SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ વાદી-કવિ બપ્પભટ્ટિસૂરિ મધુસૂદન ઢાંકી ઇસ્વીસનના આઠમા શતકમાં, મૈત્રક મહારાજ્યના અવનતિ કાળે, આ મહાન જૈન વાશ્મી અને વાદી ઉત્તર ગુજરાતમાં થઈ ગયા. પ્રબન્ધો અનુસાર એમનો મુનિરૂપેણ શિક્ષાકાળ જોકે મોઢેરા પંથકમાં વીત્યો છે, તો પણ તેમનું કર્મક્ષેત્ર (એ જ સ્રોતો અનુસાર) ગુજરાત બહાર દશાર્ણદેશમાં ગોપગિરિ (ગ્વાલિયર), કાન્યકુબ્જ (કનોજ), તેમ જ શૂરસેન-પ્રદેશમાં મથુરા, અને ગૌડ-દેશમાં લક્ષણાવતી (લખનૌતી) તરફ રહ્યું હોઈ ગુજરાતની આ પ્રાફમધ્યકાલીન વિભૂતિ-વિશેષનું નામ થોડાક જૈન વિદ્વાનો તેમ જ કેટલાક ઇતિહાસજ્ઞો બાદ કરતાં અલ્પ પરિચિત જ રહ્યું છે. નિગ્રન્થ-શ્વેતામ્બર સંપ્રદાયના ચૈત્યવાસી આમ્નાયમાં થઈ ગયેલા આ મુનિ-કવિનું જીવનવૃત્ત પશ્ચિમ ભારતમાં રચાયેલ, મુખ્યત્વે મધ્યકાલીન તેમ જ ઉત્તર મધ્યકાલીન, જૈન ચરિત-પ્રબન્ધાદિ સાહિત્યમાં સંકલિત થયું છે. ઉપલબ્ધ છે તે સાહિત્ય બારમા-તેરમા શતકથી લઇ પંદરમા શતકના મધ્યાહ્ન સુધીના ગાળાનું છે. તેમાં સૌથી જૂનું તો પ્રાકૃત ભાષા-નિબદ્ધ બપ્પભટ્ટિસૂરિ-ચરિત છે, જેની હસ્તપ્રત જ સં. ૧૨૯૧ / ઈ. સ. ૧૨૩૫ની હોઈ પ્રસ્તુત કૃતિ તે પૂર્વની, ઓછામાં ઓછું બારમા શતક જેટલી પુરાણી તો હોવી જોઈએ'. તે પછી જોઈએ તો રાજગચ્છીય પ્રભાચન્દ્રાચાર્યના પ્રભાવકચરિત (સં૰ ૧૩૩૪ / ઈ સ ૧૨૮) અંતર્ગત ‘“બપ્પભટ્ટિચરિત’” જે આગળ કહ્યું તે પ્રાકૃત ચરિત અને અન્ય, આજે અજ્ઞાત એવાં, એકાદ બે ચરિતોને પલ્લવિત કરી રચાયું હોય તેમ લાગે છે. એક આમપ્રબન્ધ નામે પ્રબન્ધ પણ રચાયેલો છેă. તેના પ્રવિભાગો તો પ્રભાવકચરિતાદિ ગ્રન્થમાં મળે છે તેવા છે, પણ મુદ્રિત રૂપેણ પૂરો પાઠ ઉપલબ્ધ ન હોઈ તેના વિષે હાલ તો કશું કહી શકાય તેમ નથી. ત્યાર બાદ નાગેન્દ્રગચ્છીય મેરુત્તુંગાચાર્ય કૃત પ્રબન્ધચિંતામણિ (સં ૧૩૬૧ / ઈ. સ. ૧૩૦૫) અંદરનો ‘‘બપ્પભટ્ટિસૂરિપ્રબન્ધ”', ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અન્તર્ગત ‘મથુરાપુરી-કલ્પ'' (આ૰ સં ૧૩૮૯ / ઈ. સ૰ ૧૩૩૩), રાજગચ્છીય રાજશેખરસૂરિ કૃત પ્રબન્ધકોશ (સં. ૧૪૦૫ / ઈ. સ. ૧૩૪૯)”, અને સંકલન ગ્રન્થ પુરાતન-પ્રબન્ધ-સંગ્રહ અંતર્ગત પ્રત ‘P’ (લિપિ સંવત્ ૧૫૨૮ / ઈ સ ૧૪૭૨) એ મુખ્ય કૃતિઓ છે. આ સિવાય તપાગચ્છીય મુનિસુંદરસૂરિનો સટીક ઉપદેશરત્નાકર (ઇસ્વીસનના ૧૫મા શતકનો આરંભ) તથા શુભશીલ ગણિનાં શત્રુંજયકલ્પવૃત્તિ (સં. ૧૫૧૮ / ઈ. સ. ૧૪૬૨) અને પંચશતી-પ્રબોધ-સમ્બન્ધ (વિ. સં. ૧૫૨૧ / ઈ સ ૧૪૬૫)૧૦ અંદરના કેટલાક સમ્બન્ધોને મુખ્ય રૂપે ગણાવી શકાય. આ સૌમાં (મુદ્રિત રૂપે ઉપલબ્ધ છે તેમાં) વાસ્તવિક રીતે ઉપયોગી તો કેવળ બારમાથી ચૌદમા શતકનાં સંસ્કૃત સાધનો જ છે. પછીના બધા જ પ્રબન્ધો આગળનાં લખાણોના આધારે જ સંક્ષિપ્તમાં લખાયાં છે, અને તેમાં કોઈ કોઈમાં નવી વાતો ઘુસાડવા જતાં મૂળ બગડેલા ભાગોમાં વિશેષ વિકૃતિ દાખલ થઈ ગઈ છે. પ્રબન્ધોમાં કથેલ બપ્પભટ્ટિસૂરિના વૃત્તાંતમાં આવતી કેટલીક વાતો અને ઘટનાઓ વિશ્વસ્ત જણાય છે, તો કેટલીક ગડબડયુકત, કલ્પિત, અને અશ્રદ્ધેય છે : આમાંની કેટલીક ધાર્મિક મમત્વ-દર્શક, અકારણ મહિમાપરક, અને તેથી સાંપ્રદાયિક અભિનિવેશ, અહોભાવ, તેમજ અતિશયોક્તિથી રંગાયેલી છે. ઉપર્યુકત ચરિતો-પ્રબન્ધોના નિરીક્ષણ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે તેમાં જે પ્રમાણમાં જૂનાં છે તેના કર્તાઓની સામે બપ્પભટ્ટિ સમ્બદ્ધ મૌખિક અનુશ્રુતિઓ સિવાય લેખિત પરમ્પરા સાચવતા થોડાં વધારે જૂનાં (પણ આજે અલભ્ય) સંસ્કૃત-પ્રાકૃત બેત્રણ (સંક્ષિપ્ત) પ્રબન્ધો-ચરિતો હતાં, તેમાં પ્રસંગોચિત સંભાર ઉમેરી, બપ્પભટ્ટિસૂરિના હોય કે ન હોય તેવાં સંસ્કૃત-પ્રાકૃત પદ્યો એમના મુખમાં (કે પ્રાસંગિક પરિસરમાં) ગોઠવી, ઇતિહાસની તો ઠીક પણ ઔચિત્યની પણ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy