SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. 1-1995 પાદશાહ અકબરના... શ્રી જિનોદયસૂરિ થયા, જેમના દ્વારા સંઘપતિઓ અને પદસ્થોનો ઉદય થયો (૫૦ ૧૬). તેમના પટ્ટધર શ્રી જિનરાજસૂરિ થયા. તેમના પટ્ટધર શ્રી જિનભદ્રસૂરિ થયા, જેમણે સ્થળે સ્થળે જ્ઞાનભંડારો સ્થાપ્યા (પં. ૧૭). તેમના પટ્ટધર શ્રી જિનચન્દ્રસૂરિ (પંચમ) થયા. તેમના પટ્ટધર પંચયક્ષના સાધક અને વિશિષ્ટ ક્રિયા કરનાર શ્રી જિનસમુદ્રસૂરિ થયા. (પં. ૧૭-૧૮). તેમના પટ્ટધર થી જિનસૂરિ થયા, જેમણે તપ, ધ્યાન અને વિધાનના ચમત્કારથી સુલતાન (સિકંદર લોદીએ) (ઈ. સ. ૧૪૮૮ થી ઈ. સ. ૧૫૦૭) કેદ કરેલા ૫૦૦ કેદીઓને છોડાવ્યા. આથી સમ્માન પ્રાપ્ત કર્યું (પં. ૧૮-૧૯). તેમના પટ્ટધર શ્રી જિનમાણિકયેસૂરિ થયા, જેઓ પંચનદીના સાધક હતા અને અધિક યાનના બળથી જેમણે યવનોના ઉપદ્રવને શાંત કર્યો હતો અને એથી અત્યંત શોભતા હતા (પં. ૧૯-૨૦). એમના પટ્ટના અલંકાર સમા, વાદમાં અજેય, વિજયલક્ષ્મીના શરણ અને પૂર્વ ક્રિયોદ્ધાર કરનાર શ્રી જિનચન્દ્રસૂરિના વિજય રાજ્યમાં ૨૫ દેવકુલિકાઓથી અલંકૃત શ્રી શાંતિનાથ તીર્થંકરનું ચૈત્ય ખૂબ દ્રવ્ય ખર્ચીને બનાવવામાં આવ્યું (પં. ૨૦-૨૧). દેવગૃહના કાર્યાધ્યક્ષ મંત્રી સારંગધર, દેવકર્ણ, શત્રુંજય સંઘના અધિપતિ મંઇ જોગી, સોમજી, શિવજી, સૂરજ, લઘુ સોમજી, સા. કમલસા, સામાના, સાવ ગદ્દા, યાદવ, ભાથા, સા. અમીપાલ, પચ્ચા, સાઅમરદત્ત, કુંઅરજી, ખૂબ દ્રવ્યનું વિતરણ કરનાર શ્રીમાલ જ્ઞાતિના સાજીવા, સા. ધન્ના, સા. લક્ષ્મીદાસ, સા. કુંવરજી, મં વછરાજ, ૫૦ સૂરજી, હીરજી, મંત્ર નારાયણજી, સા. જાવડ, સીતા, ૫૦ ધનૂ, ભ૦ રાજપા, સા જિણદાસ, ગૂ, લક્ષ્મીદાસ, નરપતિ, રવા, સા વચ્છા, દો. ધર્મસી, સિંઘા, મં. વિજયકર્ણ, મંશુભકર, સા કમા, એ. રતનસી, કર્મસી, સારાજા, મૂલા, વારુણી, સાદેવીદાસ, સં. લક્ષમીનુપજી(ચંદ), ભૂ, પોપટ, રત્ના, કચરા, સાનયણસી, સા કૃષ્ણા, કીકા, સા વીરજી, સા રહિયા, કુદા, લષમણ, સાસીકા, સાનઉલા, ગોપાલા, સજૂઆ, લાલ, સોમજી, મતા, કુંભા, મું. રાઘવા, ઉદયકર્ણ, સાથોમસી, નેતા, ધનજી, શિવા, સૂરચંદ સહિત શ્રી ખરતરગચ્છીય સંઘે (ચૈત્યનું) સંસ્કરણ કરાવ્યું (૫૦ ૨૨-૨૯). જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર પ્રકાશે, ત્યાં સુધી ટકો. આ પ્રશસ્તિ પં. સકલચંદ્ર ગણિ સહિત વા કલ્યાણકમલ ગણિ અને ગ મહિમરાજ ગણિએ લખી (પં. ર૯-૩૦). શ્રાવક પુણ્યપ્રભાવક હારિતા – ભાર્યા શ્રાવિકા વીરાઈ, પુત્રી હાંસાઈ, મંગાઈ વગેરે સહિત, ગજધર (સલાટ) ગદુઆ, કોતરી (પં. ૩૦-૩૧). શિલાલેખ નં. ૨. | સ્વસ્તિ શ્રી સંવત્ ૧૬૪૬, આસો સુદ ૧૫, શનિવારે થી ખરતરગચ્છમાં શ્રી જિનમાણિકયસૂરિના પટ્ટાલંકાર શ્રી જિનચન્દ્રસૂરિના વિજયરાજ્યમાં રાજધાની(અમદાવાદ)માં શ્રી શાંતિનાથના વિધિચૈત્યની જગતી અને દેવકુલિકા બ્રાહ્મચાગોત્રમાં સા હીરાના પુત્ર સા ગોરાના પુણ્યાર્થે લક્ષ્મીદાસ, સા. સામીદાસ, સા. ઉદયનાથ, સા રાયસિંઘ વગેરે પુત્રોએ, શ્રાવિકા ગોરાદે, લાડિમદે, આસકરણ વગેરે પરિવાર સહિત શ્રી જિનકુશલસૂરિની કૃપાથી કરાવી. એ લાંબા સમય સુધી ટકી રહો. શિલાલેખ નં. ૩. સંવત ૧૬૪૬, આસો સુદિ ૧૦, વિજયાદશમીને સોમવારે શ્રવણ નક્ષત્રમાં શ્રી ખરતરગચ્છમાં શ્રી જિનમાણિકયસૂરિના પટ્ટાલંકાર શ્રી જિનચન્દ્રસૂરિના વિજયરાજ્યમાં ઉકશ વંશમાં શંખવાલ ગોત્રના સાહ સામલ, તેના પુત્ર સાહ ડુંગર, ભાયાં શ્રાવિકા લાડાના પુત્રરત્ન મા ધન્નાકે, સા. વના, સા. મિહાજલ, સાધર્મસી વગેરે પરિવાર સહિત રાજધાનીમાં શ્રી શાંતિનાથ વિધિચૈત્યની જગતીમાં દેવકુલિકા આત્મશ્રેયાર્થે કરાવી. શ્રી જિનકુશલસૂરિની કૃપાથી પૂજ્યમાન ચિરકાલ આનંદ પામો. Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy