________________
મધુસૂદન ઢાંકી
Nirgrantha
(૧) બાલમુનિ અવસ્થામાં મોઢેરામાં ગોપગિરિરાજ યશોવર્માની ત્યકતા રાણી સુયશાના પુત્ર ‘આમ(આમ્ર)’ની સાથે થયેલ સહ ઉછેરને કારણે મૈત્રી :
૧૪
(૨) કાશ્મીરના લલિતાદિત્ય મુકતાપીડ સાથે ઈ સ૰ ૭૪૦-૭૪૧ માં થયેલ યુદ્ધમાં યશોવર્માનો પરાજય, એમાં ગુમાવાયેલું કનોજ, અને પછીથી કેટલાંક વર્ષો બાદ થયેલ મરણ, અને રાજકુમાર ‘આમ’નો તે પછી ગોપગિરિમાં રાજ્યાભિષેક :
(૩) આમરાજે ગોપાદ્રિ તેડાવેલ બાલમિત્ર બપ્પભટ્ટિ અને એમનું રાજસભામાં કવિરૂપે બેસણું :
(૪) આમ-નરેન્દ્રના અનુરોધથી સિદ્ધસેનસૂરિએ બપ્પભટ્ટિને મોઢેરા(સં૰ ૮૧૧ / ઈ સ૦ ૭૫૫)માં આપેલું સૂરિપદ કિંવા આચાર્યપદ. બપ્પભટ્ટિનું તે પછી ગોપગિરિ તરફ જવું; સાહિત્ય પ્રમોદ :
(૫) ગુરુના સ્વર્ગવાસ પૂર્વે બપ્પભટ્ટિને મોઢેરા પુનઃતેડું ને ગુરુનું સ્વર્ગગમન; ગુરુબંધુઓ નન્નસૂરિ તથા ગોવિંદસૂરિને (મોઢેરા-પાટલાનો) ગચ્છભાર સોંપી બપ્પભટ્ટિનું ગોપગિરિ તરફ પુનર્ગમન; સભામાં સંસ્કૃત-પ્રાકૃતમાં કાવ્ય-ગોષ્ઠીઓ; તેમની શ્રૃંગારી મન:પર્યય કાવ્ય-રચનાઓથી સાશંક (વા ઘૃણાયમાન) રાજા આમ; આમે મોકલેલી વારાંગના દ્વારા બપ્પભટ્ટિની શીલપરીક્ષા; આમનું ગણિકાના પ્રેમમાં ફસાવું; ‘આમ'થી અપ્રસન્ન બપ્પભટ્ટિનું ગૌડ દેશની રાજધાની લક્ષણાવતી તરફ ગમન અને ત્યાંના રાજા ‘ધર્મ’ની સભામાં બેઠક; અગાઉ યશોવર્માએ ગૌડપતિ પર વિજય કરીને પોતાની સભામાં લાવેલ કવિ વાક્પતિરાજનું (કદાચિત આમરાજના વિલાસીપણાને જોઈ, તેમજ વૃદ્ધાવસ્થાને કારણે) મથુરા તરફ (વાનપ્રસ્થ ગાળવા) ચાલ્યા જવું :
(૬) આમરાજનું બપ્પભટ્ટિને આવવા માટે પુન: આમંત્રણ; બપ્પભટ્ટિનું આવવું; ગૌડીય બૌદ્રાચાર્ય વર્ધનકુંજરનો વાદમાં પરાજય. આમરાજાની રાજગિરિ (રાજોરગઢ, રાજસ્થાન) પર ચઢાઇ અને ત્યાંના રાજા સમુદ્રસેનનો કરેલો પરાજય; (અને કદાચ તે પૂર્વે કાન્યકુબ્જની પુનઃ પ્રાપ્તિ) :
(૭) બપ્પભટ્ટિના પ્રભાવ નીચે આમરાજનું જૈન દર્શન તરફ ઢળવું, પણ કુલક્રમાગત વૈદિક ધર્મ છોડવાની અનિચ્છા; અન્યથા આમ દ્વારા ગોપગિરિમાં અને કનોજમાં જિન મહાવીરનાં ઉન્નત જિનાલયોનાં નિર્માણ તથા બપ્પભટ્ટિ દ્વારા, કે પછી એમની પ્રેરણાથી આમરાજા દ્વારા, મથુરાના જિન પાર્શ્વનાથના પુરાતન સ્તૂપનો ઉદ્ધાર : મથુરા જઈને કિવ વાતિરાજને તેના અન્તિમ દિનોમાં જૈન બનાવવું :
(૮) બપ્પભટ્ટિનાં સરસ્વતી, ચતુર્વિંશતિ જિન, ગોપગિરિ-મહાવીર, મથુરા સ્તૂપના જિન, અને ગોકુલના શાન્તિદેવી સહ શાંતિનાથને ઉદ્દેશીને બનાવાયેલ સંસ્કૃત સ્તોત્રો તથા શતાર્થી (મુકતક) અને પ્રાકૃતમાં રચેલ મુકતકોની તારાગણ નામક (શંકુકે રચેલ પદ્ય-કોશ) રચના :
(૯) આમરાજ સાથે સૂરિની ઉજયન્તગિર્યાદિ સૌરાષ્ટ્રનાં તીર્થધામોની યાત્રા, ઉજયન્તગિરિ સમીપ દિગમ્બરોનો વાદમાં પરાજય કરી શ્વેતામ્બરોના કબજામાં તીર્થને મૂકવું :
(૧૦) આમનું મૃત્યુ. આમના અનુગામી દુક સાથે બપ્પભટ્ટિની અસહમતિ. ગણિકાસકત દુંદુકથી જાન બચાવવા તેના પુત્ર ભોજનું ભાગી નીકળવું; અન્તે તેના દ્વારા દુંદુકનો વધ; તે પહેલાં અતિ વૃદ્ધ વયે બપ્પભટ્ટિનો કનોજથી વિહાર અને તત્પશ્ચાત્ ઈ. સ૰ ૮૩૯માં સ્વર્ગગમન.
ચરિતકાર-પ્રબંધકારનાં લખાણોમાં રહેલા કેટલાક વિસંવાદો મેં અહીં નોંધ્યા નથી; પણ ઉપર લખ્યું છે તેમાંથી જે ઐતિહાસિક સમસ્યાઓ ઊભી થાય છે તે તરફ તો ધ્યાન દોરવું જરૂરી લાગે છે :
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org