________________
Vol. I.1995
વાદી-કવિ બપ્પભકિસૂરિ
સંભવ છે"; અને જો પ્રભાવકચરિતકાર અને એમને અનુસરીને પ્રબન્ધકોશકાર કહે છે તેમ તેમની નિવણ-તિથિ ઈ. સ. ૮૮-૮૩૯ની હોય તો અગાઉ કહ્યા છે તે આંકડાઓ દશ-પંદર વર્ષ આગળ લેવા પડે: અને તો પછી ગિરનાર યાત્રામાં જે “આમરાજ” હોય તે ગોપગિરિરાજ “આમ' નહીં પણ નાગાવલોક પ્રતીહાર નાગભટ્ટ દ્વિતીય માનવો ઘટે. આમ એકંદરે જોતાં તેમના અસ્તિત્વના સમય-વિસ્તારનો પૂરેપૂરો સંતોષજનક નહીં તો યે કેટલેક અંશે કામ ચાલી શકે તેવો નિર્ણય થઈ જતાં હવે એમના જીવનનાં અન્ય પાસાંઓ તપાસવાનાં રહે છે. વિશેષ કરીને એમનું (૧) કવિત્વ; (૨) વાદીત્વ, અને તેમની પ્રેરણાથી આમરાજે કરાવેલ (૩) જિનાલય-નિમણાદિ.
બપ્પભટ્ટ એક પ્રાંજલ અને સિદ્ધહસ્ત કવિ હતા તે વાતના પ્રબન્યો અતિરિકત બે વર્ગમાં આવી જતાં કેટલાંક અન્ય અને સચોટ પ્રમાણો છેએક તો અન્ય નિર્ચન્થ વાક્રયકારોએ એમની કવિરૂપેણ કરેલી પ્રશંસા અને તેમની કાવ્યપ્રતિભાને અર્પિત કરેલ અંજલિઓ; બીજું એમની ઉપલબ્ધ કાવ્ય કૃતિઓ. એને હવે ક્રમવાર જોઈ જઈએ :
() રાજગચ્છીય વિનયચન્દ્ર સ્વરચિત કાવ્યશિક્ષા(આ૦ ઈ. સ૧૨૨૫-૧૨૩૫)ના આરંભે, તથા પરિચ્છેદ “પ”માં,
બપ્પભટ્ટિની વાણીનું આહવાન અને સ્મરણ કરે છે : યથા :
नत्वा श्रीभारती,देवीं बप्पभट्टिगुरो गिरा । काव्यशिक्षा प्रवक्ष्यामि नानाशास्त्रनिरीक्षणात् ॥१॥२२
તથા
योगैर्लग्नैश्च नक्षत्रैर्ग्रहैवरिश्च सप्तभिः ।
लक्षणैर्जायते काव्यं बप्पभट्टि प्रसादतः ।।२२०॥२३ (૨) વિનયચન્દ્રથી ૫૦-૬૦ વર્ષ પૂર્વે પૌષ્ટ્રમિક મુનિરત્નસૂરિના અમસ્વામિચરિત્ર (સં. ૧૨૨૫ / ઈ. સ. ૧૧૬૯)ની
જિનસિંહસૂરિએ રચેલી પ્રાન્ત-પ્રશસ્તિમાં ભદ્રકીર્તિનો “આમરાજ-મિત્ર' રૂપે ઉલ્લેખ થયો છે તથા તેમના (પ્રાકૃત ગાથા-કોશ) તારાગણને પ્રશંસાપૂર્વક યાદ કર્યો છે :
व्योम्नश्च भद्रकीर्तश्च खत्तारागणस्य कः ।
बहुधामराज-मित्रराध्धस्यावै तु वैभवम् ॥२०॥ (૩) અમસ્વામિચરિત્રથી ૯ વર્ષ પૂર્વે, બૃહદ્ગચ્છીય આમ્રદેવ સૂરિના શિષ્ય નેમિચન્દ્રસૂરિના પ્રાકૃત અનંતનાથચરિય
(સ. ૧૨૧૬ | ઈ. સ. ૧૧૬૦) અંતર્ગત પાલિત્તસૂરિ અને વિજયસિંહસૂરિ સાથે બપ્પભટિની કવિતાની પ્રશંસા કરી છે ૩૫ :
पहणो पालित्तय - बप्पहट्टि-सिरि विजयसीह नामाणो।
जाणयंति महच्छरियं जंता गुरुणो वि सुकइनं ॥११॥ (૪) આ ત્રણે રચયિતાઓથી અગાઉ, ચન્દ્રકુલના યશોભદ્રસૂરિ–ગચ્છના સિદ્ધસેનસૂરિ (સાધારણાંક)ની વિલાસવઈકહા
(વિલાસવતીથા: સં. ૧૧૨૩ | ઈ. સ. ૧૦૬૭)માં કર્તાએ સ્વગચ્છને (યશોભદ્રસૂરિ-ગચ્છને) “રાજસભાશેખરી બપ્પટ્ટિ(બપ્પભટ્ટિ)”ના સંતાનરૂપે પ્રસવેલો બતાવ્યો છે : યથા :
Jain Education Intemational
Jain Education Intermational
For Private & Personal Use Only
www.jainelibrary.org