SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી Nirgrantha संताणे रायसहासेहरिबप्पहट्टिसूरिस्स । સમસૂછે... ત્યવિ * ઉપલબ્ધ ચરિતાદિ પ્રબન્ધાદિ સાહિત્યમાં બપ્પભટ્ટસૂરિનો આમરાયની સભા સાથેનો જે સમ્બન્ધ બતાવ્યો છે તેનું મજબૂત સમર્થન એતદ્ સાહિત્યથી વિશેષ પુરાણા અને સ્વતન્ય સાધનો ઉપર ઉફૅકિત અમમ સ્વામિચરિત્ર તથા તેથી પણ પુરાણી વિલાસવતીકથાથી મળી રહે છે. (૫) વિલાસવઈકહાથી તો ૧૦૬ વર્ષ બાદ, પણ પ્રભાવક ચરિતથી ૧૦૪ વર્ષ પહેલાની એક ચતુર્વિશતિપટ્ટરૂપ ધાતુમૂર્તિ પરના સં૧૨૨૯ / ઈ. સ. ૧૧૭૩ના અભિલેખમાં તેની પ્રતિષ્ઠા મોઢગચ્છમાં “બપ્પભટ્ટ" સંતાનીય જિનભદ્રાચાર્ય કરાવેલી તેવો ઉલ્લેખ છે. આ લેખથી બપ્પભટ્ટસૂરિ પરંપરાથી મોઢગચ્છ સમ્બદ્ધ હોવાનું પ્રબન્ધકારો કહે છે તે વાતનું સમર્થન મળે છે. (૬) નાગેન્દ્રકુલના સમુદ્રસૂરિશિષ્ય વિજયસિંહસૂરિની પ્રાકૃત રચના મુચકુંદી ફET (મુવનસુન્દી થ) [...] સં. ૯૭૫ / ઈ. સ. ૧૦૫૩ની ઉત્થાનિકામાં પાલિત્ત (પાદલિપ્ત) અને હરિભદ્રસૂરિ સાથે "કઈ બમ્પટ્ટિ' (કવિ બપ્પભદ્રિ) પ્રમુખ સુકવિઓને સ્મર્યા છે : યથા : सिरिपालित्तय-कइबप्पहट्टि हरिभद्दसूरि पमुहाण। किं भणियो जाणडजं विन गुणेहिं समो जए सुकइ ॥१०॥३८ પરમારરાજ મસ્જ અને ભોજની સભાના જેન કવિ ધનપાલે પણ તિલકમંજરી (૧૧મી સદી પ્રથમ ચરણ) માં ‘ભદ્રકીર્તિ', તેમ જ શ્લેષથી તેમની કૃતિ તારાગણનો ઉલ્લેખ કરેલો છે. भद्रकीर्तेर्भमत्याशाः कीर्तिस्तारागणाध्वना । प्रभा ताराधिपस्येव श्वेताम्बर शिरोमणेः ॥२९ નાગેન્દ્રકલીન વિજયસિંહસૂરિ તથા મહાકવિ ધનપાલના સાક્યો લભ્યમાન પ્રબન્ધાદિ સાહિત્યથી તો અઢીસો વર્ષ જેટલાં પુરાણાં છે. આથી ભદ્રકીર્તિ-બપ્પભટ્ટની ઐતિહાસિકતા નિર્વિવાદ સિદ્ધ થવા અતિરિકત તેઓ ઊંચી કોટીના સારસ્વત હોવા સમ્બન્ધમાં પ્રબન્ધોથી પણ બલવત્તર પ્રમાણ સાંપડી રહે છે. ચરિતકારો-પ્રબન્ધકારો વિશેષ કરીને પ્રભાચન્દ્રાચાર્ય) બપ્પભટ્ટિસૂરિની બે પ્રાકૃત (તારાગણ તથા શતાથ) અને ચારેક સંસ્કૃત રચનાઓની નોંધ લે છે. બપ્પભટ્ટિના દીર્ઘકાલીન જીવનને લક્ષમાં લેતાં, તેમ જ તેમની સર્જનશીલ, કાવ્યોદ્યમી પ્રતિભાને ધ્યાનમાં રાખતાં એમની આ નોંધાયેલી છે તેથી વિશેષ રચનાઓ હોવી જોઈએ, પણ મધ્યકાળના ઉત્તરાર્ધ સમય સુધીમાં તો તે સૌ અનુપલબ્ધ બની હશે જેથી તેના ઉલ્લેખ થયા નથી. બપ્પભટ્ટસૂરિની શતાર્થી પ્રબંધકારો દ્વારા ઉäકિત એક મુકતક હોય તો તે આજે ઉપલબ્ધ છે તેમ માનવું જોઈએ. અને કેટલાંક વર્ષો અગાઉ ગાથાકોશ તારાગણની ભાળ, તેની સંસ્કૃત ટીકા સાથે લાગી છે. કવિની સંસ્કત રચનાઓ ચતર્વિશતિકા. વીરસ્વતિ. શારદા સ્તોત્ર, સરસ્વતી સ્તવ, સરસ્વતીકલ્પ અને શાંતિ-સ્તોત્ર પ્રબન્ધોમાં નોંધાયેલી છે; આમાંથી કેટલીક ઉપલબ્ધ છે, પણ વીરસ્તુતિ તેમ જ સરસ્વતી-સ્તવ હજી સુધી મળી આવ્યાં નથી. આ રચનાઓમાં તારાગણનું મૂલ્ય પ્રાકૃત સાહિત્યની દષ્ટિએ ઘણું મોટું છે. તેમાં મૂળે ૧૭ર ગાથાઓ હતી. તેના પરની સંસ્કૃત ટીકા, તેની શૈલી અને રંગઢંગ જોતાં, તે દશમા-૧૧મા શતક જેટલી તો જૂની લાગે છે. Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy