________________
મહોપાધ્યાય શ્રીભાનુચન્દ્રગણિ વિરચિત આલોચનાગર્ભિત શ્રીનાભેયજિનવિજ્ઞપ્તિરૂપ સ્તવન
પ્રદ્યુમ્નવિજય ગણિ
કર્તા અને કૃતિનો પરિચય
થી શ્વેતામ્બર શ્રમણ પરંપરાની પ્રશસ્ય પરિપાટીમાં તપગચ્છાધિપતિ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજના સમયનું પ્રકરણ સ્વર્ણાક્ષરે અંકિત થયું છે. તેનાં અનેક પ્રકાશમાન પૃષ્ઠોમાં જે બહુ ચળકતાં યાદગાર નામો છે, તેમાં ઉપાધ્યાય ભાનુચ તથા સિદ્ધિચન્દ્રનાં નામ નોંધપાત્ર છે. આ બે વ્યક્તિઓ સંસાર પક્ષે સગાભાઈ અને સાધુપણામાં ગુરુ-શિષ્ય છે; પણ તેઓનો પરસ્પરનો વ્યવહાર જોતાં તે બે વ્યકિતને આપણે એક નામે ઓળખી શકીએ તેટલી હદે તેઓ અભેદપણે જીવ્યા હતા.
ઉપાધ્યાય શ્રી ભાનુચન્દ્રની ગુરુપરમ્પરા આ પ્રમાણે છે.
તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયદાનસૂરિજીના શિષ્ય ઉપાધ્યાય થી સકલચન્દ્રગણી (કે જેઓએ વિ. સં. ૧૫૮૨, ઈ. સં૧૫૨૬ માં લોકાગચ્છનો ત્યાગ કરીને આ શ્રી હેમવિમલસૂરિજી પાસે દીક્ષા લીધી હતી. કાઉસ્સગ્નમાં જ જેઓએ શ્રી સત્તરભેદી અને એકવીસભેદી પૂજાની રચના કરી હતી.) તેમના શિષ્ય ઉપાધ્યાય સૂરચન્દ્ર ગણીના શિષ્ય ઉપાધ્યાય ભાનુચન્દ્ર ગણી.
ઉપાધ્યાય શ્રી ભાનુચન્દ્ર ગણીનું વતન ગુજરાતનું પાટણ પાસેનું સિદ્ધપુર નગર હતું. પિતાનું નામ રામજી, માતાનું નામ રમાશે. પોતાનું સાંસારિક નામ ભાણજી. મોટાભાઈનું નામ રંગજી. બન્ને ભાઈઓએ ઉપાધ્યાય શ્રી સૂરચન્દ્રનો ઉપદેશ સાંભળી, વૈરાગ્યવાસિત બની, પ્રવ્રજ્યા ધારણ કરી. બન્નેનાં નામ અનુક્રમે રંગચન્દ્ર અને ભાનુચન્દ્ર રાખવામાં આવ્યાં. તે પછી તેઓના નાનાભાઈને પણ દીક્ષા આપી અને એમનું સિદ્ધિચન્દ્ર નામ રાખ્યું અને
એમને ભાનચન્દ્રના શિષ્યરૂપે જાહેર કરવામાં આવ્યા. આ બન્ને ગુરુ-શિષ્યની જોડીએ સાહિત્યમાં નામ કાઢ્યું, વાવ પૂર્વાથ ની ટીકા લખીને એમણે એ કાળના વિદ્વાનોને ચકિત કરી દીધા.
ઉપાધ્યાય ભાનુચન્દ્ર સારા વિદ્વાન અને સાહિત્યસર્જક હતા. વ્યાકરણ, સાહિત્ય, ઉપરાન્ત નિમિત્તશાસ્ત્ર, મંત્ર, જ્યોતિષ વગેરે વિષયોમાં પણ તેમનું પ્રભુત્વ હતું. સારસ્વત-વ્યાકરણ ઉપર તેમણે વૃત્તિ રચી છે. વળી એમણે વાયટગચ્છીય જિનદત્તસૂરિના પ્રસિદ્ધ ગ્રન્થ વિવેક્ષવિના (આ૦ ઈ. સ. ૧૨૯) ઉપર ટીકા રચી છે અને રત્નપથિાનમ્ નામક કથાગ્રન્થની રચના કરી છે. તે સિવાય નિમિત્તશાસ્ત્રમાં વસંત નિરીન પર પણ બહુમાન્ય ટીકા લખી છે; અને એ બધા ગ્રન્થો તેમના મહા વિદ્વાન શિષ્યથી સિદ્ધિચન્દ્ર ઉપાધ્યાયે સંશોધ્યા છે.
પ્રસ્તુત કૃતિ શ્રી નામે બિન વિજ્ઞપ્તિરૂપ તવનગુ' એક આત્મનિંદાત્મક હૃદયસ્પર્શી રચના છે. ઉપજાતિ, ઈન્દ્રવજા અને વસંતતિલકા એમ ત્રણ છંદોમાં ખ્યાસી શ્લોકમાં બહુ રોચક અને પ્રાસાદિક શૈલીમાં આ વિજ્ઞપ્તિ લખાઈ છે.
આ કૃતિને રચતી વખતે કર્તાની સામે શ્રી રત્નાકરસૂરિ રચિત પ્રસિદ્ધ શ્રી રત્નર વિંશતિ (ઈસ્વી ૧૩મી સદી) હતી. પ્રસ્તુત કૃતિની સ્પષ્ટ અસર આમાં ઝિલાઈ છે. કેટલાક શ્લોકોમાં તો એની સીધી જ અર્થચ્છાયા દેખાઈ આવે છે. શત્રુંજયતીર્થના મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરીને કર્તા પોતાનું આત્મનિવેદન શરૂ કરે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org