________________
થત માન સમાચાર.
૧૯૧
ખાખર અગીયાર વાગતાં વરઘેાડા કાઢી મહારાજ સાહેબને લેવા માટે ગામ બહાર ગયા. શુક્નમાં મ્હેન સુરજ અને મ્હેન લલીતાએ ગહુંઢીઆ કાઢી મહારાજ સાહેબનું સ્વાગત કર્યું. ત્યાંથી આચાર્ય મહારાજને સાથે લઇ વરઘેાડા ગામમાં આવવા પાછા ફર્યાં. આચાય મહારાજના દર્શનને માટે આતુર લેાકેાની મેદની ઠેરઠેર જામી હતી.
વરઘેાડા ઘણાજ લાંખા અને સુથેાલિત હતા. નાનાં બાળક ખાળિકાનાં સાંબેલા કરવામાં આવ્યા હતા. વરધાડાની શરૂઆતમાં ચાર ઘેાડેસ્વારો હતા. એક ભાઈએ હાથમાં ધ્વજ લીધેા હતા, જ્યારે બીજા ભાઇએ નેકીના સ્વાંગ સજી બ્યુગલ વગાડતા, લેાકેાને મહારાજશ્રીના આગમનની જાણુ કરતા હતા. તેની પાછળ રીક્ષા ગાડીઓની લંગર જામી હતી. તેની પાછળ વિકટારીયા અને તેની પાછળ મારા માટાની પાછળ સુરતનું પ્રખ્યાત હાસમ એન્ડ પેાતાના સંપૂર્ણ રસાલા સાથે આચાર્ય મહારાજ સહિત ચાલતું હતું. મહારાજ સાથે માટી સ ંખ્યામાં પાઘડીધારી પુરૂષ સમુદાય અને એ સમુદાયની પાછળ એક મોટા સી સમુદાય ચાલતા હતા. એ એક અપૂર્વ દૃશ્ય હતું.
આચાર્ય મહારાજની પધરામણી જૈન લત્તામાં થતાં ગડુંલી કાઢવાની શરૂઆત થઇ. પાંચ પાંચ અને સાત સાતની હારામાં અેનાએ ગહુલી કાઢવા માંડી. માર્ગમાં આવતા તેમનાથ ભગવાનના દહેરાસરે આચાર્ય મહારાજે પ્રથમ દર્શીન કર્યા. વઘેાડા મોટા ફ્ળીયામાં થઈ સામી શેરી, વિશાળ ફળીયા, દેશાઈ પાળ, અખાજીના ચકલા, વિરયાળ એળ, સેાની ફળીયા, નિશાળીયા થઇ ધર્મશાળાએ પહેાંચ્યા. વઘેાડાને ફરવાને બધા માર્ગ લીલા તારણા, ધ્વજા પતાકા અને જૈન ધર્મના સૂત્રથી શણગારવામાં આવ્યા હતા. ચાર ઘેાડેસ્વાર, ૨૦ સાંબેલા, ઢાલી, તાંસા અને ચાર બેન્ડની સૂચક હાજરી ધ્યાન ખેંચે તેવી હતી. માર્ગમાં ૮૧ ગહુલીએ કાઢવામાં આવી હતી. ઠેર ઠેર ફાટાએ લેવામાં આવ્યા હતા.
ધર્મશાળાએ પહેોંચ્યા માદ મહારાજશ્રીએ પેાતાની શાંત, સુભગ અને શ્રોતાઆને રૂચે એવી છટાદાર ભાષામાં વ્યાખ્યાન આપ્યું. બાદ પ્રભાવના કરવામાં આવી. અપેારના આદીશ્વર ભગવાનના દહેરાસરે પૂજા ભણાવવામાં આવી. પૂજા ભણાવવામાં નિષ્ણાત ભાઇશ્રી માહનભાઇએ અપૂર્વ ભક્તિથી અનેક રાગરાગણીઆમાં પૂજા ભણાવી શ્રોતાઓને મુગ્ધ કર્યા. રાત્રે ભાવના ભાવવામાં આવી.
લેાકેામાં ઉત્સાહનું અનેરૂ વાતાવરણ પ્રસરી રહ્યું છે. દરરાજ સારી સંખ્યામાં લેાકેા મહારાજશ્રીના પ્રવચનના લાભ ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં પોતાના તન, મન અને ધનના તથા કિંમતી વખતના ભાગ આપવા બદલ શેઠશ્રી ભીખાભાઇ ધરમચંદ તથા પંચના પ્રમુખ · શેફ્ટી ઇંગલાલ લાલચક્રને ધન્યવાદ ઘટે છે