SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સં. મધુસૂદન ઢાંકી Nirgrantha સ્વભાવગત હિંસા-ધર્મના ત્યાગનો પણ નિર્દેશ કરે છે (૧૮). ત્યાર બાદ અજિતજિનથી પ્રારંભી ક્રમમાં આવતા બાવીસ જિનની પાદુકા એવું લેપમયી પ્રતિમાઓના (સમૂહ)નો ઉલ્લેખ કરે છે. (૧૯). આટલું કહી લીધા પછી સ્તોત્રકાર યુગાદિદેવના મૂલભવનના મોઢા આગળ, ડાબી બાજુએ રહેલા (મંત્રી વસ્તુપાલ કારિત) સત્યપુરાવતાર વીર અને જમણી બાજુએ રહેલ શનિવિહાર અને પ્રસ્તુત પ્રાસાદની પાછળના ભાગમાં સ્થિત અષ્ટાપદતીર્થનો ઉલ્લેખ કરે છે (૨૦). આ પછી (તેજપાલ કારિત) નંદીશ્વર, અને (વસ્તુપાલ કારિત) ગિરનારગિરિ અને સ્તંભનકપુરના જિનનાં તીર્વાવતાર મંદિરોનો ઉલ્લેખ કરે છે (૨૧). આદીશ્વર ભગવાનનું મૂલ ચૈત્ય ધરાવતા આ દક્ષિણ ભૃગનાં સૌ ચૈત્યસ્થાનો વિષે આટલી વાત થઈ રહ્યા બાદ હવે કવિ-યાત્રી બીજા, એટલે કે ઉત્તર પ્રંગ તરફ વળે છે. ત્યાં જતાં માર્ગમાં વચ્ચે આવતા (વસ્તુપાલ મન્ટીના) સ્વર્ગારોહાપ્રાસાદ અને તેમાં સ્થિર થયેલા વિદ્યાધર નમિ-વિનમિ સેવિત અને તેમનાં (ચકચકિત) ખગમાં પ્રતિબિંબ રૂપે દેખાતા બે વિશેષ બિંબવાળા જિનેશ (આદિનાથ)ને પ્રણમી (૨૨), ત્યાંથી આગળ વધતાં દ્વિતીય એટલે કે ઉત્તર શૃંગ પર સ્થિત ષોડમાં જિન (શાંતિનાથ), પ્રથમાહંત (યુગાદિદેવ), શ્રેયાંસજિન, નેમિજિન, અને વીરજિનેન્દ્ર(નાં મંદિરો)ની ઉપસ્થિતિનો નિર્દેશ કરે છે (૨૩). છેલ્લે જિનમાતા મરુદેવી અને સંઘરક્ષક કપર્દિયક્ષ (નાં ભવનો)નો ઉલ્લેખ કરી (૨૪), યાત્રાફળ ઉપલક્ષમાં પ્રાસંગિક પરંપરાગત વચનો કહી, વકતવ્ય સમાપ્ત કરે છે (૨૫). આ તીર્થવર્ણનમાં દક્ષિણ શૃંગ પરની સંરચનાઓમાં મંત્રીશ્વર વસ્તુપાળ વિનિર્મિત, મધ્યકાળે ખૂબ પ્રસિદ્ધિમાં આવેલ ઈદ્રમંડપ, તેમ જ બંધુદ્ધયે બંધાયેલ દેવાલય-સમૂહને ફરતા પ્રતોલી સહિતના પ્રાકારનો ઉલ્લેખ નથી; આનો ખુલાસો એ રીતે આપી શકાય કે સ્તોત્રકારનું લક્ષ શત્રુંજય પર પ્રતિષ્ઠિત ઉપાસ્ય જિન પ્રતિમાઓ અને પ્રતિમા-ભવનોની સ્તુતિ કરવા તરફ જ કેન્દ્રિત થયેલું હોઈ, વાસ્તુની દષ્ટિએ મહત્ત્વની, પણ ધાર્મિક સ્થાનકોણથી ગૌણ મનાય તેવી, કૃતિઓ એમણે મૂળ વસ્તુના વ્યાપની બહાર માની હોય”. હવે વિચારીએ સ્તોત્રના રચનાકાળ વિષે. રચયિતાનું નામ દીધું ન હોઈ, તે દિશામાંથી કાળનિર્ણય માટે જરા સરખી પણ મદદ મળી શકતી નથી. નિરાડંબરી ભાષા અને પ્રસન્ન-સરલ નિરૂપણશૈલી ઉત્તર મધ્યકાળથી થોડોક પૂર્વનો સમય સૂચવી રહે છે : પણ એ પ્રમાણ અપૂરતું, જોઈએ તેટલું વજનદાર ન હોઈ, સાંપ્રત સંદર્ભમાં અલ્પોપયોગી ઠરે છે. કૃતિના સમયનો વધારે સચોટ અંદાજ કરવા માટે કેટલાંક ચોકકસ પ્રમાણો તો તેના અંતરંગની - વસ્તુમાંથી મળી રહે છે, જે વિષે હવે ક્રમબદ્ધ જોઈએ. (૧) આ યાત્રા-સ્તવમાં મંત્રીરાજ વાભટ્ટે ઈ. સ. ૧૧૫૭માં કરાવેલ તીર્થોદ્ધારનો ઉલ્લેખ છે, અને જોકે સમરાસાહે ઈ. સ. ૧૩૧૫માં કરાવેલ પુનરુદ્ધારનો સીધો નિર્દેશ નથી, તો પણ સમરાગરના પાર્શ્વનાથ-ભવન(દેશલ વિહાર)ના ઉલ્લેખથી કૃતિ ઈ. સ. ૧૩૧૫ બાદની કરે છે. અન્યથા સ્તવનકાર તો યુગાદિનું બિંબ જોવડિસાહના સમયનું જ માનતા હોય તેમ લાગે છે; પણ પ્રથમ દષ્ટિએ સ્તવ-રચના ઈ. સ. ૧૩૧૩માં થયેલા તીર્થભંગ પછીની પરિસ્થિતિનું સૂચન કરે છે. (૨) સચિવેશ્વર વસ્તુપાળ અને તેમના લઘુબંધુ મંત્રી તેજપાલ ઈ. સ. ૧૨૨૧થી લઈ ૧૨૩૨ સુધીના ગાળામાં શત્રુંજય પર કરાવેલ સ્તંભનકપુર-પાર્શ્વનાથ, ગિરનારાવતાર નેમિ, શકુનિકા-વિહાર, અને સત્યપુરાવતાર-વીરનાં ભવનો તેમ જ અષ્ટાપદ એવું નંદીશ્વરદ્વીપ અને પાલિતાણામાં (લલિતાસરની પાળે વસ્તુપાલે કરાવેલ) વીરના મંદિરનો ઉલ્લેખ છે. વિશેષમાં મંત્રીશ્વર વસ્તુપાળના ઈ. સ. ૧૨૩૯માં થયેલા સ્વર્ગવાસ પછી બધુ તેજપાળ (શત્રુંજય પર અનુપમસિરોવરને કાંઠે) કરાવેલ સ્વર્ગારોહણપ્રાસાદનો સાંપ્રત સ્તોત્રમાં ઉલ્લેખ છે. તદુપરાંત તેમાં કોટાકોટિ-ચૈત્યનો, અને દક્ષિણ થંગ પરના ‘પ્રથમાહત'ના ચૈત્યનો પણ ઉલ્લેખ છે : આ છેલ્લાં બે મંદિરોમાંથી એક માંડવગઢના મંત્રી પીથડે ઈ. સ. ૧૨૬૪ કે તેથી થોડું પૂર્વે, અને બીજું મોટે ભાગે સંડેરના શ્રેષ્ઠી પેથડે ઈસ્વીસનના તેરમા શતકના અન્ત કરાવેલું. આથી સાંપ્રત ચૈત્ય-પરિપાટિકા-સ્તવની રચના તેરમા શતકના અન્ત બાદ થઈ હોવી ઘટે: અને સ્તોત્રકારે વર્ણવેલ પ્રસ્તુત Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy