________________
પાતશાહ અકબરના સમયના છ અપ્રકાશિત શિલાલેખ, વિ સં ૧૬૪૬
આ અકબરકાલીન છ શિલાલેખ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી શાંતિનાથની પોળમાંના શાન્તિનાથના જૈન દેરાસરમાં ગૂઢમંડપમાં ગર્ભગૃહની બહારની ડાબી બાજુની દીવાલ પર એક સાથે ઉપર નીચે ગોઠવેલી અલગ અલગ તકતીઓ પર કોતરેલા છે.
સં. પ્રવીણચંદ્ર પરીખ ભારતી શેલત
શિલાલેખ નં. ૧ ની તકતીનું માપ ૪૦.૫ x ૩૮ સે૰ મી છે. જ્યારે એના પર લખાણવાળા ભાગનું માપ ૩૭.૫ x ૩૦ સે. મી. છે. એમાં સળંગ લખાણની કુલ ૩૧ પંકિતઓ કોતરેલી છે. દરેક પંકિતમાં અક્ષરસંખ્યા સરેરાશ ૪૭ થી ૪ની છે, અને અક્ષરનું સરેરાશ કદ ૦.૫ X ૦.૭ સે૰ મીનું છે. તકતી નં ૨ નું માપ ૪૫ ૪ ૧૯ સે મીઠું છે, જ્યારે લખાણવાળા ભાગનું માપ ૪૪ × ૧૩ સે મી૰ છે. સળંગ લખાણની કુલ ૬ પંકિતઓ કોતરેલી છે. દરેક પંક્તિમાં સરેરાશ અક્ષરસંખ્યા ૨૭ થી ૨૯ની છે, અને અક્ષરનું સરેરાશ કદ ૧.૩ X ૧ સે મીનું છે. તકતી નં. ૩ નું માપ ૪૨ X ૧૯.૫ સે૰ મી છે. લખાણવાળા ભાગનું માપ ૩ x ૧૬ સે. મી. છે. લખાણની કુલ ૮ પંકિતઓ કોતરેલી છે. અંતિમ પંકિત પાછળથી કોતરેલી જોવા મળે છે. દરેક પંકિતમાં સરેરાશ અક્ષરસંખ્યા ૨૬-૨૭ જેટલી છે અને અક્ષરનું સરેરાશ કદ ૧ X ૧ સે મીનું છે. તકતી નં ૪ નું માપ ૧૮.૫ X ૧૯ સે મી છે. એમાં લખાણવાળા ભાગનું માપ ૧૬ X ૧૬ સે. મી. છે. લખાણની કુલ ૧૨ પંક્તિઓ કોતરેલી છે અને દરેક પંકિતમાં સરેરાશ અક્ષરસંખ્યા ૧૮ થી રની છે. અક્ષરનું સરેરાશ કદ ૦.૫ x ૦.૫ સે મી૰ છે. તકતી નં ૫ નું માપ ૨૨ X ૧૮ સે. મી. છે, જ્યારે લખાણવાળા ભાગનું માપ ૧૭ X ૧૧.૫ સે મીઠું છે. લખાણની કુલ ૧૦ પંકિતઓ કોતરેલી છે. દરેક પંકિતમાં અક્ષરની સરેરાશ સંખ્યા ૧૯ છે અને અક્ષરનું સરેરાશ કદ ૦.૫ X ૦.૭ સે. મી. છે. તકતી નં-૬ નું માપ ૨૦ ૪ ૧૮.૫ સે. મીનું છે, જ્યારે લખાણવાળા ભાગનું માપ ૧૭ X ૧૫.૫ સે૰ મી છે. લખાણની કુલ ૧૨ પંકિતઓ કોતરેલી છે. દરેક પંકિતમાં સરેરાશ અક્ષરસંખ્યા ૧૮ થી ૨૦ની છે. અક્ષરનું સરેરાશ કદ ૦.૫ x ૦.૫ સે મી છે.
શિલાલેખોનું લખાણ દેવનાગરી લિપિમાં કોતરેલું છે. લેખોમાંના અક્ષરવિન્યાસની કેટલીક લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે :
(૧)ઞ માં ઉત્તર ભારતીય મરોડ જોવા મળે છે, જેમકે અજ્વર, અમ્મ' (૧.૨), અધિર્ત્ત (૧.૫) અમય (૧.૭), અંવડ (૧.૧૦) અશ્વ” (૨.૧), આસ” (૨.૫), આયોગ (૩.૧), આશ્વિન (૪.૧) વગેરે.
(૨) મૂલાક્ષર ધ ને મથાળે પ્રાયઃ શિરોરેખા જોવા મળતી નથી; જેમ કે સીમંધર (૧.૪), શોષિત (૧.૪), શીત્યધિન્ન (૧.૫), પ્રોધિત (૧.૮), પત્તનાપીરા (૧.૫), સાધ (૧.૧૧), સૂત્રધાર (૧.૧૨), ધન્ના (૪.૬) વગેરે.
(૩)ળ માં ઉત્તરી મરોડ પ્રયોજાયો છે, જેમાંથી ગુજરાતી મરોડ થયો છે; જેમ કે શ્રવળ (૧.૨), અળધિ (૧.૫), વિવરાવળ (૧.૭), માળિય (૧.૨૦, ૨.૨), વગેરે.
Jain Education International
(૪)T ના મરોડમાં એના ડાબા અંગના ઉપરના ભાગને ડાબી બાજુએ નીચે ગોળ વાળવામાં આવ્યો નથી; જેમ કે શાસના (૧.૩), શોષિત (૧.૪), રાત (૧.૫), ત્તિ (૧.૯), °શોષિત° (૧.૧૪), શત્રુનય (૧.૨૨), શાંતિનાથ (૨.૩), સંવવાત (૪.૫), વગેરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org