SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને શિલ્પમાં ‘“કલ્યાણત્રય” મધુસૂદન ઢાંકી ‘કલ્યાણત્રય’ સંજ્ઞાનો સામાન્ય અર્થ છે જિનેશ્વરદેવનાં ‘‘પંચકલ્યાણક'' માંનાં ત્રણ. વિશેષ અર્થમાં, અને વિશિષ્ટ સંદર્ભમાં, તે ૨૨મા તીર્થંકર ભગવાન નેમિનાથના ઉજ્જયત્, ઉજ્જિલ, ઉજ્જત, ઉજ્જૈન્ત એટલે કે ઉજ્જયન્ત, ઊર્જયન્ત વા ઊર્જયત-પર્વત (પછીથી રૈવતકપર્વત, રૈવતગિરિ, સાંપ્રત ગિરનાર પર્વત) પર થયેલા ‘દિખ’ (દીક્ષા), ‘નાણ’ (કેવલજ્ઞાન), અને ‘નિસીહિઆ’ વા ‘નિવ્વાણ’ (નિઃસહી, નિર્વાણ) એ કલ્યાણકોનું ‘ત્રયક’. આગમિક સાહિત્યના આધારે મધ્યયુગમાં ‘કલ્યાણત્રય’થી આ અર્થ-વિશેષ જ અભિપ્રેત હોય તેમ લાગે છે. ઉપરકથિત ત્રણ કલ્યાણકોના વિભાવને પ્રતીક રૂપે, પૂજનાર્થે પાર્થિવ રૂપે, પ્રસ્તુત કર્યાના મધ્યકાલીન સાહિત્યમાંથી મળી આવતા ઉલ્લેખો, તેમ જ વાસ્તવિક શિલ્પિક રચના રૂપે દૃષ્ટાંતો, આપણે આગળ ઉપર જોઈશું તેમ, તેરમા શતકથી લઈ પંદરમા શતક સુધીના ગાળામાં મળી આવે છે. પણ કલ્યાણત્રયની સાંપ્રત કાળે વિદ્યમાન એ પુરાણી રચનાઓ અદ્યાવધિ ઓળખી શકાઈ નથી; જે થોડીક રચનાઓ બચી છે, અને ઉપલબ્ધ છે, તે આજે તો ભળતા નામે જ પરિચયમાં છે. આથી સાંપ્રત લેખમાં તેની મધ્યકાલીન-ઉત્તર મધ્યકાલીન વાજ્ઞયિક, તથા મળે ત્યાં અભિલેખીય સાક્ષ્યોના આધારે ખરી પિછાન સિદ્ધ કરી તે પર વિશેષ વિવરણ કરવા વિચાર્યું છે. જ્ઞાત સાહિત્યમાં ‘કલ્યાણત્રય’ની સંરચના-સમ્બદ્ધ સૌ પ્રથમ ઉલ્લેખ આપણને તેજપાળ મંત્રીએ ગિરનાર પર કરાવેલ ‘કલ્યાણત્રય'ના ભવનની વાતમાંથી મળે છે. મંત્રીશ્વર વસ્તુપાળ અને લઘુબંધુ તેજપાળના કુલગુરુ, નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિએ સં૰ ૧૨૮૮ / ઈ. સ. ૧૨૭૨માં ગિરિરાજ પર બંધુઢ્ઢયે કરાવેલ જિનભવનાદિની પ્રતિષ્ઠા કર્યાં પછી થોડા સમય બાદ, અપભ્રંશ ભાષામાં રૈવંતગિરિરાસુ નામક — ઐતિહાસિક દૃષ્ટિએ અતિ મૂલ્યવાન — રચના કરી છે. તેમાં વરિષ્ઠ બંધુ વસ્તુપાળે કરાવેલ ગિરિવર પરની જિનાયતનાદિ રચનાઓ ગણાવ્યા બાદ ઉમેર્યું છે કે ‘“તેજપાળે ત્યાં ત્રિભુવનજનરંજન, ગગનાગ્રલગ્ન (આભને આંબતું), ‘કલ્યાણત્રય’ નામનું ઊંચું ભવન કરાવ્યું ' યથા: तेजपाल निम्मविउ तत्थ तिहुयणजणरंजणु ! कल्याण (उत? तय) उतुंगुं भूयणु बंधिउ गयणंगणु ॥ १७॥ ગિરિસ્થ પ્રસ્તુત જિનભવનનો નિર્દેશ સં ૧૩૨૦ / ઈ સ૰૧૨૬૪ આસપાસ તપાગચ્છીય ધર્મકીર્તિગણિ(પછીથી ધર્મઘોષસૂરિ)એ સંસ્કૃતમાં રચેલ શ્રી ગિરનારકલ્પ` માં પણ મળે છે; ત્યાં (પર્વતની) ‘મેખલા’ (ધાર) પાસે મંત્રી તેજપાળે ‘કલ્યાણત્રયચૈત્ય’ કરાવ્યાની વાતનો ઉલ્લેખ છે : Jain Education International कल्याणत्रयचैत्यं तेजः पालो न्यवीविशन्मन्त्री | यन्मेखलागतमसौ गिरिनारगिरीश्वरो जयति ॥ २८ ॥ ચૌદમા શતકના પૂર્વાર્ધમાં, કલ્પપ્રદીપકાર જિનપ્રભસૂરિએ તેમના પ્રાકૃતમાં રચેલ રૈવતગિરિકલ્પ’ખૈમાં પણ ડુંગર પરનાં જિનભવનોના સંદર્ભમાં (મોટે ભાગે તો વિજયસેનસૂરિના આધારે) ઉપરની હકીકતની નોંધ લીધી છે : तेजपालमंतिणा कल्लाणत्तयचइअं कारिअं । જિનપ્રભસૂરિના સમકાલિક મેરુત્તુંગાચાર્ય વિરચિત સુવિખ્યાત ગ્રન્થ પ્રબન્ધચિન્તામણિ (સં૰ ૧૩૬૫ / For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy