________________
વાદીન્દ્ર મલ્લવાદી ક્ષમાક્ષમણનો સમય
अवतरण दिए है और श्रद्धेय मुनिश्री जिनविजयजी ने अनेकानेक प्रमाणों से हरिभद्र का समय वि० सं० ७५७ से ८२७ तक सिद्ध किया है। अतः आचार्य मल्लवादी विक्रम की आठवीं शताब्दि के पहले के विद्वान् है यह निश्चय है.. o
Vol. I-1995
ઉકત કથનમાં પં નાથૂરામ પ્રેમી નયચક્રકાર મલ્લવાદીની ઉત્તરાવધિ અંગે તો નિર્દેશ દે છે પરંતુ પૂર્વવિધિ અંગે કશી નોંધ કરતા નથી. આ અંગે વિશેષ સંશોધન કરી પં૰ દલસુખભાઈ માલવણિયાએ આચાર્ય માવાવી ના નયન' નામના લેખમાં જણાવ્યું છે કે :
૫
"नयचक्र की उत्तरावधि तो निश्चित हो ही सकती है और पूर्वावधि भी । एक ओर दिग्नाग है जिनका उल्लेख नयचक्र में है और दूसरी ओर कुमारिल और धर्मकीर्ति के उल्लेखों का अभाव है जो नयचक्र मूल तो क्या, किन्तु उनकी संग्रहणि कृत वृत्ति से भी सिद्ध होता है।.... आचार्य सिद्धसेन का उल्लेख दोनों में है। यह भी नयचक्र के समय-निर्धारण में उपयोगी है।
आचार्य दिग्नाग का समय विद्वानोंने ई० ३४५-४२५ के आसपास माना है अर्थात् विक्रम सं० ४०२-४८२ है । आचार्य सिंहगणि जो नयचक्र के टीकाकार है अपोहवाद के समर्थक बौद्ध विद्वानों के लिए अद्यतन बौद्ध विशेषण का प्रयोग करते है। उससे सिद्ध होता है कि दिग्नाग जैसे विद्वान् सिर्फ मल्लवादी के ही नहीं, किन्तु सिंहगणि के भी समकालीन મૈં।'' આગળ તેઓ જણાવે છે :
"विजयसिंहसूरि प्रबंध में एक गाथा में लिखा है कि वीर सं० ८८४ में मल्लवादीने बौद्धों को हराया । अर्थात् विक्रम सं० ४९४ में यह घटना घटी। इससे इतना तो अनुमान हो सकता है कि विक्रम ४९४ में मल्लवादी विद्यमान थे । .... अत एव दिग्नाग के समय विक्रम ४०२ - ४८२ के साथ जैन परंपरा द्वारा संमत मल्लवादी के समय का कोई विरोध नहीं है और इस दृष्टिसे मल्लवादी वृद्ध और दिग्नाग युवा इस कल्पनामें भी विरोध की संभावना नहीं । ४२
આમ પં માલવણિયા નયચક્રકાર મલ્લવાદીનો સમય વિક્રમની પાંચમી શતાબ્દીમાં મૂકે છે. વિક્રમની ૧૧મી સદીના આચાર્ય અભયદેવની સન્મતિટીકામાં યુગપત્, અયુગપત્, અને અભેદવાદના પુરસ્કર્તાઓનાં નામોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ક્રમવાદના પુરસ્કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. યુગપાદના પુરસ્કર્તા આ મલ્લવાદી છે, તથા અભેદવાદના પુરસ્કર્તાના રૂપે આ સિદ્ધસેન દિવાકરના નામનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ પં સુખલાલજીનું કહેવું છે કે અમે તે સંપૂર્ણ સટીક નયચક્રનું અવલોકન કરીને જોયું તો તેમાં કયાંય પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન સંબંધી પ્રચલિતવાદો પર થોડી પણ ચર્ચા મળી નથી. એ વાત તો સાચી છે કે નયચક્રમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનના ક્રમવાદ, યુગપાદ, તથા અભેદવાદ પર કોઈ ચર્ચા નથી, તેથી તેના આધારે મલ્લવાદીનો સમય નિર્ધારિત કરવો કઠણ છે : પરંતુ મલ્લવાદીએ કેવલીના ઉપયોગ સંબંધી આ વાદોની કોઈક ચર્ચા કરી હતી જે અભયદેવની સામે રહી હશે. તે કોઈ અન્ય ગ્રન્થમાં હશે અથવા નષ્ટ થયેલા નયચક્રના ભાગમાં ઉપલબ્ધ હશે. (મોટે ભાગે તો મલ્લવાદીની લુપ્ત થયેલ સન્મતિની ટીકામાં આ ચર્ચા હોવી જોઈએ.) આ કારણે પં. સુખલાલજીએ કલ્પના કરી છે કે મલ્લવાદીનો કોઈ અન્ય યુગપાદ સમર્થક નાનો-મોટો ગ્રંથ અભયદેવની સામે હશે". દિગમ્બર વિદ્વાન્ પંડિત જુગલકિશોર મુખ્તારજી ઉપરોકત બંને વિદ્વાનોના મતની ચર્ચા કરતાં જણાવે છે કે મલ્લવાદીનું જિનભદ્રથી પહેલાં હોવું પ્રથમ તો સિદ્ધ નથી, જો સિદ્ધ હોત તો તેમને જિનભદ્રના સમકાલીન વૃદ્ધ માનીને અથવા ૨૫ કે ૫૦ વર્ષ પહેલાં માનીને પણ તેમના પ્રાચીનત્વને સિદ્ધ કરી શકાય. સાથે સાથે તેઓ અભયદેવનું મલ્લવાદીને યુગપાદના પુરસ્કર્તા જણાવવું ખોટું સમજે છે '. તદુપરાન્ત નયચક્રમાં ભર્તૃહરિનો નામોલ્લેખ અને ઇત્સિંગના યાત્રા-વિવરણમાં ભર્તૃહરિ ઉલ્લેખના આધારે નયચક્રનો સમય ઇ. સન્ ૬૦ થી ૬૫૦ (વિક્રમ સંવત ૬૫૭ થી ૭૦૭) પછી જ માને છે. આગળ તેઓ કહે છે કે જ્યારે ઇત્સિંગે ઈ સન્ ૬૯૧માં પોતાની યાત્રાનો વૃત્તાંત લખ્યો
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org