SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જિતેન્દ્ર શાહ Nirgrantha વિશેષ ચર્ચા અહીં આગળ કરીશું.) અને તે સૌના સમય વિશે જુદી જુદી માન્યતાઓ પ્રવર્તે છે. ઉપર જોઈ ગયા તેમ મલ્લવાદી અને તેમના નયચક્ર અંગે અનેક ગ્રંથોમાં ઉલ્લેખો પ્રાપ્ત થાય છે, પરંતુ મૂળ નયચક્ર અને મલ્લવાદીની અન્ય કૃતિઓ (સન્મતિતટીકા તથા પદ્મચરિત્ર) ઉપલબ્ધ થતી ન હોવાને કારણે તેમનાં પ્રદાનો અંગે પૂર્ણરૂપે કહેવું દુષ્કર છે. નયચક્રટીકાને આધારે પુનર્ગઠન કરવામાં આવેલ ગ્રંથમાં, તથા ટીકાકાર સિંહજૂર મલવાદીના સમય સંબંધમાં તથા જીવન અંગે કોઈ ઉલ્લેખનીય નોંધ આપતા નથી કે જેના આધારે સમય નિર્ધારણ કે જીવન ઘટનાઓના સન્દર્ભો અંગે ચોકકસપણે કહી શકાય. આવી પરિસ્થિતિમાં ગ્રંથબાહ્ય પ્રમાણોનો તથા ગ્રંથાન્તર્ગત આવતા ઉલ્લેખોની સહાય લેવી જરૂરી બને છે. સમય નિર્ધારણ અંગે ચર્ચા કરતાં પહેલાં તેમના જીવનની ઘટનાઓ પ્રસંગો અંગે ચર્ચા કરવી જરૂરી બને છે : કેમકે નામસામ્યને કારણે ઓછામાં ઓછું એક અન્ય મલવાદીની જીવનઘટનાઓનું મિશ્રણ થઈ ગયું છે. મલ્લાદીના જીવન અંગે પ્રબંધોમાં તથા કથાગ્રંથોમાં કથાનકો-ચરિતો મળે છે. ભદ્રેશ્વર સૂરિકૃત કહાવલિમાં", આમ્રદેવ રચિત આખ્યાનકમણિકોશવૃત્તિમાં', અજ્ઞાતકરૂંક પ્રબંધચતુષ્ટય(ઈ. સ. ૧૨૩૪ પહેલાં)માં", પ્રભાચંદ્રસૂરિ કૃત પ્રભાવક ચરિત(વિ. સં. ૧૩૩૪ | ઈસ. ૧૨૮)માં“, આચાર્ય મેરૂતુંગકક પ્રબંધચિંતામણિ(વિ. સં. ૧૮૧ | ઈસ્વી ૧૩૦૫)માં, રાજશેખર સૂરિ વિરચિત પ્રબંધકોશ(વિ. સં. ૧૪૦૫ / ઈ. સ. ૧૩૪૯)માં, અને સંઘતિલકાચાર્ય કૃત સમકતસપ્તતિવૃત્તિ(વિ. સં. ૧૪૨૨ / ઈ. સ. ૧૩૬૬)માં મલ્લાદીના જીવનની કથા વર્ણવવામાં આવી છે. ઉપરોકત ગ્રંથોમાં વર્ણવેલ ચરિત્રના આધારે મલવાદીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર આ પ્રમાણે છે. પ્રથમ મલ્યવાદી મલ્લવાદીની માતાનું નામ દુર્લભદેવી હતું. એમનાં ત્રણ સંતાનો, નામે જિનયશ, યક્ષ, અને મલ્લ હતાં. તેઓ સૌ વલભીમાં વસેલાં હતાં. દુર્લભદેવીના ભાઈ જિનાનંદ જૈન ધર્મમાં દીક્ષિત થયા હતા અને આચાર્ય બન્યા હતા. એક વખત ભરૂચમાં બૌદ્ધ પંડિત બૌદ્ધાનંદ વા બુદ્ધાનંદ સાથે તેમનો વાદ થયો હતો. (જિનાનંદ અને બુદ્ધાનંદ નામો અલબત્ત કાલ્પનિક લાગે છે. જૈન ધર્મના આચાર્યને જિનાનંદ અને બૌદ્ધધર્મનાને બુદ્ધાનંદ એવું નામ આપવામાં આવ્યું હોય તેમ લાગે છે.) વાદમાં જે હારે તેણે ભરૂચ છોડી ચાલ્યા જવું તેવું નકકી થયું હતું. બાદમાં જિનાનંદસૂરિનો પરાજય થતાં તેમને ભરૂચ છોડવું પડ્યું અને તેઓ વલભી આવ્યા. ત્યાં તેમણે તેમની બહેન દુર્લભદેવી તથા તેમના ત્રણ પુત્રોએ જિનપ્રણીત પ્રવ્રજ્યા ધારણ કરી. ત્રણેય પુત્રોમાં મલ્લ વિશેષ મેધાવી અને કુશાગ્રબુદ્ધિ ધરાવતાં હતા. તેણે ટૂંક સમયમાં બધાં જ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને દર્શનોના પારંગત વિદ્વાન બની ગયા. એક વાર ગુરુની આજ્ઞા વગર કોઈ ગ્રંથનો એક શ્લોક વાંચ્યો અને તે એક શ્લોકના આધારે તેણે નૂતન નયચકની રચના કરી. પ્રસ્તુત નૂતન ગ્રંથનું અવલોકન કરતા તેમના ગુરુ આશ્ચર્યચકિત થયા અને તેમને આચાર્યપદ પર આરૂઢ કર્યો. આચાર્ય મલ્લને પૂર્વે ભરૂચમાં થયેલા વાદ અને ગુના પરાજયની જાણ થતાં તેઓ ભરૂચ ગયા અને ત્યાં બુદ્ધાનંદ સાથે વાદ કરી તેમને હરાવ્યા. આથી તેમને ‘વાદી બિરુદ પ્રાપ્ત થયું. પ્રબન્ધો કથિત મલવાદીના જીવન સાથે કેટલીક ચમત્કારિક ઘટનાઓ પણ જોડાયેલી છે જે અત્રે સ્વાભાવિક રીતે જ છોડી દીધી છે. પ્રસ્તુત ઘટનાઓના આધારે એવી કલ્પના કરી શકાય કે તેઓ તપ:નિષ્ઠ અને તત્કાલીન સર્વદર્શન પારગામી વિદ્વાન હતા, અજોડ સ્મરણશકિત ધરાવનાર વ્યકિતવિશેષ હતા. તત્કાલીન તર્ક-મહારથી બૌદ્ધોને પણ હરાવી શકે તેવા સમર્થ દાર્શનિક પંડિત હતા. તેમની ત્રણ રચનાઓમાંથી કાદશાર-નયચક્ર મૂળરૂપે તો પ્રભાવકચરિતમાં મળતા ઉલ્લેખોને આધારે તેરમી સદીમાં ઉપલબ્ધ નહોતો તેમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy