SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. 1-1995 શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપરનામ... ઘણાંખરાં મંદિરો ઈ. સ. ૧૩૧૫ના પુનરુદ્ધાર સમયે જે પુન:નિર્મિત યા પુનરુદ્ધારિત થયેલાં તે જ હોઈ શકે. (૩) સમરાસાહના ઈ. સ. ૧૩૧૫ના ઉદ્ધાર પછી થોડાંક જ વર્ષોમાં, ઈ. સ. ૧૩૨૦-૨૫ના ગાળામાં ત્યાં આગળ નિર્માયેલી ખરતર વસહી'નો તેમાં ઉલ્લેખ નથી. (આ ખરતર-વસહીનાં રચનાકૌશલ, એની સ્થાપત્યચારતા અને વાસ્તવિગતો, તેમ જ ગુણવત્તા વિષે ચૌદમા શતકથી લઈ સત્તરમી સદી સુધીના લગભગ બધા જ ચૈત્યપરિપાટિકારો પરિપાટિની મર્યાદામાં રહી, કહી શકાય તેટલું કહી છૂટ્યા છે.) આથી આ સ્તોત્ર ખરતર-વસહીના નિર્માણકાળ પૂર્વનું ઠરે છે. (૪) જિનપ્રભસૂરિએ સં. ૧૭૮૫ / ઈ. સ. ૧૩૨૯માં રચેલ ‘શત્રુંજયક૫’ અને આ “પુંડરીકગિરિ શિખરિસ્તોત્ર' વચ્ચે કેટલુંક ધ્યાન ખેંચે તેવું ભાષા અને તથ્યગત સામ્ય છે (જે મૂળપાઠની પાદટીપોમાં દર્શાવવામાં આવ્યું છે.) આ આશ્ચર્યજનક સમતા વિશે આ પળે વિશેષ વિચારવું ઘટે. જિનપ્રભસૂરિનો આ સુવિખ્યાત “કલ્પ” ઈ. સ. ૧૩૨૯માં પૂર્ણ થયો હોવા છતાં તેમાં અપાયેલી ચૈત્યવિષયક હકીકતો પ્રાય: ભંગ પૂર્વેની સ્થિતિનો નિર્દેશ કરે છે. સમરાસાહ અને તેમના સમકાલિકોએ ત્યાં પુનરુદ્ધાર વખતે શું શું કર્યું, તેમ જ પ્રસ્તુત ઉદ્ધાર પછી ત્યાં થોડા સમયમાં જ બનેલી ખરતર-વસહી તથા ખરતરગચ્છાધિપતિ જિનકુશલસૂરિની આમન્યાવાળા શ્રાવકોએ સં. ૧૩૭૯-૮૨ (ઈસ. ૧૩૨૩-૨૬) વચ્ચે કરાવેલાં કેટલાંક મહત્ત્વપૂર્ણ જિનભવનો (જે આજે પણ વિદ્યમાન છે,)* તેનો કલ્પમાં બિલકુલ ઉલ્લેખ નથી; કલ્પકાર જિનપ્રભસૂરિ પોતે ખરતરગચ્છની લઘુશાખાના એક અગ્રગણ્ય આચાર્ય હોવા છતાં ! આથી એમ માનવાને કારણ મળે છે કે તેમણે તે કાળે વિદ્યમાન ચૈત્યો વિષે જે કંઈ લખ્યું છે તે તેઓએ ભંગ પૂર્વે કરેલી, કદાચ તેરમા શતકમાં અંતિમ વર્ષો દરમિયાન, કે ચૌદમા શતકનાં આરંભિક વર્ષોમાં કરેલી યાત્રા સમયે (અને નિવાસ સમયે) ત્યાં જે જોયું હશે તેનું યથાસ્કૃતિ અને યથાવત્ વર્ણન છે. આથી આપણા આ સ્તોત્રના કર્તાએ, અને જિનપ્રભસૂરિએ ગિરિવર પર જે જોયું હતું તેનો કાળ તદ્દન સમીપ આવી જાય છે. પણ આ નિર્ણય સામે એક અન્ય મુદ્દો છે તે પણ લક્ષમાં લેવો ઘટે. સ્તોત્રકાર આદીશ્વરના મંદિર પાસે વીસ વિહરમાન જિનના મંદિરનો ઉલ્લેખ કરે છે, જેનો વસ્તુપાળ-તેજપાળ તેમ જ મંત્રી પીથડ તેમ જ સંઘપતિ પેથડ (સંડેરવાળા) સંબંધી સાહિત્યમાં, કે જિનપ્રભસૂરિના “કલ્પ'માં પણ ઉલ્લેખ નથી. ઉપકેશગચ્છીય કકકસૂરિ વિરચિત નાભિનન્દનજિન દ્વારપ્રબી (સં. ૧૩૯૪ | ઈસ. ૧૩૩૭)માં સમરાસાહે કરાવેલ તીર્થોદ્ધારનું તાદશ અને વિગતપૂર્ણ વિવરણ કર્યું છે. તેમાં પાટણમાં ઉપાશ્રયે સમરાસાહ ગચ્છાતિ સિદ્ધસેનસૂરિને, પ્રતિષ્ઠા પૂર્વે ડુંગર પર જીર્ણોદ્ધારના ઉપલક્ષમાં પોતે અને અન્ય શ્રાવકોએ શું શું કરાવ્યું, તેની વાત કરે છે, તેમાં તેઓ કહે છે કે “(આદિ)જિન (ભવનના) પાછળના ભાગમાં વિહરમાન અહંતોનું નવું” ચૈત્ય પણ કરાવ્યું છેયથા : तथा विहरमाणानामहतां साम्प्रतं भुवि । अकारयन्नवं चैत्यं स साधुर्जिनपृष्टतः॥ - નામિનિનો દ્વારવન્ય ૪/૨૦૧૭ અહીં “નવા” નો અર્થ ‘પૂર્વે અસ્તિત્વમાં હતું નહીં તેવું કરીએ તો આ ચૈત્ય શત્રુંજય પર ભંગ પછી પહેલી જ વાર બન્યું એમ ઘટાવી શકાય; અને વાસ્તવમાં જે તેમ જ હોય તો સાંપ્રત સ્તોત્ર તેની નોંધ લેતું હોઈ, તે ઈ. સ. ૧૩૧૫ બાદનું હોવા વિષે એક વિશેષ પ્રમાણ મળી રહે : પણ જે તે ઈ. સ. ૧૩૧૫ પછી રચાયું હોય અને તેમાં ઉદ્ધાર દરમિયાન રચાયેલા આ સંભાવ્ય નવા મંદિરનો ઉલ્લેખ થઈ શકતો હોય, તો સમરાસાહના ઉદ્ધાર જેવી મહત્ત્વની બાબતનો સીધો ઉલ્લેખ કરવાનું કેમ રહી જાય ? જોકે એ મુદ્દો તો સ્તોત્રકારને એ દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ કરવો ઠીક નહીં લાગ્યું તેટલું જ બતાવી રહે છે. “નવા” શબ્દથી પૂર્વનું ખંડિત થયેલું મંદિર કરીને બતાવ્યું હોય તેમ પણ અભિપ્રેત હોઈ શકે. આના સમર્થનમાં પ્રબન્ધકાર અષ્ટાપદની થયેલી નવરચના વિષે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy