SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. 1995 વાદન્દ્ર મલ્યવાદી શ્રમામમાગનો સમય નયચક ઉપર સિંહસૂરે એક ટીકા (પ્રાય: ઈ. સ. ૬૭૫-૬૦) લખી છે. ઉપલબ્ધ ટીકાને આધારે નયચક્ર ગ્રંથનું વર્તમાને પુનર્ગઠન કરવાનું કાર્ય પ્રથમ તો આચાર્ય વિજયલબ્ધિસૂરિએ કર્યું. જે ચાર ભાગમાં પ્રકાશિ છે. ત્યાર બાદ નવપ્રાપ્ત હસ્તલિખિત પોથીને આધારે, તથા પૂર્વપક્ષ રૂપે ઉપયોગમાં લેવામાં આવેલ બૌદ્ધાદિ ગ્રંથોના આધારે મુનિરાજ જંબૂવિજયજીએ બીજી વારનું પુનર્ગઠન કરેલું છે. આ ગ્રંથ ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ છે, જેનો પાઠ પૂર્વપ્રકાશિત ગ્રંથ કરતાં વધુ વિશ્વસ્ત અને એથી વિશેષ પ્રમાણભૂત છે. (આમાં નયચક્રનો પ્રાય: ૮૦ ટકા જેટલો મૂળ સ્વરૂપે પુનર્ગઠિત થયો છે.) હરિભદ્ર સૂરિ વિરચિત અનેકાન્તજયપતાકાની સ્વોપજ્ઞ ટીકામાં જણાવ્યું છે કે, उक्तं च मल्लवादिना सम्मतौ इत्यादिना ।।" આ પ્રકારના સોદ્ધરણ ઉલ્લેખ બે જુદા જુદા સ્થળે કરેલા છે જેના આધારે નિશ્ચિતપણે કહી શકાય કે તેમણે સિદ્ધસેન દિવાકર રચિત સન્મતિપ્રકરણ ઉપર ટીકા રચી હશે. આ વિષે બીજો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. બૃહટિપ્પનિકા(ઈ. સ.૧૫૦૫)માં પ્રાચીન ગ્રંથોની યાદી આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, सन्मतिसूत्रं सिद्धसेनदिवाकर कृतम् ।। १७० સન્મતિવૃત્તિનવાવિત છ09 આમાં સન્મતિપ્રકરણ પર મલ્લવાદીકૃત વૃત્તિ (૭૦ શ્લોક પ્રમાણ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા રાજગચ્છીય અભયદેવસૂરિ રચિત સન્મતિવૃત્તિમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન અંગે મલ્લવાદી યુગપવાદમાં માનતા હોવાનું જણાવ્યું છે”. વર્તમાનકાળે પ્રાપ્ત નયચક્રમાં તો કયાંય કેવળજ્ઞાન અને કેવળદર્શનની ચર્ચા જોવા મળતી નથી; આથી એવું અનુમાની શકાય કે અનુપલબ્ધ સન્મતિટીકામાં મલ્લવાદીએ ઉકત ચર્ચા કરી હશે, એક ત્રીજો ગ્રંથ પદ્મચરિત્ર પણ મલ્લવાદી રચિત હોવાનું મનાય છે. આ ગ્રંથમાં રામનું ચરિત્ર હશે, ઉકત મલ્લવાદી તો દાર્શનિક અને મહાતાર્કિક છે એટલે તેમણે આવો કથાગ્રંથ રચ્યો હોય તે આમ તો સંભવતું નથી; કેમકે આ અંગે વિશ્વસનીય અન્ય કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. (આ પછીના અન્ય મલવાદીની કૃતિ હશે ?) દ્વિતીય મલ્યવાદી મધ્યયુગીન પ્રબંધકારોએ મલવાદીના ચરિત્રમાં કયાંય નયચક્રકારથી ભિન્ન અન્ય મલ્લવાદી થયા હોવાનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ પ્રભાવકચરિત્રકાર પ્રભાચંદ્રાચાર્ય મલ્લવાદીના ગુરભ્રાતા જિનયશનો સંબંધ અલ્લરાજાની સભાના વાદી નન્દક ગુરુ સાથે સાંકળે છે. તેમણે જણાવ્યું છે કે અલ્લરાજાની સભાના વાદી નંદક ગુરના કહેવાથી મલ્લવાદીના જ્યેષ્ઠબંધુ જિનયશે એક પ્રમાણ ગ્રંથ બનાવ્યો, પરંતુ અહીં દર્શાવેલ અલ્લરાજા અને નન્દક ગુર કોણ હતા તે અંગે કશી નોંધ દર્શાવી નથી. આ પ્રસંગની સમાલોચના કરતા મુનિશ્રી કલ્યાણવિજયજીએ પ્રબંધ પર્યાલોચનમાં જણાવ્યું છે : “પ્રભાવક ચરિતના અભયદેવ પ્રબંધ ઉપરથી જણાય છે કે શ્રી વર્ધમાનસૂરિના સમયમાં કૂર્યપુર (કુચેરા-મારવાડ)માં અલ્લભૂપાલ પુત્ર ત્રિભવનપાલ રાજા રાજ્ય કરતો હતો. આ ઉલ્લેખ ઉપરથી જણાય છે કે વર્ધમાન સૂરિ કાલીન ભુવનપાલનો પિતા અલ્લરાજ વિક્રમની દસમી સદીના અંતમાં વિદ્યમાન હોવો જોઈએ. વળી એ જ પ્રભાવક ચરિત્રની પ્રશસ્તિ ન્યાયમહાર્ણવકાર અભયદેવસૂરિના ગુરુ પ્રદ્યુમ્નસૂરિએ અલુરાજાની સભામાં દિગમ્બરાચાર્યને જીત્યાનો ઉલ્લેખ છે. આ અલ્લુ અને અલ્લ એક જ વ્યકિતનાં નામો છે. અને આ રીતે પ્રદ્યુમ્નસૂરિના સમકાલીન તરીકે પણ અલ્લભૂપનું અસ્તિત્વ વિક્રમની દસમી સદીમાં જ સિદ્ધ થાય છે. પણ મલવાદીના ભાઈ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy