SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Vd. I-1995 મહોપાધ્યાય શ્રીભાનુચન્દ્રગણિ. પટ વર્તમાન કાળની વ્યકિત પોતાના મનોભાવને, અંતરની વેદનાને વ્યકત કરે તો તે આવા જ ભાવોમાં વ્યકત કરે, જે રીતે પ્રારંભના શ્લોકોમાં રત્નાકરપચ્ચીસીની સ્પષ્ટ અસર જણાય છે, તે જ પ્રમાણે ઉત્તર વિભાગમાં વેન્યામનિસ્તોત્રના ધચાત વ (૧૨ સદી પ્રથમ ચરણ) પદથી શરૂ થતા છેલ્લાં પદ્યોની સ્પષ્ટ છાયા જણાય છે. એ બન્ને પૂર્વ વિભાગ અને ઉત્તર વિભાગની વચ્ચે જે પદ્યો છે તેમાં કર્તાનું આત્મગહત્મક નિજ આત્મવૃત્ત એવી હૃદયસ્પર્શી ઢબે ગૂંથાયેલું છે કે તે પ્રસાદગુણમંડિત પદાવલી, પાઠકના ચિત્તનો કબજો મેળવી લે છે. સામાન્ય આત્મગહની સાથે સાથે કર્તાએ પોતાના જીવનમાં સુકૃતને પણ સંભાય છે. તે સુકૃતો પૈકીનાં બે સુકૃતો ઈતિહાસ પ્રમાણિત અને નોંધપાત્ર છે : તેમાં પહેલું સુકૃત જે શત્રુંજય તીર્થ-કરમોચનનું છે, તેનું ખ્યાન બહુ રોચક અને ચિત્રાત્મક શૈલીમાં આપ્યું છે, જેની વિગત આ પ્રમાણે છે. શ્લોક ૫૦ થી ૫૯ સુધીના નવ શ્લોકમાં કાશ્મીર દેશના જયનલંકા નામના સરોવરમાં શહેનશાહ અકબરને સૂર્યસહસ્રનામ સંભળાવવા ગયા ત્યારે અતિશીતના કારણે કર્તા મૂચ્છ પામ્યા. બાદશાહને આની ખબર પડી તેથી તે લજ્જિત બન્યો અને પ્રસન્ન થયો : વગર કહ્યું મારા નિમિત્તે આપે કેટલું કષ્ટ સહ્યું. આપને જે જોઈએ તે માગો. મારા રાજ્યમાં જે કાંઈ છે તેમાંથી જે જોઈએ તે કહો. શું કામ વિલંબ કરો છો ? આવી ક્ષણે કે જ્યારે બાદશાહ જેવો બાદશાહ જે જોઈએ તે આપવા તૈયાર છે ત્યારે, બીજી કોઈપણ વસ્તુની માંગણી ન કરતાં તેઓએ શત્રુંજય તીર્થમાં જે યાત્રાવેરો લેવાય છે તે માફ કરવાની માંગણી કરી. બાદશાહે તે વાત સ્વીકારી. આ એક બહુ અદ્ભુત કાર્ય થયું ગણાય. અને તે પછી અન્ય પ્રસંગે સમ્રાટને ગૌવધના નિષેધ માટે પણ બહુ યુકત શબ્દો કહ્યા, જેની ધારી અસર થઈ. પોતાની આણ જે પ્રદેશોમાં વર્તતી હતી તે બધા પ્રદેશોમાં બાદશાહે ગૌવધબંધી જાહેર કરી, આ બીજું સુકૃત. કર્તાએ અંતર્મુખ બનીને, ખૂબ નિખાલસતાથી આ પ્રાર્થના રચી છે. અનોખી રીતે ભકત ભગવાન આગળ આત્મનિવેદન કરીને હળવો થાય છે. આત્મનિંદા-ગર્ભિત સ્તુતિઓમાં આ એક નોંધપાત્ર સ્તુતિ છે. રાજા કુમારપાળકૃત આત્મનિંદાબત્રીસી તથા રત્નાકરપચ્ચીસીની જેમ આ પણ પ્રસાર પામે તેવી કૃતિ છે. મુઘલ બાદશાહનો નિકટનો સંપર્ક થવો, એના ઉપર ઊંડો પ્રભાવ પાડવો અને એના ફળ રૂપે એની પાસે ધર્મનાં અને લોકોપકારનાં સુકતો કરાવવાં - આને લીધે કોઈ ત્યાગી વૈરાગી સંત ગર્વિત ન થાય તો પણ છેવટે એમને આત્મતૃષ્ટિ તો અવશ્ય થાય. અને આવાં સુકૃતો કરાવ્યા પછી પણ તેનો સંતોષ કે હર્ષ મેળવવાને બદલે આવું બધું પોતે કીર્તિ, નામના, પ્રતિષ્ઠા ખાતર કર્યું છે, એવો અંતરમાં બળાપો અને અજંપો થઈ આવે અને તે આવી આત્મનિન્દાભરી પશ્ચાત્તાપની કાવ્યધારારૂપે વહી નીકળે એવું તો જવલ્લે જ જોવા મળે છે અથવા બનવા પામે છે. મહોપાધ્યાય શ્રી ભાનુચંદ્ર ગણીની આ રચનાની આ વિરલ વિશેષતા છે, અને તે તેઓના અંતરમાં જાગી ઊઠેલી ઊર્ધ્વગામી આત્મલક્ષિતાનું સૂચન કરે છે. આગળ સૂચવ્યું તેમ આમાં ત્રણ વૃત્તો પ્રયોજ્યાં છે : ઇન્દ્રવજી, ઉપજાતિ, અને વસંતતિલકા. અલંકાર તથા પ્રાસની દૃષ્ટિએ બહુ ચમત્કૃતિ સધાઈ નથી. રચનાની દૃષ્ટિએ કયાંક કયાંક કચાશ પણ લાગે છે. સર્જનમાં ઉપાધ્યાય સિદ્ધિચન્દ્ર પોતાના ગુરુ કરતાં ઘણા આગળ છે, એમ તેઓએ રચેલું શ્રમનુત્ર જોતાં જણાઈ આવે છે. તેઓનું ભાષાપ્રભુત્વ, છંદવિધાનકૌશલ્ય, અલંકારનિર્મિતિપતા, લલિતપદવિન્યાસપાટવ, ઈત્યાદિ લક્ષણો પ્રથમ દષ્ટિએ જ વાચકનું ધ્યાન ખેંચે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy