SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જિતેન્દ્ર શાહ Nirgrantha જિનયશને આ અલ્લભૂપની સભાના વાદી શ્રી નન્દક ગ્રંથ રચવાની પ્રેરણા કેવી રીતે કરી શકે તે સમજાતું નથી’’. અહીં મલ્લવાદીના કથાનકમાં મલ્લવાદીનો અલ્લરાજાની સાથે સંબંધ જોડવા જતાં મલ્લવાદી દસમી સદીમાં થયાનું પુરવાર થાય અને આ સમય અનેક દૃષ્ટિએ અનુપયુકત જણાય છે જેની ચર્ચા હવે પછી કરવામાં આવશે. માટે એ કાળે કોઈ બીજા મલ્લવાદી થયા હોવાનું અનુમાન અનિવાર્ય બને છે. બીજા મલ્લવાદી થયા હોવાનું મુનિશ્રી કલ્યાણવિજયજી, ઉપરાન્ત મુનિશ્રી ત્રિપુટી મહારાજ, મોહનલાલ દલીચંદ દેશાઈ, પં દલસુખ માલવણિયા આદિ વિદ્વાનો માને છે. જૈન ભંડારોમાં પ્રાપ્ત થતી અને અદ્યાવધિ અપ્રકાશિત લઘુધર્મોત્તરટિપ્પણક નામની હસ્તલિખિત પોથીને આધારે અનુમાનવામાં આવે છે કે ઉકત ગ્રંથના રચયિતા એ આ બીજા મલ્લવાદી હોવા જોઈએ, કારણ કે બૌદ્ધાચાર્ય ધર્મોત્તરે ન્યાયબિન્દુ ગ્રંથ રચ્યો છે અને તેના ઉપર લઘુ ધર્મોત્તરે(વિ. સં. ૯૦૪ / ઈ. સ. ૮૪૮)માં ટીકા કરી છે. આ ટીકા ઉપર વૃત્તિ રચનાર મલ્લવાદી દસમી સદીના અંતમાં થયા હશે. અને આ પ્રમાણે મલ્લવાદીના ભાઈ જિનયશ પણ અલ્લરાજાના સમસામાયિક સિદ્ધ થઈ શકે છે. ત્રિપુટિ મહારાજ જૈન પરંપરાનો ઇતિહાસમાં નોંધે છે : “આ જિનયશ આ યક્ષ અને આ મલ્લ એ દશમી સદીના આચાર્ય છે... બીજા મલ્લવાદીએ ધર્મોત્તર ટિપ્પનક બનાવ્યું છે. આ જિનયશે પ્રમાણશાસ્ત્ર તથા વિશ્રાંતવિદ્યાધર વ્યાકરણ પર ન્યાસ બનાવ્યો છે અને આ યક્ષે યક્ષસંહિતા રચી છે. આ જિનયશે પોતાનું પ્રમાણશાસ્ત્ર આ નન્નસૂરિની આજ્ઞા થવાથી મેવાડના રાણા અલટની સભામાં વાંચી સંભળાવ્યું હતું’”. આમ ત્રિપુટી મહારાજ દ્વિતીય મલ્લવાદીને વિક્રમની દસમી સદી(ઉત્તરાર્ધ)માં મૂકે છે. પ્રથમ મલ્લવાદીનો સંબંધ વલભી સાથે છે, જ્યારે અલ્લરાજા, નન્નસૂરિ, અને નન્દક ગુરુ, આદિનો રાજસ્થાન સાથે છે અને તે સૌ દસમી સદીમાં થયેલ છે : આથી ઉકત રાજ સાથે સંબંધ ધરાવનાર મલ્લવાદી દ્વિતીય મલ્લવાદી છે. તૃતીય મલ્લવાદી દિલ્હીના લાલા હજારીમલ રામચંદજીના ચૈત્યમાં એક ધાતુપ્રતિમા પર મળી આવેલ પ્રતિમાલેખમાં મલ્લવાદી ગચ્છનો ઉલ્લેખ છે. આ મલ્લવાદી નાગેન્દ્રગચ્છના આચાર્ય છે અને તેમનાથી મલ્લવાદી ગચ્છ ચાલ્યાનું અનુમાની શકાય. પ્રભાવકચરિતમાં અભયદેવ પ્રબંધમાં મલ્લવાદી શિષ્યના શ્રાવકોએ ચૈત્ય કરાવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે”. આ તૃતીય મલ્લવાદી છે. આ અંગે ત્રિપુટી મહારાજ નોંધે છે કે, તેઓ વિક્રમની તેરમી સદી લગભગમાં થયા છે. તેઓ નાગેન્દ્રગચ્છના હતા અને સ્તમ્ભન-પાર્શ્વનાથનું થાંભણાતીર્થ તેમને આધીન હશે. મંત્રી વસ્તુપાલે પણ તેમના ગ્રંથની પ્રશંસા કરી હતી. ચતુર્થ મલ્લવાદી તેઓ દિગમ્બર વા અચેલ-ક્ષપણક પરમ્પરામાં લાટમાં ઈસ્વીસનની આઠમી-નવમી સદીમાં થઈ ગયા હોવાનું રાષ્ટ્રકૂટ સમયના તામ્રશાસન પરથી સૂચિત છે. પણ એમનાથી તો શ્વેતામ્બર પરમ્પરા બિલકુલ અજાણ હોઈ એમના સંબંધમાં ચર્ચા અસ્થાને છે. નિર્પ્રન્થ પરંપરામાં થઈ ગયેલ ઉકત મલ્લવાદીઓમાંથી નયચક્રકાર પ્રથમ મલ્લવાદી ક્ષમાશ્રમણનો સમય નિર્ધારિત કરવા માટે શ્વેતામ્બર તથા દિગમ્બર વિદ્વાનોએ સમયે સમયે ઊહાપોહ કર્યો છે. (સ્વ) નાથૂરામ પ્રેમીએ નયચક્રકારના સમય વિશે નોંધ્યું છે કે : " आचार्य हरिभद्र ने अपने अनेकान्त जयपताका नामक ग्रंथ में वादिमुख्य मल्लवादि कृत सन्मतिटीका के कई Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy