________________
સં. પ્રવીણચંદ્ર પરીખ અને ભારતી શેલત
Nirgrantha
શિલાલેખ નં. ૪
સંવત ૧૬૪૬, આશ્વિન સુદિ ૧૦ – વિજયાદશમીને સોમવારે, શ્રવણ નક્ષત્રમાં થી ખરતરગચ્છમાં શ્રી જિનમાણિકયસૂરિના પટ્ટાલંકાર શ્રી જિનચન્દ્રસૂરિના વિજયરાજ્યમાં ઉકશ વંશમાં શંખવાલ ગોત્રમાં સાહ સામલના પુત્ર સાહ ડુંગર - તેની પત્ની શ્રાવિકા લાડાએ પુત્ર સાત ધન્ના, સાહ વન્ના, સાહ મેહાજલ, સાહ ધરમસી વગેરે પુત્ર પૌત્રાદિ પરિવાર સહિત અમદાવાદ નગરમાં શ્રી શાંતિનાથ વિધિ ચૈત્યની જગતીમાં સ્વશ્રેયોથે દેવકુલિકા કરાવી. શ્રી જિનકુશલસૂરિ ગુરુની કૃપાથી.
શિલાલેખ નં. ૫ | સ્વસ્તિ શ્રી વિ. સં. ૧૬૪૬, આસો સુદ ૧૦, શ્રી બ્રહખરતરગચ્છના અધીશ્વર શ્રી જિનમાણિકયસૂરિના પટ્ટાલંકાર શ્રી જિનચન્દ્રસૂરિના વિજયરાજ્યમાં શ્રી બ્રાહ્મચા ગોત્રમાં સાહ હીરો, તેના પુત્ર સાત ગોરા, પત્ની ગૌરાદે, લઘુભાય જવાદે – તેનો પુત્ર સાત લક્ષ્મીદાસ, સાહ સામીદાસ, સાહ ઉદયસિંહ, સાહ રાયસિંહ, શ્રાવિકા દાડિમ, શ્રાવિકા ભગતાદે, પુત્ર આસકરણ વગેરે પરિવાર સહિત રાજધાનીમાં “શ્રી શાન્તિનાથવિધિ ચૈત્ય'ની જગતીમાં પિતાના પુણ્યાર્થે દેવકુલિકા કરાવી.
શિલાલેખ નં. ૬
સંવત ૧૬૪૬, આશ્વિન સુદિ ૧૦, વિજયાદશમીને સોમવારે, શ્રવણ નક્ષત્રમાં શ્રી બ્રહખરતરગચ્છમાં શ્રી જિનમાણિકયસૂરિના પટ્ટાલંકાર શ્રી જિનચન્દ્રસૂરિના વિજયરાજ્યમાં શ્રી ઉકશ વંશમાં શંખવાલ ગોત્રમાં સાહ સામલ, તેનો પુત્ર સાહ ડુંગર, તેની પત્ની શ્રાવિકા લાડા, તેના પુત્ર રત્ન સાહ ધન્નાકે, સાહ વન્ના, સાહ મેહાજલ, સાહ ધરમસી વગેરે ભાઈઓ અને પુત્રાદિ પરિવાર સહિત શ્રી ગુર્જર પ્રદેશની રાજધાની અહમ્મદાવાદ નગરમાં ‘શ્રી શાંતિનાથવિધિચૈત્ય'ની જગતીમાં પોતાના શ્રેયાર્થે દેવકુલિકા કરાવી. પૂજનીયો ચિરકાલ રહો. શ્રી જિનકુશલસૂરિની કૃપાથી કલ્યાણ થાઓ.
સમીક્ષા
શિલાલેખ નં. ૧ માં પાતશાહ અકબરનો નિર્દેશ છે તે દિલ્હીના બાબુરીવંશનો પ્રસિદ્ધ બાદશાહ અકબર ૧લો (ઈ. સ. ૧૫૫૬થી ૧૬૦૫) છે. લેખમાં ગૂર્જરદેશની રાજધાની અમદાવાદમાં શ્રી જિનચન્દ્રસૂરિના વિજયરાજ્યમાં શાંતિનાથ જિનાલય બંધાવ્યાનો નિર્દેશ છે. આચાર્ય જિનચંદ્રસૂરિ ખરતરગચ્છના હતા. તેમનો જન્મ વિ. સં. ૧૫૯૫ (ઈ. સ. ૧૫૮-૩૯)માં, દીક્ષા સં. ૧૬૦૪ (ઈ. સ. ૧૫૪૭-૪૮)માં અને આચાર્યપદ જેસલમેરમાં વિ. સં. ૧૬૧૨, ભાદ્રપદ સુદિ ૯ ના રોજ (૧૪ ઑગસ્ટ, ઈ. સ. ૧૫૫૬) પ્રાપ્ત થયું હતું. તેમણે સં૧૬૪૮, આષાઢ સુદિ ૮ ના દિવસે (૬, જુલાઈ, ઈ. સ. ૧૫૯૨) ખંભાતથી વિહાર કરી જાલોરમાં પર્યુષણ કરી અને પછી લાહોર પધાર્યા, જ્યાં તેમણે સમ્રાટ અકબરને ઉપદેશ આપ્યો. ખંભાતના દરિયામાં મચ્છીમારોની જાળ બંધ કરાવી. બિકાનેરના
સિંહના પુત્ર મંત્રી કર્મચન્દ્ર મોટા સમારોહપૂર્વક આચાર્યશ્રીને યુગપ્રધાનપદ આપ્યું. આચાર્ય જિનચન્દ્રસૂરિએ ઘણી પ્રતિષ્ઠા કરાવી અને શિષ્યોની પદસ્થાપનવિધિ અને વિવિધ ધર્મકાર્યો કર્યા'.
શિલાલેખ નં. ૧માં શ્રી જિનચન્દ્રસૂરિના પુરોગામી સૂરિઓની પટ્ટાવલી આપી છે. આ પટ્ટાવલી વડગચ્છના
Jain Education Intemational
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org