SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ VolJ.1995 વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ ટીકાકારના કથન અનુસાર બપ્પભટ્ટસૂરિની ગાથાઓ કોઈ “શંકુક” નામના વિદ્વાને એકત્ર કરી છે", અને સંભવ છે કે તારાગણ અભિધાન બપ્પભટ્ટ દ્વારા નહીં પણ આ સમુચ્ચયકારે દીધેલું હશે. વાદી જંઘાલે ઈ. સ. ૯૭૪-૯૭૫માં તારાગણનો કોશના દષ્ટાંત રૂપે ઉલ્લેખ કર્યો છે", તેમ જ ધનપાલ પણ તેનો એ જ નામથી ઉલ્લેખ કરે છે. એથી એટલું તો ચોકકસ છે કે આ તારાગણકોશનું સંકલન ઈસ્વીસનની દશમી શતાબ્દીના ઉત્તરાર્ધ પૂર્વે થઈ ચૂકેલું. પ્રસ્તુત કોશમાં પ્રા. હરિવલ્લભ ભાયાણીએ સૂચવેલા સુધારા અનુસાર, સંગ્રહકાર શંકુક પોતાને ‘ના(યા)વલોક' યા ‘નાહાવલોકની (‘નાગાવલોક' બિરુદધારી પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીયની) સભાનો ગોષ્ટીક હોવાનું પ્રકટ કરતો હોઈ તારાગાગનો સરાસરી સમય ઈસ્વીસન ૮૧૫-૮૩૦ના ગાળાનો તો સહેજ જ માની શકાય*. તારાગણની ઉત્થાનિકામાં સંકલનકારની પોતાની પ્રસ્તુત કોશ સમ્બદ્ધ ગાથાઓ ઉમેરણ રૂપે દાખલ થયેલી છે. તેમાં મૂળ ગાથા-કર્તાનાં બપ્પભટ્ટ, ભદ્રકીર્તિ અભિધાનો મળવા ઉપરાન્ત કવિને “થવાથરિજે' (ગજપતિ, આચાર્ય), “સેમિg' (હેતભિક્ષુ કિંવા શ્વેતામ્બરમુનિ) અને “વા' (વાદી) કહ્યા છે; આથી બપ્પભદિની ઐતિહાસિકતા તેમજ નાગાવલોક સાથેનું સમકાલીનપણું સમકાલિક કર્તા શંકુકના સાક્ષ્યથી પૂરેપૂરાં સિદ્ધ થઈ ત્ય છે : યથા : जाणिहर बप्पभट्टि गुणाणुरायं च भद्दइत्तिं च । तह गयवइमायरियं च सेयभिक्खं च वाइ च ॥" તારાગણના મધ્યકાલીન ટીકાકાર વિશેષમાં બપ્પભટ્ટને “કવિ' કહેવા ઉપરાન્ત “મહાવાદીન્દ્ર પણ કહે છે જેથી બપ્પભઢિ જબરા વાદી હોવાની, ને બૌદ્ધ વર્ધનકુંજર સાથે તેમ જ ગિરનાર પાસે દિગમ્બરો કે ક્ષપણકો વા યાપનીયો) પર તેમણે વાદમાં જય મેળવ્યાની જે વાત ચરિતકારો કહે છે તેને તારાગણ-સમુચ્ચયકારની પુરાણી ઉકિતઓ તેમ જ ટીકાકારનું વિશેષણ પરોક્ષ સમર્થન આપી રહે છે. ટીકાકારના મતે તારાગણ “સુભાષિતકોશ” માંની ગાથાઓ ઉપદેશાત્મક હોવાને બદલે મહદંશે લૌકિક, શુદ્ધ સાહિત્યિક છે. પ્રબન્ધોમાં તો નીતિવાકયો ને ન્યાયવચનો અતિરિકત લૌકિક સંસ્કૃત-પ્રાકૃત પદ્યો પણ એ અનુષંગે ટાંકવામાં આવ્યાં છે°, જેમાંનાં કેટલાંક તેમનાં હોવાની શકયતા છે. (સંભવ છે કે ઉપલબ્ધ “તારાગણ'ના લુપ્ત થયેલ પત્રોમાં આ ગાથાઓ હશે.) બપ્પભટ્ટસૂરિની પ્રાપ્ત સંસ્કૃત રચનાઓમાં ૯૬ શ્લોકમાં નિબદ્ધ ચતુર્વિશતિ-જિનસ્તુતિપાદાન્તાદિયમકાંકિત હોઈ, શબ્દાલંકાર એવં અર્થાલંકારથી વિભૂષિત હોઈ, વ્યાખ્યાઓની મદદ સિવાય પૂરી સમજી-આસ્વાદી શકાય તેમ નથી. તેમાં કવિનું નૈપુણ્ય તો વરતાય છે, ઓજ પણ છે, પરંતુ આલંકારિક ચમત્કાર અને ચતુરાઈ બતાવવા જતાં પ્રસાદ-ગુણની કયાંક કયાંક ન્યૂનતા રહે છે. જ્યારે તેમનાં શારદા સ્તોત્ર અને સરસ્વતી કલ્પના પદોમાં સરસતા સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. પ્રથમ સ્તોત્રના દશમા પદ્યમાં તાંત્રિક રંગ છે". સ્તોત્રની ગુણવત્તાની કક્ષાના આકલન માટે પ્રસ્તુત કૃતિનાં પહેલાં બે તથા બારમા પદ્યને અત્રે ટાંકયાં છે. (બારમા પદ્યની છેલ્લી પંકિત સુપ્રસિદ્ધ બ્રાહ્મણીય શારદાસ્તવ, “ યુન્હેતુષાદ થવાના' ના છેલ્લા પઘના છેલ્લા ચરણનો પ્રભાવ બતાવી રહે છે.) તિવિત્નશ્વિત] कलमराल विहङ्गमवाहना सितदुकूलविभूषणलेपना। प्रणत भूमिरुहामृतसारिणी प्रवरदेहविभाभरधारिणी ॥१॥ अमृतपूर्ण कमण्डलुहारिणी त्रिदशदानवमानवसेविता । भगवती परमैव सरस्वती मम पुनातु सदा नयनाम्बुजम् ॥२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy