SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ સં. પ્રવીણચંદ્ર પરીખ અને ભારતી શેલત Nirgrantha (૫) શિરોરેખાને લંબાવીને એને ફુ અને નાં અંતર્ગત સ્વરચિહ્નોના ઊભા દંડ સાથે જોડવામાં આવતી નથી. (૬) અંતર્ગત સ્વરચિહન માટે કયાંય પડિમાત્રા પ્રયોજાઈ નથી. હંમેશાં શિરમાત્રા (ઊર્ધ્વમાત્રા) જ પ્રયોજાઈ છે. (૭) ક્ષ ના સંયુકત સ્વરૂપમાં ની મધ્યની આડી રેખાને ઊભી રેખા સાથે સળંગ છેદી જમણી બાજુએ નીચે ઉતારવામાં આવી છે, જેમકે નક્ષત્રે (૧.૩,૪.૬,૫.૨), પક્ષવિક્ષેપ (૧.૫), વગેરે. (૮) કવચિત્ હું ના મરોડમાં દીર્ઘ હું ની માત્રા જમણી તરફ છેક નીચે સુધી લંબાવવામાં આવી છે, જેમકે વીરું (૧.૩૧). લેખોનું લખાણ સંસ્કૃત ભાષા અને લેખ નં. ૧ના પ્રથમ બે શ્લોક સિવાય ગદ્યમાં લખેલું છે. લખાણમાં કયાંક કયાંક અશુદ્ધિઓ માલૂમ પડે છે. સમયાતીત-સંવને બદલે સમયાત્મિવૃતિ (૧.૧), ચતુષ્પદ ને બદલે વતુષણી (૧.૯), પ્રતિષ્ઠિત ને બદલે પ્રતિષ્ઠિત (૧.૧૩), પ્રતિષ્ઠા ને બદલે તિUT (૧.૧૪), સમુદ્ધતમ્ ને બદલે સમુકૃતમ્ (૧.૨૧), વગેરે. કવચિત દેશ્ય શબ્દનો પ્રયોગ થયેલો છે; જેમકે ક્રોદિતા (૧.૩૧). લેખોનો સાર : ૧ સ્વસ્તિ, શ્રી ઇચ્છિતાર્થની ફલપ્રાપ્તિ કરાવનાર, સજજનોની છાયા સમાન, સુમનસુ, સંઘને સમૃદ્ધ કરનાર શાન્તિનાથ ચૈત્યરૂપી કલ્પવૃક્ષ ચિરસ્થાયી બનો. (સ્લો૧). વિક્રમ સંવત ૧૬૪૬, વિજયાદશમીના દિવસે, સોમવારે, શ્રવણ નક્ષત્રના સમયે (સ્લો. ૨) બાદશાહ શ્રી અકબરના રાજ્યમાં અમદાવાદ નગરમાં શાસનાધીશ શ્રી વર્ધમાનસ્વામીના પટ્ટની અવિચ્છિન્ન પરંપરામાં ઉદ્યોતનસૂરિ થયા (પં. ૨-૩). તેમના પટ્ટમાં સૂર્ય સમાન પ્રતાપી વિમલ દંડનાયકે અર્બુદાચલ ઉપર બંધાવેલ ‘વિમલવસહિ'ની પ્રતિષ્ઠા કરાવનાર શ્રી વર્ધમાનસૂરિ, તેમના પટ્ટધર અણહિલપુરના અધીશ દુર્લભરાજના સમયમાં ચૈત્યવાસી પક્ષના વિક્ષેપક, સં૧૮૦માં ‘ખરતર બિરુદ’ પ્રાપ્ત કરનાર શ્રી જિનેશ્વરસૂરિ થયા (૫, ૪-૬). તેમના પટ્ટધર શ્રી જિનચંદ્રસૂરિ, તેમના પટ્ટધર શાસનદેવ(ધરણેન્દ્ર)ના ઉપદેશથી કુષ્ઠ રોગના નિવારણના હેતુરૂપ સ્તંભન પાર્શ્વનાથ પ્રગટ થયા છે તેવા “નવાંગ' વગેરે અનેક શાસ્ત્રોના વિવરણ કરવાથી પ્રતિષ્ઠા મળી છે તેવા શ્રી અભયદેવસૂરિ થયા (૫, ૬-૭). તેમના પટ્ટધર જિનશાસન પ્રભાવક શ્રી જિનવલ્લભસૂરિ હતા, જેમણે લેખ, રૂપ, દશકુલક વગેરેના પ્રેષણ દ્વારા વાગડ દેશના ૧,૦,0 શ્રાવકોને પ્રતિબોધ આપેલો, પોતાની સુવિહિત કઠિન ક્રિયાઓ કરેલી અને પિંડવિશુદ્ધિ પ્રકરણની રચના કરેલી (પં૭-૯). તેમના પટ્ટધર પંચનદીસાધક શ્રી જિનદત્તસૂરિ થયા, જેમણે પોતાની શકિતથી વિકારી ૬૪ યોગિનીઓના ચક્રને વશ કર્યું હતું. સિંધુ દેશના પીરની સાધના કરી, અંબડ શ્રાવકના હાથે સુવર્ણાક્ષરે લખાયેલ વાચનાથી “યુગપ્રધાન'ની પદવીથી અલંકૃત હતા (૫૦ ૯-૧૧). તેમના પટ્ટધર શ્રી જિનચન્દ્રસૂરિ (દ્વિતીય) થયા, જેમનું ભાનસ્થલ નરમણિથી શોભાયમાન હતું (પૃ. ૧૧). તેમના શિષ્ય શ્રી જિનપતિસૂરિ થયા, જેમની નેમિચંદ્ર (ભંડારી) પરીક્ષા કરી હતી, જેમણે પ્રબોધોદય જેવા ગ્રન્થની રચના કરી. ૩૬ પ્રકારના વાદોથી વિધિપક્ષ (ખરતર) વ્યવસ્થિત કર્યો - (૫૦ ૧૧-૧૨). તેમના પટ્ટધર પ્રભાવક શ્રી જિનેશ્વરસૂરિ (દ્વિતીય) થયા, જેમણે લાડોલ(વિજાપુર)માં થી શાન્તિનાથ-વિધિચૈત્યની પ્રતિષ્ઠા કરી (પં. ૧૩). તેમના પટ્ટધર શ્રી જિનપ્રબોધસૂરિ થયા. તેમના પટ્ટધર શ્રી જિનચન્દ્રસૂરિ (તૃતીય) થયા, જેમણે ચાર રાજાઓને પ્રતિબોધ કર્યા હતા. આથી વૃદ્ધ રાજગચ્છની સંજ્ઞાથી શોભતા હતા (પં૧૩-૧૪). તેમના પટ્ટધર શ્રી જિનકુશલસૂરિ થયા, જેઓ ‘શત્રુંજય પર્વત' ઉપર ‘ખરતરવસતિ'ના પ્રતિષ્ઠાપક હતા અને જેમનું ધ્યેય પોતાના ગચ્છનું પરિપાલન કરવાનું હતું (પં. ૧૪-૧૫). તેમના પટ્ટધર શ્રી જિનપદ્મસૂરિ, તેમના પટ્ટધર જિનલબ્ધિસૂરિ અને પછી શ્રી જિનચંદ્રસૂરિ (ચતુર્થ) થયા (૫ ૧૫-૧૬). પછી તેમના પટ્ટધર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy