SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. I-1995 વાદી-કવિ બપ્પભટ્રિસૂરિ પરવા કર્યા સિવાય, મૂળ હકીકતોને કેવળ કલ્પનાના બળે અને સ્વરુચિ તેમ જ સાંપ્રદાયિક આવશ્યકતા અનુસાર ફેરફાર કરીને, વધારીને, પ્રબંધકારોની કહેવાની રીતે, રજૂ કરી છે. સાંપ્રત કાળે ગોપગિરિરાજ મૌર્ય યશોવર્મા (૮મી શતાબ્દી પૂર્વાર્ધ) પર ગવેષણા ચલાવનાર વિદ્વાનોએ બપ્પભટ્ટિ સમ્બદ્ધ પ્રકાશિત જૈન પ્રબન્ધાત્મક સાહિત્યનો સૌ સૌની સૂઝ પ્રમાણે ઉપયોગ તો કર્યો છે: પણ પ્રબન્ધકારોનાં ગૂંચવાડા અને કેટલીક અસંભવિત વાતોથી, તેમજ સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી થયેલા નિરૂપણથી કંટાળીને બપ્પભટ્ટિના વિષયમાં (અમુકાંશે તો બપ્પભટ્ટિ જૈન હોવાને કારણે પણ) વિશેષ વિચારી શકયા નથી``. વધુમાં આધુનિક અન્વેષકોનું મુખ્ય લક્ષ્ય યશોવર્મા (અને મદ્રમહીવિજય તથા ગૌડવહોના કર્તા, એમના સભા-કવિ ‘વાતિ’) હોઇ, બપ્પભટ્ટિને એમનાં લખાણોમાં સર્વથા અન્યાય નહીં થયો હોય તોયે અધિકાંશે તેમની ઉપેક્ષા તો થયેલી છે'ર. ૧૩ પ્રબન્ધો અનુસાર બપ્પભટ્ટિ પાંચાલ(ભાલ-પંચાળ)માં ડુંવાઉધી (ધાનેરા પાસેના ડુવા) ગ્રામના નિવાસી હતા; બાળવયે ઘેરથી રિસાઈને ચાલી નીકળેલા, ને પછી પાટલા ગ્રામ(પાડલ)ના પુરાણા જીવંતસ્વામી નેમિનાથના ચૈત્યના અધિષ્ઠાયક, મોઢગચ્છીય આચાર્ય સિદ્ધસેન સૂરિ પાસે અભ્યાસ કરી દીક્ષિત થયેલા. પ્રવ્રજ્યા સમયે એમનું ‘ભદ્રકીર્ત્તિ’ નામ રાખવામાં આવેલું: પણ પછીથી–ચરિતકારો પ્રબન્ધકારોના કહેવા પ્રમાણે-એમનાં પિતા ‘બપ્પ’ માતા ‘ભટ્ટિ’નાં નામ પરથી ‘બપ્પભટ્ટિ’ નામ આપવામાં આવ્યું. (આ નામ અપાય તો જ એમના બાળકને પ્રવ્રુજિત મુનિ રૂપે બહાલ રાખવાની, યા પ્રવ્રજ્યા દેવા અનુમતિ દેવાની, તેમની તૈયારી હતી એમ ચરિતકારો કહે છે !) નામોત્પત્તિનો આ ખુલાસો અલબત્ત મૂળ (કે પાછલા કાળના ?) પ્રબન્ધકાર કે ચરિતકારની પોતાની કલ્પના લાગે છે ! કેમકે ‘બપ્પ’ શબ્દ સન્માનસૂચક છે: તેમાં ગુરુત્વ-વૃદ્ધત્વ-પૂજ્યત્વના ભાવો સમ્મિલિત છે, અને ‘ભટ્ટિ’ કદાચ ભગ્નિકાવ્યના મૈત્રકકાલીન કવિ ભટ્ટિ(છમા સૈકા)ના નામને અનુસરીને, ભદ્રકીર્તિની અનુપમ કાવ્યપ્રતિભાને લક્ષમાં રાખી, પછીથી મોટી ઉમરે એમની ખૂબ પ્રસિદ્ધિ બાદ આપવામાં આવ્યું હોય. તિલકમંજરીકાર મહાકવિ ધનપાલ, અમમચરિત્રકાર મુનિરત્નસૂરિ ઇત્યાદિ લેખકો તો તેમને ‘ભદ્રકીર્ત્તિ’ નામે જ સંબોધે છે. (એક કલ્પના એ પણ થઈ શકે કે તેઓ પંજાબમાં આવેલ ‘ભટ્ટિકદેશ’ પંથકથી નીકળેલ ‘ભટ્ટિ’ નામથી ઓળખાતી (રાજપુત) જ્ઞાતિમાં થયા હોય. વર્તમાને ગુજરાતની ‘ભાટિયા’ કોમ, સંગીતમાં ‘ભટિયાર’ રાગ ઇત્યાદિનો સંબંધ પણ આ ભટ્ટિકદેશ સાથે હોય તેમ લાગે છે.) ભદ્રકીર્તિના ગુરુ આચાર્ય સિદ્ધસેનસૂરિ તે મોટે ભાગે વાચક ઉમાસ્વાતિના સભાષ્ય-તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર (આ ઈ. સ. ૩૫૦-૪૦૦) પર ઈ. સ. ૭૬૦-૭૦ ના અરસામાં સંસ્કૃતમાં બૃહવૃત્તિ રચનાર ‘ગન્ધહસ્તિ સિદ્ધસેન’ હોઈ શકે``, અને પ્રબન્ધોમાં અપાયેલી પૃથક્ પૃથક્ મિતિઓ અનુસાર બપ્પભટ્ટિસૂરિનો સરાસરી પૂર્વકાળ પણ એ જ અરસાનો છે, તેમ જ એ કાળે તો કોઈ અન્ય શ્વેતામ્બર સિદ્ધસેન સૂરિના અસ્તિત્વ વિશેનો ઉલ્લેખ કયાંયથીયે પ્રાપ્ત થતો નથી'. વિશેષમાં ગન્ધહસ્તિ સિદ્ધસેન એક અચ્છા સંસ્કૃતજ્ઞ અને આગમોના તેમજ દર્શનોના પારગામી પંડિત હતા. ભદ્રકીર્તિએ આવા જ સમર્થ ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરી હોય. સિદ્રસેન ગણિના પ્રગુરુ સિંહશૂર ક્ષમાશ્રમણની મલ્લવાદી ક્ષમાશ્રમણના દ્વાદશારનયચક્ર (છઠ્ઠા શતકનો મધ્યભાગ) પરની ટીકા (આ૰ ઈ. સ. ૬૭૫)માં ઊંડાણભર્યું, નયાશ્રિત તાર્કિક-દાર્શનિક તત્ત્વજ્ઞાન એવં બહુશ્રુતતા વ્યકત થાય છે. બપ્પભટ્ટિસૂરિનું વાદીત્વ અમુકાંશે સ્વશાખાની આ આગમિક અતિરિકત દાર્શનિક એવં ન્યાયપ્રવણ પરંપરાને આભારી હોઈ શકે. બપ્પભટ્ટિ એક ઉત્કૃષ્ટ કવિ હોવા ઉપરાંત અજેય વાદી પણ હતા, તે સમ્બન્ધનાં પ્રમાણો વિષે આગળ જોઈશું. બપ્પભટ્ટિસૂરિના જીવન વિષે પ્રબન્ધોમાંથી (અને યશોવર્મા પરના આધુનિક અન્વેષણોના આધારે) તારવી શકાતી કેટલીક વિશેષ એવં પ્રમુખ ઘટનાઓ આ પ્રમાણે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy