________________
જૈનધર્મવિકાસ.
- પુસ્તક ૪થું.
જેઠ સં. ૨૦૦૦.
અંક ૮ મે.
“સીમંધર સ્તવન
(૫પીડારે પપહારે)
રચયિતા હેમેન્દ્રસાગરજી પ્રભુજીરે પ્રભુજીરે પ્રભુજી મુજ આતુર મન અકળાય, પ્રભુ શ્રીમંધર સુખના સાગર દર્શન ઈચ્છા થાય...૧ કોડ દેવ તુજ સેવા કરતા, ઠાઠ મચાવે નાથ ! ગાન તાન, પૂજા કરીને, ધુન ખુબ જગાવતા દેવ મોકલી તેડો પાસે, તો પ્રભુજી સુખ થાય. પ્રભુજી રે...૨ પીડા મારી પ્રભુજી ટાળે, જિનવર જીવનાધાર, રાત દિન તુજ ધ્યાન લગાવું; ખાળો મુજ અજ્ઞાનતા, જ્ઞાનનિધિ! શુભ જ્ઞાન દાનથી તુજ રૂપ સત્ય પમાય...પ્રભુજી રે..૩ સાચી તારી લગની લાગી, સુમતિ સાત્ત્વિક સત્વરે જાગી છોડુ ના અવલંબન તારૂં, ધારો નાથ! ઉદારતા અંતરના આરામ જિનેશ્વર, આશા મારી હણાય ના; આશા તારે જીવન વીતે, દર્શન ઘો જિનરાય.પ્રભુજીરે..૪ જુઠ્ઠી સઘળી જગની માયા, નાશવંત માનવની કાયા, સાચું શરણું એક તમારૂં, તેને હરદમ ચાહું, એક દિન તુજ રૂપ પામતાં, એક રૂપ થઈ જાઉં. મુનિ હેમેન્દ્ર અજિત પદ યાસી, પામી પ્રભુ હરખાય.પ્રભુજીરે...૫