SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સં. મધુસૂદન ઢાંકી તથા લક્ષ્મણ ભોજક Nirgrantha આદિ જિનના ‘પાય' (પગલાં) અને દૂધ વર્ષાવતી રાયણના દૂધમાં કાયા ઝબોળી (૧૧), આગળ વધતાં ડાબી બાજુ રહેલ લેપમયી ‘જિન’ અને ‘જિન પગલાં' (૧૨), તે પછી “સમલિયા વિહાર' (ભૂગપુરાવતાર)માં વીસમા જિન ‘મુનિસુવ્રતને નમી ત્યાં રહેલ સર્વ જિનબિંબોને પરિપાટિકાર વંદના દે છે (૧૩), ત્યાંથી “સીહદુવાર' (સિંહદ્વાર, બલાણક) પાસે આવી જિનને યુગાદિદેવ)ને ફરીથી પગેલગણ કરી (૧૪), હવે ‘ખરતરવસહી'માં આવે છે. પરિપાટિકાર એને દેવીએ નિર્માણ કરી હોય તેવી સુસાર-ચારુ (રચના) કહે છે (૧૫). વિશેષમાં કહે છે કે એને દેખતાં જનમન મોહી જાય અને અનિમેષ નેત્રે જાણે જોઈ જ રહીએ; (તેમાં) થોડામાં (ઘણાં) તીરથ એમાં અવતર્યા છે, સમાવ્યાં છે (૧૬). આ નવનિર્મિત નિવેશના ગર્ભગૃહમાં આદિ જિનને કવિ-યાત્રી નમે છે. તે પછી (શિષ્ય) પરિવાર સાથે બેઠેલી જિનરત્નસૂરિ (ની મૂર્તિ) મંડપમાં છે તેવો ઉલ્લેખ કરે છે (૧૭), તે પછી ત્યાં ત્રેવીસમા જિન ‘તંભનપુરાવતાર' (શ્રીપાર્ષ), કલ્યાણત્રય’ ‘સમેત નેમિનિ ' (૧૮), ‘બહોંતર દેવકુલી'માં જિનવર-દેવનાં બિંબ, ‘અષ્ટાપદ’ અને ‘સમેતશિખર તીર્થ' (૧૯), મઠદ્વારે ઓરડીમાં (વાસ્તવમાં ગોખલામાં) ‘ગુરુમૂર્તિ,’ ને મંડપમાં ‘ગૌતમ ગણધર'ને નમે છે (૨૦), (ખરતરવસતિની બહાર આવ્યા બાદ એટલામાં) વિમલગિરિ પર (તેજપાળ મંત્રીએ) અવતારેલ રમ્ય “નંદીશ્વર ચૈત્યને વાંદી, કર્મ તૂટવાની વાત કવિ કહે છે (૨૧), તે પછી (મંત્રીશ્વર વસ્તુપાળ કારિત) “ઈન્દ્રમંડપ' ભણી પરિપાટિકાર વળે છે (૨૨), અને પછી પાસે રહેલ) શ્યામલવર્ણ અને સલૂણ તનવાળા ‘નેમિનાથ'ના ‘ગિરનારાવતાર' મંદિરમાં જઈ, ત્યાં “સંબપૂજન' (સાંબ અને પ્રધુમ્ન)ને પૂજે છે (૨૩). પોળ (વાઘણપોળ) પાસે ડાબી બાજુ સ્તંભનનિવેશ' (સ્તંભનપુરાવતાર પાર્ધ)ને નમસ્કારી, આગળ (અનુપમા સરોવરને કાંઠે રહેલ) 'નમિ-વિનમિ સેવિત અષભ જિન'વાળા ‘સ્વર્ગારોહણ(ચંત્યો'માં થઈ (૨૪), દક્ષિણ ધ્રૂગે રહેલ મોલ્હાવસતિ'માં ચોવીસ જિનને નમે છે; તે પછી ‘ટોટરા વિહારમાં પ્રથમ જિનને પ્રણમવા જઈ (૨૫), ત્યાંથી છીપાવસહિ'માં ‘ષભજિન', ‘અભિનવ આદિજિન', અને કપર્દીયક્ષ'ના ભવનમાં, એમ બધે જિનબિંબોને નમે છે (૨૬). તે પછી સોળમા ‘શાંતિ જિન'ને પ્રણમી, જગસ્વામિની ગજારૂઢા ‘મરુદેવીની પૂજા કરી (૨૭), (નીચે ઊતરતાં તળેટી સમી૫) પાજના મુખ પાસે રહેલ ‘નેમિ જિનેશ્વર', લલિતા સરોવરે “વીરજિન,’ અને પાલિતાણામાં ‘પાર્શ્વ જિનાને નમવાની વાત કરે છે (૨૮)'. આ પછી પરિપાટિકાર યાત્રાલ વિષે સમાપ્તિ-યોગ્ય ઉદગારો કાઢી વકતવ્ય પૂરું કરે છે (૨૯). અન્ય પરિપાટિઓમાં જેની કેટલીક વાર નોંધ લેતા જોવાય છે તે ‘અદબદજી(અદ્ભુત આદિનાથ')ની મૂર્તિ, તેમજ આદીશ્વર મૂળ ટૂક સ્થિત “વીસ વિહરમાન'ના મંદિરનો આમાં ઉલ્લેખ નથી; પણ એકંદરે તેમાં રહેલી કેટલીક નાની નાની વિગતો તીર્થમાં રહેલ પ્રાચીન મંદિરોના સ્થાનક્રમાદિ નિર્ણત કરવામાં મદદરૂપ નીવડે છે. કતિની ભાષા પર અપભ્રંશનો સ્પર્શ છે. રચયિતા સોમપ્રભગણિ કોણ હતા તેનો પત્તો લાગ્યો નથી. બારમી-તેરમી શતાબ્દીમાં બૃહદ, નાગેન્દ્ર, પૌર્ણમિક, અને તપાગચ્છના મળી ચારેક સોમપ્રભ નામધારી મુનિઓ-સૂરિઓ થઈ ગયા છે : પણ સાંપ્રત કૃતિના કર્તા એ તમામથી ભિન્ન એવા કોઈ ચૌદમી સદીના અંતભાગના કે પંદરમી સદીના પ્રારંભના ગણિવર જણાય છે. ચૌદમા શતકના પૂર્વાર્ધમાં બંધાયેલાં મંદિરોનો આમાં ઉલ્લેખ હોઈ રચના તે પછીની હોવાનું સુનિશ્ચિત છે. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy