SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી Nirgrantha પ્રબન્ધાદિ સાહિત્યમાં મળતી આ મિતિઓની સત્યાસત્યતા ચકાસવા માટે આપણી સામે બપ્પભદ્રિસૂરિને સ્પર્શતી કેટલીક પ્રમાણમાં સુદઢ કરી શકાય તેવી મિતિઓ છે : (૧) યશોવર્માના ઈસ. ૭૪૦-૭૪૧ના પરાજય પછીથી આમનું ઈ. સ. ૭૪૩-૭૫૪ વચ્ચેના કોઈ વર્ષમાં, પણ યશોવર્માના મરણ પછી તુરતમાં જ, રાજ્યારોહણ થયું હોવું ઘટે. એ સમયે તે તદ્દન બાળક હોવાને બદલે ૨૨-૨૩ વર્ષનો જવાન નહીં હોય તો ૧૭-૧૮ વર્ષનો કિશોર તો હશે જ. એ ન્યાયે બપ્પભટ્ટનું વય પણ લગભગ એટલું જ હોવું ઘટે અને એથી એમનો જન્મ પ્રબન્ધકારો કહે છે તેમ ઈ. સ. ૭૪૪ જેટલા મોડા વર્ષમાં થયો હોવાનું આમ તો સંભવતું નથી. (૨) તેમની દીક્ષા સાત વર્ષની વયે થયેલી તે વાત તો ઠીક છે, પણ ૧૧ જ વર્ષના બાળમુનિ રાજસભામાં - કવિ હોય અને વળી એટલી નાની અવસ્થામાં તેમને સૂરિપદ પણ મળે તે માનવા યોગ્ય કે બનવાગ વાત નથી. ગુરુ સિદ્ધસેનસૂરિ ઓછામાં ઓછું ઈ. સ. ૭૬૫-૭૦ સુધી તો જીવિત હોય તેવી અટકળ થઈ શકે છે. આથી બપ્પભટ્ટસૂરિને આચાર્યપદ મળ્યું હોય તે ઈ. સ. ૭૬૫ના અરસામાં હશે; અને તે માટેની ઈસ્વીસન ૭૫૫ વાળી મિતિ સાચી હોય તો બપ્પભટ્ટિના જન્મની મિતિ ઈસ્વી ઉ૪૪ ને બદલે વહેલી, કલ્પપ્રદીપકાર અનુસારની ઈ. સ. ૭૩૩ હોવી ઘટે: પણ તો પછી તેમના ૯૫ વર્ષના આયુષ્ય તેમજ અંતિમ વર્ષોની ઘટનાઓ, તેમજ ૮૩૯ની મૃત્યુમિતિનો મેળ ન બેસે. (૩) જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંતર્ગત “મથુરાપુરીકલ્પ” માં જણાવ્યા પ્રમાણે વિ. સ. ૮૨૬ / ઈ. સ. ૭૬૯-૭૭૦ માં બપ્પભટ્ટસૂરિએ મથુરામાં મહાવીરના બિંબની પ્રતિષ્ઠા કરી. આ મિતિ ભરોસો કરવા લાયક છે. આ વર્ષોમાં બપ્પભટ્ટસૂરિ પ્રતિષ્ઠાકર્તા આચાર્યની કક્ષાએ પહોંચી ગયા છે; સંભવ છે કે એ વર્ષમાં તેમના ગુરુ સિદ્ધસેન કદાચ અતિ વૃદ્ધાવસ્થામાં હજી હયાત હોય. (૪) ઉજજયન્તગિરિ પર દિગમ્બરોનો કે ના મતાવલંબિયાનીયોનો વા ઉત્તરના બોટિક | અચલ ક્ષપણકોનો ?). પરાજય ઈ. સ. ૭૮૪ બાદના કોઈક વર્ષમાં થયો હશે; કેમકે પ્રસ્તુત વર્ષમાં તો હજી (અમ્બા શિખર પર સ્થિત) “સિંહવાહના શાસનદેવી” (અંબિકા) કે જેનું અસલી મંદિર મોટે ભાગે યાપનીય સમ્પ્રદાય દ્વારા પ્રસ્થાપિત હતું, તેનું સ્મરણ વર્ધમાનપુર (વઢવાણ) સ્થિત પુન્નાટ સંઘના આચાર્ય જિનસેન સ્વકૃત હરિવંશપુરાણ (ઈ સ૮૪)માં કરે છે. (૫) પ્રબંધકારોના કથન પ્રમાણે બપ્પભટ્ટસૂરિ દીર્ધાયુષી હતા. ૯૫ વર્ષે સ્વર્ગવાસી થયેલા. આ વાત અસંભવિત નથી. તેઓ ચૈત્યવાસી હોઈ, જૈન મુનિનાં આગમોપદેશિત કડક આચાર વા અતિ કઠોર ચર્યાના વ્યવહારમાં પાલનમાં માનતા નહોતા. તેમાંયે વળી કવિજન, અને પાછા રાજસભામાન્ય, એટલે જીવ કંઈક શારીરિક સુખમાં પણ રહ્યો હશે. પણ એ શિથિલાચાર અને સુખશીલપણાની વાત જવા દઈએ તો યે એમના સમકાલિક વિદ્યાધર કુળના સુવિધૃત, આચારસમ્પન્ન યાકિનીસૂન હરિભદ્રસૂરિ અને એમના જેટલા જ મહાનું અને વિખ્યાત, પંચતૂપાન્વયના મઠવાસી દિગમ્બર આચાર્યો – ગુર વીરસેન અને શિષ્ય જિનસેન – પણ દીર્ધાયુષી હતા. સોલંકી કાળમાં (અને સાંપ્રત કાળે પણ) લાંબું આયખું પહોંચ્યું હોય તેવા પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ શ્વેતામ્બર જૈન મુનિઓના કેટલાયે દાખલાઓ છે. આમ સમગ્ર દષ્ટિએ રાજગચ્છીય પ્રધુમ્નસૂરિકૃત વિચારસારપ્રકરણ (પ્રાય: ઈ. સ. ૧૧૭૫-૧૨%) તથા આંચલિક મેરૂતુંગાચાર્ય વિચારશ્રેણી (ઈસ્વી ૧૪મી શતીનો અંત કે ૧૫નો પ્રારંભમાં આપેલી તેમની ઈ. સ. ૮૩૩ની તુલ્યકાલીન નિર્વાણતિથિ સ્વીકારીએ તો એમનો જન્મ કલ્પપ્રદીપ અનુસાર આ ઈ. સ. ૭૩૩, દીક્ષા આ૦ ઈ. સ૭૪૦, અને આચાર્યપદ આ ઈ. સ. ૭૬૦ એ ક્રમમાં હોવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy