________________
જૈનધર્મ વિકાસ
આચાય મહારાજ વિજયકલ્યાણુસૂરીજીનું ચામાસું અત્રે નક્કી થયેલ છે. પુણ્યાનુબન્ધી પુણ્ય, પુણ્યાનુબધી પાપ, પાપાનુબન્ધી પુણ્ય અને પાપાનુબંધી પાપ; ઉપર આચાર્ય મહારાજ વ્યાખ્યાન આપી રહ્યા છે. પરંતુ સાથે સાથ મહારાજ સાહેબ ભગવતી સૂત્ર' ઉપર પણ દરરોજ રસમય વિવેચન કરે છે. આથી ઘણા ભાઇઓનો વિચાર થયા કે જો રાંદેરમાં ભગવતી સૂત્ર વંચાય તા સારૂં. આથી રાંદેરના શેઠ શાહ નાથાભાઇ સોમચ ંદ્રે પોતેજ ભગવતી સૂત્ર વંચાવવાની ઇચ્છા દર્શાવી. સંઘ સમસ્ત આ વાત મૂકતાં સ ંઘે બહુજ આનંદ પૂર્વક એમની માંગણી સ્વીકારી લીધી. અષાડ સુદ ૨ ને દિવસે શેઠ નાથાભાઇ સોમચ ંદના ઘેરથી એક મેટા વરઘાંડા કાઢી ભગવતી સૂત્ર ધર્મ શાળાએ લઇ જવામાં આવશે અને આચાય મહારાજ વિજય કલ્યાણુસૂરીજી તેજ દિવસે ભગવતી સૂત્રનું વાંચન શરૂ કરશે. આ અંગે ૧૦૮ ખરા મેાતીનો સાથીએ શેઠ શાહ ભીખાભાઇ ધરમચંદ તરફથી મનાવી આપવામાં આવશે. ભગવતી સૂત્ર વિષે એક સમય ખીના ખાસ નોંધવા જેવી છે. તપાસ કરતાં માલમ પડયું છે કે રાંદેરમાં ભગવતી સૂત્ર છેલ્લામાં છેલ્લું સ. ૧૭૭૮માં એટલે કે લગભગ ૨૩૧ વર્ષ પહેલાં વંચાયું હતું.
જૈન ધર્મશાળાનો પ્રવેશદ્વાર આગળના ભાગ અધાવી આપવા માટે રૂ. ૨૫૦૧) ની ઉદાર સખાવત રાંદેરના જાણીતા શેઠ શાહુ મગનલાલ નાથાભાઈએ સંઘ સમસ્ત કરી છે.
૧૯૨
વૈશાખ સુદ ૭મે તેમનાથ ભગવાનની સાલગીરી હેાઇ દર વરસે તે દિવસે સઘ જમણુ થાય તે માટે શેઠ ભીખાભાઇ ધરમદે રૂા. ૨૦૦૦) અને શેઠ નાથાભાઇ મેાંતીચંદે રૂા. ૧૫૦૦) ની ઉદારતા કરી છે.
રાંદેરનો જૈન સમાજ શેઠ મગનલાલ નાથાભાઈ, શેઠ ભીખાભાઇ ધરમચંદ, શેઠ નાથુભાઇ મોતીચંદ અને શેઠ નાથુભાઇ સેામચંદનો તેમની કિંમતી સેવા બદલ આભાર માને છે. રાંદેરનો જૈન સમાજ આવા સગૃહસ્થા પાસે હજી પણ સારા કાર્યો માટે આશાની અમી મીટ માંડી રહ્યો છે અને ઈચ્છે છે કે તેમના વરદ હસ્તે આવા સુંદર કાર્યો વધુને વધુ થાય.
મુનિમહારાજ શ્રીહિરસાગરજીની નવમી જયંતિ નિમિત્તે અત્રે પૂજા, ભાવના તથા મ્હેનોને રાત્રિ જગાનો કાર્યક્રમ જેઠ વદ ૧૩ ને દિવસે રાખવામાં આવ્યા હતા. પૂજા ખાદ્ય પ્રભાવના અને રાત્રિ જાગરણ બાદ લહાણી કરવામાં આવી હતી. લેાકાએ ખૂબજ આનંદ પૂર્વક લાભ લીધે। હતા.
શા. વસ ́તલાલ રતિલાલ. રાંદેર
મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહે, “શારદા મુદ્રણાલય.” જીમામદ સામે-અમદાવાદ. પ્રકાશક-ભાગીલાલ સાંકળચંદ શેઠ. જૈનધમ વિકાસ” એસિ જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ ગાંધીરાડ-અમદાવાદ.