________________
Jain Dharma Vikas (Monthly
Regd. No. B. 449
જૈનધર્મવિકાસ.
-
પુસ્તક પ મું.
કાર્તિક સં', ૨૦૦૧.
અંક ૧ લે.
જૈનધર્મ વિકાસ-અભિનંદન
(રચયિતા-મુનિ મહારાજશ્રી હેમેન્દ્રસાગરજી)
i (આશાવરી) અમર હો જૈન ધર્મવિકાસ–
અમર ટેક સૂરિ નીતિવિજયજી ના ઉપદેશે શરૂઆત, નીતિધર્મના સંસ્કારોની, પ્રગટી ઉત્તમ ભાત-અમર (૧) મહોન્નતિ શાસનની ઈચ્છ, પ્રગટે હર્ષ અપાર; દયા દાનનો મહિમા ગાયે, આપે શુભ સંસ્કાર-અમર (૨) કંચનસમ અતિશુદ્ધ ભાવના, પ્રગટાવે અંતરમાં, કલ્યાણકેરો પંથ બતાવે, વૃત્તિ દરે નવરમાં–અમર (૩) જયવતી કીતિને પામે, રાજેન્દ્રો સન્માને, નંદનવનમાં સુરેન્દ્ર દેવો, પ્રમોદ પામે શાને?-અમર (૪) કવિજન આપે કવિતા સારી, લેખક લેખ અનંત, જ્ઞાનામૃતની ૯હાણું પામે, નૃપ નર સાધુ સંત-અમર, (૫) અજિત સેવા પત્ર બજાવે, જૈન ધર્મ વિકાસ; મુનિ હેમેન્દ્ર ચહે ઉર એવું, પ્રગટો ધર્મ સુવાસ-અમર (૬)