________________
શ્રી સોમપ્રભ ગણિ વિરચિત શ્રી સેન્નુજ ચેત્તપ્રવાડિ
સં ૧૪૭૭ / ઈ સં૰ ૧૪૨૧માં અમદાવાદના સુલતાન અહમદશાહનું ફરમાન લઈ સંઘવી ગુણરાજે કાઢેલ સંઘ' પછી મોટા પ્રમાણમાં યાત્રિકો અને યાત્રાર્થે સંઘો શત્રુંજયતીર્થના દર્શનાર્થે નીકળ્યા હશે. તેનું એક પ્રમાણ તો પંદરમા સૈકામાં પ્રચુર માત્રામાં રચાયેલી મળતી પ્રસ્તુત તીર્થને અનુલક્ષિત ચૈત્યપરિપાટિઓ દ્વારા મળી રહે છે. બૃહદ્ ચૈત્યપરિપાટિઓ-તીર્થમાલાઓ બનાવનારમાંથી પણ ઘણા ખરા શત્રુંજયતીર્થ ગયા હોય તેમ લાગે છે, અને પ્રસ્તુત મહાતીર્થ પ્રતિ અત્યધિક ભાવ અને આદર બતાવતા, તેમ જ ત્યાં અવસ્થિત જિનભવનોનું અન્ય તીર્થસ્થાનોનાં મંદિરોને મુકાબલે કંઈક વિશેષ વિવરણ કરતા જણાયા છે. તીર્થરાજ સંબંધી અહીં પ્રસ્તુત કરેલી અને અદ્યાવધિ અપ્રકાશિત ચૈત્યપરિપાટિ કેટલીક અન્ય તત્સમાન રચનાઓની જેમ અનામી કર્તાની નથી, તે વિષે અહીં આગળ ઉપર જોઈશું. દુહા છંદમાં ૨૯ કડીમાં વહેંચાઈ જતી આ ચૈત્યપરિપાટિ તેની વસ્તુની રજૂઆતમાં તેમ જ વિગતોમાં શત્રુંજય પરની અન્ય સમકાલીન કહી શકાય તેવી રચનાઓ સાથે સાદશ્ય ધરાવે છે. કૃતિમાં કાવ્યતત્ત્વનો પ્રાય: અભાવ તેમાં અન્યથા પ્રાપ્ત ઉપયોગી વિગતોને કારણે સરભર થઈ જાય છે. શત્રુંજયતીર્થના ઇતિહાસશોધનને નિસ્બત છે ત્યાં સુધી તો આ પરિપાટિથી એક વિશેષ સાક્ષ્ય અને સાધન સાંપડી રહે છે. કૃતિનો પાઠ બે હસ્તપ્રત ઉપરથી તૈયાર કર્યો છે. તેમાં પ્રથમ (જ્ઞ) લા ૬ ભા૰ સં વિ માં મુનિશ્રી પુણ્યવિજયજી સંગ્રહની છે : (નવો ક્રમાંક ૧૫૪૯). લિપિ પરથી પ્રતનો કાળ ૧૫મા શતકનો મધ્યભાગ હોવાનું નિર્ણીત થાય છે. બીજી ગુટકાકાર (ઉ) પ્રત પણ પ્રકૃત સંગ્રહની છે; તેનો ક્રમાંક ૮૪૮૮ છે. તેમાં કહ્યા મુજબ તેના રચયિતા સોમપ્રભ ગણિ છે.
સં. મધુસૂદન ઢાંકી લક્ષ્મણ ભોજ
પુંડરીકશિખરીસ્તોત્રકાર તેમ જ કેટલાક અન્ય પરિપાટિકારોની જે અહીં રચયિતા તીર્થવર્ણન માટે નીચેથી ઉપર જતા, મરુદેવીની ટૂંકથી પ્રારંભાતા, પ્રણાલિકાગત યાત્રામાર્ગને અનુસરવાને બદલે ઊલટો ક્રમ અપનાવે છે, અને પોતાનું કથન તીર્થનાયક શ્રીયુગાદિદેવના ભવનથી શરૂ કરે છે. આ પરિપાટિ સૌ કોઈને ગાવા માટે રચી હોવાનો આશય ‘નમીસુ (નમિશું)’ ‘લેઈસુ (લેશું)’ ઇત્યાદિ પ્રયોગોથી સૂચિત થાય છે.
Jain Education International
શત્રુંજય ચડ્યા પછી (૧) કવિ-યાત્રી સૌ પ્રથમ ‘રિસહેસર’(ઋષભદેવ)ના ‘સી(સિ)લમઉ’(શિલામય) બિંબનું સ્નાન-વિલેપન-પૂજન-સ્તવન કરી, આદિ જિનેશ્વરને ોયાથી હૈયે હરખ માતો નથી ને લોચનમાંથી અમીરસ ઝરી પાપમળ જતો રહેતો હોવાનું કહે છે (૨-૩), કવિ તે પછી ઉમેરે છે કે જિનવર આગળ નાચીશું, (જિનવરના) ગુણ ગાઈશું, કુગતિનું દ્વાર રૂંધીશું, ને સ્વજીવનને સફ્ળ કરીશું (૪). આદિજિનની પાસે રહેલ કોટાકોટિ મુનિઓ સાથે સિદ્ધગતિ પામેલ ‘ગણધર પુંડરીક’ની મૂર્તિની ‘જોડલી’ને નમીને ભવ પાર ઊતરવાની આશા વ્યકત કરે છે (૫). મંડપમાં બેસાડેલ ‘રિસહજિણંદ' (ઋષભ જિનેન્દ્ર)ને જુહારી, (ચક્રીશ્વર) ભરત પ્રસ્થાપિત ‘યુગાદિદેવ’ને જોઈને ભવદુ:ખ પાર પડે છે તેમ કહી (૬), આગળ કહેતા ત્યાં રહેલા ~~~ સિદ્ધ રમણી (મુકિત)દેવાવાળા ‘ઊભા’ (ખડ્ગાસન) અને ‘બઈઠા’ (પદ્માસન મુદ્રામાં) સ્થિત સૌ જિનવર-બિંબોને નમે છે (૭). તે પછી દક્ષિણ બાજુની દેરીમાં ‘ચોવીસ જિન બિંબ,’ ‘સાચોરીવીર' (૮), ત્રણ ભૂમિના આલયમાં સ્થિત ‘કોડાકોડિ જિણવર’ (કોટાકોટિ જિન), તે પછી આવાગમન (ભવભ્રમણ) નિવારનાર ‘પાંચ પાંડવ' (૯), તેની પાછળ રહેલ જગત્ત્યું પહેલું તીર્થ ‘અષ્ટાપદ’ અને [તેમાં રહેલ] ચોવીસ જિનને વંદના દે છે. (૧૦) ત્યાર બાદ ‘રાયણ' હેઠળ રહેલ
For Private Personal Use Only
www.jainelibrary.org