SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. 1.1995 શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપરનામ... ૩૫ વિ. ના મધ્યકાલીન પશ્ચિમી લિપિના નિષ્ણાતો – શ્રી જેસિંગભાઈ ઠાકોર, શ્રી ચીમનલાલ ભોજક તથા શ્રી લક્ષ્મણ ભોજક – દ્વારા સોળમા શતકની હોવાનો અંદાજ કરવામાં આવ્યો છે. પ્રતમાં કેટલેક સ્થળે કંસારીએ કાણાં પાડેલાં છે અને કયાંક કયાંક અક્ષરો ઘસાઈ ગયા છે; તેમજ છેલ્લે એક સ્થળે ચારેક અક્ષરોવાળો ભાગ ખવાઈ ગયો છે. આ ક્ષતિઓ છોડતાં પ્રત એકદંરે સ્પષ્ટ અને સુવાચ્ય જણાઈ છે. “A' પ્રત પ્રાચીન હોવા છતાં તેમાં પદ્ય ૧૨, ૧૪, અને ૨૩ લુપ્ત થયેલાં જોવા મળ્યાં, જ્યારે શ્લોક ૨૨માં પહેલું પદ છોડતાં બાકીનાં ચરણ ઊડી ગયાં છે. આ ક્ષતિઓ છોડતાં એકંદરે તેનો પાઠ શુદ્ધ જણાયો છે. રચનાને સ્તુતિકારે આખરી શ્લોકમાં પુંડરીકશિખરીસ્તોત્ર અભિધાન આપ્યું છે; પણ સમાપ્તિમાં લિપિકારે “B' માં શત્રુંજય ત્યપરિપાટિ કહી છે, જ્યારે “A' માં પ્રતિ-સમાપ્તિ સ્થળે શત્રુંજય મહાતીર્થ પરિપાટિકા એવું અભિધાન આપ્યું છે. ‘C' પ્રત વિશેષ શુદ્ધ જણાઈ છે, અને લિપિને આધારે તે પણ પંદરમા શતક જેટલી પુરાણી જણાઈ છે. સ્તોત્રકાર મધ્યકક્ષાના કહી શકાય તેવા, પણ સારા કવિ છે. પ્રસ્તુતીકરણમાં કિલષ્ટતા આપ્યા સિવાય વસ્તુની કાવ્યદેહમાં ગૂંથણી કરી શકયા છે. તદતિરિક શત્રુંજયનાં દેવભવનોનો તત્કાલીન સ્થાનક્રમ બરોબર જાળવતા રહી, કાવ્યના પ્રવાહને સરળતાથી વહેવા દીધો છે. કૃતિનાં છંદોલય તે કારણસર સ્વાભાવિક લાગે છે. અલંકારનાં પણ પ્રાચર્ય કે અતિરેક નથી, કે નથી તેનો અનાવશ્યક પ્રયોગ : આથી સ્તોત્ર સુવાચ્ય અને સારલ્યમધુર પણ બન્યું છે. છવ્વીસ શ્લોકમાં પ્રસરતા આ તીર્થ-કાવ્યનો છેલ્લો શ્લોક શાર્દૂલવિક્રીડિત, અને બાકીનાં સર્વ પદ્યો વસન્તતિલકા છંદમાં નિબદ્ધ છે. બીજા પદ્યનું છેલ્લું ચરણ “માનસી વિનયતાં વિપુણ્ડરીઝ:'' પચીસમા શ્લોક પર્યંતના તમામ પદ્યોમાં પુનરાવર્તિત થાય છે, અને એથી લયનો સળંગસૂત્રી દોર જળવાઈ રહે છે : આથી પ્રત્યેક વાત નોખી પણ તરી આવે છે, અને તે બધી પર વાચકનું ધ્યાને અલગ અલગ રીતે લક્ષિત બને છે. પ્રારંભમાં સ્તોત્રકાર શત્રુંજયગિરિપતિ – તીર્થનાયક શ્રીમધુગાદિદેવને નમસ્કાર કરી, તેમના દર્શનનો મહિમા કરી, યાત્રા આરંભ કરે છે (૧-૨). ઘણાખરા તીર્થપરિપાટિકારોએ કર્યું છે તેમ પાલિતાણા નગરમાં તે કાળે વિદ્યમાન શ્રી પાર્શ્વનાથ (મંત્રી વાલ્મટ્ટકારિત ત્રિભુવનવિહારના ભૂલનાયક), શ્રી વર્ધમાન જિન (મંત્રી વસ્તુપાલ કારિત), અને તળેટીમાં થોડુંક ચડ્યા પછી આવતા (મંત્રી આશુક નિમપિત) શ્રી નેમિજિનને વાંદી શિખર પર પહોંચે છે (૩). ત્યાં નજરે પડતી દેવાલયોની હારમાળાનો ઉલ્લેખ કરી, શ્રી યુગાદિભવનના મંત્રી વાભેટે ત્રણ કોટિમાં ત્રણ લક્ષ કમ દ્રવ્ય ખર્ચન કરાવેલ ઉદ્ધારની વાત કહે છે (૪-૫). તે પછી “કપૂર-ધવલ" (શ્વેત આરસની) આદિજિનની મૂર્તિ, અને પ્રવેશમાં રહેલ “અમૃતપારણ' (તોરણની વાત કહી (૬), તીર્થાધિપતિને ઉદ્દબોધતા સ્તવનાત્મક ઉદ્દગારો કાઢી (૭), જાવડસાહ વિ. સં. ૧૮માં કરાવેલ બિંબ-સ્થાપનાની તે કાળે પ્રચલિત અનુશ્રુતિ નિવેદિત કરે છે (૮). ત્યાર બાદ યુગાદિરાજના મમ્માણ-મણિ પર્વત તટસ્થળેથી ઉત્પન્ન થયેલ જ્યોતિરસ-રત્નથી નિર્મિત મૂલબિંબ વિષેની પારંપરિક અનુશ્રુતિનું ઉચ્ચારણ કરી (૯), ફરી એક વાર તીર્થપતિ અનુલક્ષિત સ્તુત્યાત્મક વચનો કાઢે છે (૧૦). આ પછી જાવડિસાહે કરાવેલ યુગાદિની મૂર્તિની જમણી તેમ જ ડાબી બાજુએ પ્રસ્થાપિત ભવભયહર પુંડરીકસ્વામીની યુગલ મૂર્તિનો ઉલ્લેખ કરે છે (૧૧). યુગાદિના મૂલચૈત્ય વિષે આટલું કહ્યા બાદ, તેના જમણા પડખે આવેલા સમરાગર (સમરાસાહ)ના કરાવેલા શ્રી પાર્શ્વનાથના ભવનની વાત કરે છે (૧૨). તે પછી ત્યાંથી (પ્રદક્ષિણાકમથી) આગળ ચાલતાં ઇક્વાક-વૃષ્ણિ કુળના (શત્રુંજય પર સિદ્ધગતિ પામેલા) કોટિકોટી મુનિઓની પ્રતિમાવાળા (મંત્રી પૃથ્વીધર-નિર્માપિત) કોટાકોટી ચિત્યનો ઉલ્લેખ કરે છે (૧૩), અને સાથે જ ચંદ્રાનન પ્રમુખ વિસ વિહરમાન જિનના ભુવનને પણ ઉલ્લેખે છે (૧૪). ત્યાર બાદ પાંચ પાંડવ અને કુંતા માતાની લેખમયી મૂર્તિઓ (૧૫), અને દૂધ વર્ષાવતા ચિરાયુ ચૈત્યવૃક્ષ પ્રિયાલ એટલે કે રાજાદની વા રાયણવાળા સ્થળે (નાગ અને મોર સરખા હિંસ પ્રાણીઓના દેવસન્નિધિમાં થયેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy