દ્રમ્પની બોલીથી પહેરી હોવાનો ત્યાં ઉલ્લેખ છે. પ્રસ્તુત કલ્યાણત્રય' તે મંત્રી તેજપાળે કરાવેલ ચૈત્ય જ હોઈ શકે, સં. ૧૩૬૭ (ઈ. સ. ૧૩૧૧)માં ભીમપલ્લી(ભીલડીયા)થી સંઘ સહિત તીર્થયાત્રાએ નીકળેલ ખરતરગચ્છીય યુગપ્રવર જિનચન્દ્રસૂરિ (તૃતીયે) ગિરનાર ગિરિસ્થ 'કલ્યાણયાદિ’ તીર્થાવલિ બિરાજમાન ‘અરિષ્ટનેમિ’ને નમસ્કાર્યાનો અને એ રીતે “કલ્યાણત્રય સમ્બન્ધી પ્રસ્તુત ગવલીમાં એક વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે? : યથા : समस्तविधिसंघेन च कलिताः, प्रतिपुरं प्रतिग्रामं निःशङ्कं गीतनृत्यावाद्यादिना जिनशासनप्रोत्सर्पणायां विजृम्भमाणायां क्रमक्रमेण सुखसुखेन श्रीशत्रुञ्जयालङ्कारत्रैलोक्यसार समस्ततीर्थपरम्परापरिवृतं प्रविहितसुरासुरनरेन्द्रसेवं श्रीनाभेयदेवम्, श्रीउजयन्ताचलशिखरमण्डनं समस्तदुरितखण्डनं सौभाग्यकमलानिधानं यदुकुलप्रधानं कल्याणकत्रयादिनानातीर्थावलिविराजमानं श्रीअरिष्टनेमिस्वामिनं च नूतनस्तुतिस्तोत्रविधानपूर्वकं परमभावनया सकलसंघसहिताः श्रीपूज्या महता विस्तरेणावन्दिषत । અહીં ઉલ્લેખ તો અલબત્ત પ્રાસંગિક છે, અને કલ્યાણત્રય' વિષે કોઈ અધિક માહિતી સાંપડતી નથી; પણ ગિરનાર પર નેમિનાથના મહિમ્ન મંદિર અતિરિકત બીજા કોઈ મંદિરનો ઉલ્લેખ કરવાને બદલે ‘કલ્યાણત્રય'નો કર્યો છે. જેમાંથી પ્રસ્તુત ચૈત્યની રેવતતીર્થ સાથેની સંગતતા સિદ્ધ થવા અતિરિકત તેનું મહત્ત્વ તે કાળે સ્થપાઈ ચૂકયું હશે એવું પણ કંઈક સૂચન મળી રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy